Navsariના મોટા બજારમાં ડામર પીગળતા રાહદારીઓ બેહાલ, નવો બનેલો રોડ પીગળ્યો પાણીની જેમ ઓગળવા લાગ્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નવસારી શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચતા જ વહીવટી તંત્ર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી કામગીરીની પોલ ખુલી ગઈ છે. શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા મોટા બજાર વિસ્તારમાં નવનિર્મિત રોડ પરનો ડામર ગરમી સહન ન કરી શકતા પીગળવા લાગ્યો છે, જેના કારણે રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે.
બજારમાં ખરીદી કરવા આવેલા લોકોને હાલાકી
નવસારી ટાઉન પોલીસ મથકથી લઈને ટાટા સ્કૂલ સુધીના મુખ્ય માર્ગ પર રોડ સરફેસ સ્મૂથ કરવા માટે લગાવવામાં આવેલો ડામર પ્રવાહી બનીને રસ્તા પર પથરાઈ ગયો છે, હાલમાં તહેવારોની મોસમ હોવાથી મોટા બજારમાં ઈદની ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. ગરમીમાં ડામર પીગળતા પગપાળા જતા અનેક લોકોના ચંપલ રસ્તા પર જ ચોંટી ગયા હતા, જેના વીડિયો પણ સામે આવ્યા છે. વાહનચાલકો, ખાસ કરીને ટુ-વ્હીલર સવાર માટે આ રસ્તો જોખમી બન્યો છે. પીગળેલા ડામરને કારણે ટાયર સ્લિપ થવાનો ભય રહેતા વાહનચાલકોમાં ફફડાટ વ્યાપ્યો છે.
ગરમી સામે રોડનો ડામર પીગળવા લાગ્યો
સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે કરોડોના ખર્ચે બનતા રસ્તાઓ સામાન્ય ગરમીમાં પણ કેમ ટકી શકતા નથી? શું ડામરની ગુણવત્તામાં કોઈ બાંધછોડ કરવામાં આવી છે? હાલમાં ધોમધખતા તાપમાં રસ્તાની આ સ્થિતિને કારણે આખું બજાર પ્રભાવિત થયું છે. લોકો હવે માંગ કરી રહ્યા છે કે નગરપાલિકા દ્વારા આ માર્ગ પર તાત્કાલિક ધૂળ કે રેતી નાખીને લોકોને પડતી મુશ્કેલીમાંથી મુક્તિ અપાવવામાં આવે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

