Navsari News: અસહ્ય ગરમી વચ્ચે શહેરમાં વરસાદી ઝાપટું, વાતાવરણમાં પ્રસરી ઠંડક

Jun 17, 2026 - 16:00
Navsari News: અસહ્ય ગરમી વચ્ચે શહેરમાં વરસાદી ઝાપટું, વાતાવરણમાં પ્રસરી ઠંડક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દક્ષિણ ગુજરાતના નવસારી શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને અકળાવનારા બફારા બાદ બુધવારે અચાનક વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. બપોરના સમયે આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા બાદ શહેરના પૂર્વ ભાગના વિવિધ વિસ્તારોમાં તેજ પવન સાથે વરસાદી ઝાપટાં તૂટી પડ્યા હતા. આ વરસાદી એન્ટ્રીથી વાતાવરણમાં ક્ષણભરમાં જ ઠંડક પ્રસરી ગઈ છે.

શહેરના પૂર્વ પટ્ટીના આ વિસ્તારોમાં મેઘમહેર

વાતાવરણમાં આવેલા પલટાના કારણે નવસારી શહેરના ખાસ કરીને પૂર્વ વિભાગમાં વરસાદી માહોલ જામ્યો હતો. શહેરમાં આવેલા લૂંસિકુઈ અને સર્કિટ હાઉસ વિસ્તાર, કાલિયાવાડી અને દશેરા ટેકરી અને બસ ડેપો સહિતના આજુબાજુના વિસ્તારોમાં જોરદાર પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. આ વરસાદને કારણે માર્ગો પરથી પાણી વહેતા થઈ ગયા હતા અને વાહનચાલકોને પણ થોડીવાર માટે થંભી જવું પડ્યું હતું.


બફારાથી રાહત, પરંતુ હજુ મોટા વરસાદની રાહ

છેલ્લા ઘણા સમયથી નવસારીવાસીઓ અસહ્ય ગરમી અને ભેજવાળા વાતાવરણથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, ત્યારે આ પવન સાથે આવેલા વરસાદી ઝાપટાંએ લોકોને ગરમીમાંથી મોટી રાહત આપી છે. જોકે, આ માત્ર હળવા ઝાપટાં હોવાથી ધરતીપુત્રો અને શહેરીજનો હજુ પણ સાર્વત્રિક અને ધોધમાર વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે, જેથી વાવણીના કાર્યોને વેગ મળી શકે.



આ પણ વાંચો - Navsariનો યુવક આર્મેનિયામાં ફસાયો: રૂ.1 લાખના પગારની લાલચ આપી સુરતના એજન્ટે કર્યા હાથ અધ્ધર


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0