Navsari Cityમાં રીંગરોડ પર 15 ફૂટ ઉંડો ભૂવો પડતા સ્થાનિકો થયા હેરાન

રીંગરોડ ઉપર 15 ફૂટ ઉંડો ભૂવો પડયો ભૂવાને કારણે વાહન ચાલકોને હાલાકી સ્થાનિક લોકોએ જાતે જ બેરિકેટીંગ કર્યું નવસારી શહેરમાં રીંગરોડ પર 15 ફૂટ ઉંડો ભૂવો પડયો હતો,જેના કારણે સ્થાનિકો હેરાન થઈ ગયા છે,વરસાદ બાદ શહેરમાં નાના મોટા ભૂવા પડવાનું શરૂ થઈ ગયું છે.ભૂવો પડતો સ્થાનિકોએ જાતે બેરિકેટીંગ કર્યું છે.તંત્રને આ વાતની જાણ છે તેમ છત્તા કઈ સમારકામ હજી શરૂ કરાયું નથી.ત્યારે તંત્ર શું આખો રોડ બેસી જાય તેની રાહમાં છે ? નવસારી ભૂવા નગરી નવસારી શહેરમાં ભૂવા પડવાની સમસ્યા યથાવત છે ભારે વરસાદના પગલે શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો ચાલુ જ છે,રીંગરોડ પર એટલો મોટો ભૂવો પડયો કે તમે પણ જાણીને ચૌંકી ઉઠશો આ ભૂવો 15 ફૂટ ઉંડો છે,કોઈ ઘટના ના બને તેને લઈ સ્થાનિકોએ જાતે આ ભૂવાની આસપાસ બેરિકેટીંગ કર્યું હતુ.તંત્ર જલ્દીથી આ ભૂવાનું સમારકામ કરાવે તેવી સ્થાનિકોની માંગ છે. અઠવાડીયા અગાઉ નવસારી સ્ટેશન વિસ્તારમાં ભૂવો પડયો હતો એક અઠવાડીયા અગાઉ નવસારી સ્ટેશન વિસ્તારમાં પણ 10 ફૂટ ઉંડો ભૂવો પડયો હતો,સ્ટેશન વિસ્તાર અતિ વ્યસ્ત વિસ્તાર છે જયાં 24 કલાક વાહનોને અવર-જવર રહેતી હોય છે,ત્યારે નગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાન પર સવાલ ઉઠી રહ્યાં છે,પ્રિ-મોન્સૂન પ્લાનને લઈ ગ્રાન્ટ આવે છે તે કયા વપરાય છે તે એક સવાલ છે. નવસારી શહેરમાં પડયો છે ભારે વરસાદ નવસારી શહેરમાં ભારે વરસાદ વરસતા જન-જીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે ત્યારે શહેરમાં રોડ રસ્તાની હાલત પણ ખરાબ થઈ ગઈ છે,નવસારી શહેરમાં અમુક રોડ તો એવા થઈ ગયા છે કે જેનો ડામર ઉખડીને બહાર આવી ગયો છે,ત્યારે ભૂવા અને રોડ રસ્તાનું કામ નવસારી નગરપાલિકા જલ્દીથી કરે તેવી લોકમાંગ ઉઠી છે.  

Navsari Cityમાં રીંગરોડ પર 15 ફૂટ ઉંડો ભૂવો પડતા સ્થાનિકો થયા હેરાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રીંગરોડ ઉપર 15 ફૂટ ઉંડો ભૂવો પડયો
  • ભૂવાને કારણે વાહન ચાલકોને હાલાકી
  • સ્થાનિક લોકોએ જાતે જ બેરિકેટીંગ કર્યું

નવસારી શહેરમાં રીંગરોડ પર 15 ફૂટ ઉંડો ભૂવો પડયો હતો,જેના કારણે સ્થાનિકો હેરાન થઈ ગયા છે,વરસાદ બાદ શહેરમાં નાના મોટા ભૂવા પડવાનું શરૂ થઈ ગયું છે.ભૂવો પડતો સ્થાનિકોએ જાતે બેરિકેટીંગ કર્યું છે.તંત્રને આ વાતની જાણ છે તેમ છત્તા કઈ સમારકામ હજી શરૂ કરાયું નથી.ત્યારે તંત્ર શું આખો રોડ બેસી જાય તેની રાહમાં છે ?

નવસારી ભૂવા નગરી

નવસારી શહેરમાં ભૂવા પડવાની સમસ્યા યથાવત છે ભારે વરસાદના પગલે શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો ચાલુ જ છે,રીંગરોડ પર એટલો મોટો ભૂવો પડયો કે તમે પણ જાણીને ચૌંકી ઉઠશો આ ભૂવો 15 ફૂટ ઉંડો છે,કોઈ ઘટના ના બને તેને લઈ સ્થાનિકોએ જાતે આ ભૂવાની આસપાસ બેરિકેટીંગ કર્યું હતુ.તંત્ર જલ્દીથી આ ભૂવાનું સમારકામ કરાવે તેવી સ્થાનિકોની માંગ છે.

અઠવાડીયા અગાઉ નવસારી સ્ટેશન વિસ્તારમાં ભૂવો પડયો હતો

એક અઠવાડીયા અગાઉ નવસારી સ્ટેશન વિસ્તારમાં પણ 10 ફૂટ ઉંડો ભૂવો પડયો હતો,સ્ટેશન વિસ્તાર અતિ વ્યસ્ત વિસ્તાર છે જયાં 24 કલાક વાહનોને અવર-જવર રહેતી હોય છે,ત્યારે નગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાન પર સવાલ ઉઠી રહ્યાં છે,પ્રિ-મોન્સૂન પ્લાનને લઈ ગ્રાન્ટ આવે છે તે કયા વપરાય છે તે એક સવાલ છે.

નવસારી શહેરમાં પડયો છે ભારે વરસાદ

નવસારી શહેરમાં ભારે વરસાદ વરસતા જન-જીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે ત્યારે શહેરમાં રોડ રસ્તાની હાલત પણ ખરાબ થઈ ગઈ છે,નવસારી શહેરમાં અમુક રોડ તો એવા થઈ ગયા છે કે જેનો ડામર ઉખડીને બહાર આવી ગયો છે,ત્યારે ભૂવા અને રોડ રસ્તાનું કામ નવસારી નગરપાલિકા જલ્દીથી કરે તેવી લોકમાંગ ઉઠી છે.