Navsari જિલ્લામા ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નવસારી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી મેઘો મન મૂકીને વરસી રહ્યો છે અને ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નવસારી જિલ્લાની નદીઓ બે કાંઠે વહેતી થઇ છે. તડકેશ્વર મંદિરમાં કાવેરી નદીના પાણી ભરાયા છે, તો નદીમાં નવા નીરની આવક થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
નવસારીમાં મંદિરમાં પાણી ભરાતા શિવાલય જળમગ્ન
નવસારીના મંદિરમાં પાણી ભરાતા શિવાલય જળમગ્ન બન્યું છે અને કાવેરી, ખરેરા નદીમાં પાણીની ભારે આવક નોંધાઈ છે જેના કારણે નદી બે કાંઠે વહી રહી છે, ચીખલી, ખેરગામ, વાંસદા તાલુકામાં ભારે વરસાદ નોંધાયો હતો, નવસારી જિલ્લામાં ગત મોડી સાંજથી ભારે વરસાદ વરસવાના કારણે જિલ્લાના ચેકડેમો તેમજ નદીમાં નવા નીરની આવક નોંધાઈ હતી, ભારે વરસાદ અને નદીમાં નીરની આવકના કારણે મંદિર પણ જળમગ્ન બન્યું હતું.
નવસારીના આ રોડ બંધ કરાયા
નવસારીના વાંસદામાં બે ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો, નવાસારી જિલ્લા અને નવાસારી ગ્રામ્ય વિસ્તારમાં ધીમીધારે વરસાદ નોંધાયો હતો તો નવાસરીના ઘણા માર્ગો પર પાણી ભરાતા તેને બંધ કરાયા છે, નાંધઇ મહાદેવ મંદિર રોડ, તોરણવેરા-ખટારા રોડ, રૂમલા-નડગધરી રોડ, વેલણપુર એપ્રોચ રોડ, ચીમનપાડા-મરગમાળ રોડ, કાળાઆંબા- વાટી રોડ, મહુવાસ સરા કેવડી રોડ, વચ્છરવાડ-નિહાલી રોડ, મોગાર-વકાલીયા રોડ, મંદિર-મોગાર રોડ, ખડસુપા-ઉન રોડ, સરોણા-સંદલપુર રોડ બંધ કરાયો છે.
ઉકાઈમાં ૩૩,૩૬૮ ક્યુસેક પાણીની આવક
ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં આવેલા રેઈનગેજ સ્ટેશનો પૈકી ચીખલધરામાં ૧૦ મિ.મી., લખપુરીમાં ૨૫ મિ.મી., ગોપાલખેડામાં ૩૯ મિ.મી., અકોલા ૨૧ મિ.મી., વુહારા ૨૭ મિ.મી., તલસવાડા ૪૧ મિ.મી., ચાંદપુર ૪૩ મિ.મી.., ખેતીયા ૧૪ મિ.મી. વરસાદ ખાબક્યો હતો. તેના કારણે પાણીની આવક ૩૩,૩૬૮ ક્યુસેક થઈ હતી. જ્યારે ડેમની સપાટી ૩૧૬.૩૩ ફૂટ નોંધાઈ હતી.
What's Your Reaction?






