Navsari હાઈવે ઉપરથી 1.5 કરોડના કોકેઈનના જથ્થા સાથે નાઈઝેરિયન મહિલા ઝડપાઈ

Feb 17, 2025 - 20:00
Navsari હાઈવે ઉપરથી 1.5 કરોડના કોકેઈનના જથ્થા સાથે નાઈઝેરિયન મહિલા ઝડપાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નવસારી હાઈવે ઉપર SMCએ મોટી કાર્યવાહી કરી છે. SMCએ મુંબઈથી અમદાવાદ તરફ જતો કોકેઈનનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. નાઈજિરિયન મહિલા વેગનાર કારમાં કોકેઈનનો જથ્થો લઈને જઈ રહી હતી. જેને SMCએ અટકાવીને કોકેઈનના જથ્થા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

કોકેઇનના જથ્થા સાથે નાઇઝેરિયન મહિલાની ધરપકડ

તમને જણાવી દઈએ કે SMCએ બાતમીના આધારે કરોડો રૂપિયાનો કોકેઈનનો જથ્થો ઝડપીને સપાટો બોલાવ્યો છે. SMCએ ગાડી નંબર MH-48-CQ-8079 નંબરની કાર લઈને જઈ રહેલી નાઈજિરિયન મહિલા ચાલક સાથે કોકેઈનનો જથ્થો ઝડપી પાડ્યો છે. હાલમાં SMCની આ મામલે કાર્યવાહી ચાલી રહી છે. કાર્યવાહી પૂર્ણ થયા બાદ અનેક મોટા ખુલાસાઓ પણ થઈ શકે છે. 

નવેમ્બર મહિનામાં કચ્છમાંથી 1.53 કરોડના કોકેઈન ડ્રગ્સ સાથે 4 આરોપીની ધરપકડ કરાઈ હતી

તમને જણાવી દઈએ કે કચ્છમાં કરોડો રૂપિયાનું કોકેઈન થોડા મહિનાઓ પહેલા ઝડપાયું હતું. જેમાં કચ્છ પૂર્વ એસઓજી પોલીસે કારના બોનેટના એર ફિલ્ટર નીચે સંતાડેલું કોકેઈન ઝડપી પાડીને કુલ 4 આરોપીની ધરપકડ કરી હતી, આ સાથે સાથે પોલીસે 1.53 કરોડનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો, આ કોકેઈન 147.67 ગ્રામ હતું, આ સાથે જ બે પુરુષ અને બે મહિલાઓની આ મામલે ધરકપકડ કરવામાં આવી હતી, પોલીસને શંકાસ્પદ લાગતા કારનું ચેકિંગ કર્યુ હતુ જેમાં સમગ્ર ઘટના સામે આવી હતી.

અંકલેશ્વરમાં ડ્રગ્સની ફેક્ટરીનો પર્દાફાશ થયો હતો

આ અગાઉ ભરૂચના અંકલેશ્વરના ઔદ્યોગિક વિસ્તારમાં ડ્રગ્સની ફેક્ટરીનો પર્દાફાશ થયો હતો. દિલ્હી અને ગુજરાત પોલીસે આ સંયુક્ત ઓપરેશન પાર પાડયું હતું. અંકલેશ્વરમાં આવેલી આવકાર ફાર્મા કંપનીમાંથી 5,000 કરોડનું કોકેઈન ઝડપાયું હતું. 518 કિલો કોકેઈન અને 40 કિલો અન્ય હાઇડ્રોપોનિક ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. કંપનીના ત્રણ ડાયરેક્ટર સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0