Navratri 2026: રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું શક્તિપીઠ અંબાજી મંદિર, ચાચર ચોકમાં ગરબાની જામી રમઝટ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મા અંબાની આરાધનાના મહાપર્વ નવરાત્રિને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે દેશ-વિદેશના લાખો માઈભક્તોના આસ્થાના પ્રતિક સમાન પવિત્ર શક્તિપીઠ અંબાજી મંદિર પરિસરમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રિના પ્રારંભ પૂર્વે જ સમગ્ર અંબાજી મંદિર રંગબેરંગી અને આકર્ષક રોશનીથી ઝળહળી ઉઠ્યું છે, જે દર્શનાર્થીઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
ચાચર ચોકમાં રાસગરબા માટે વિશેષ સ્ટેજ અને આકર્ષક ડેકોરેશન
મા અંબાના પ્રખ્યાત ચાચર ચોક ખાતે નવરાત્રિ મહોત્સવને લઈને તંત્ર અને આયોજકો દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ચાચર ચોકમાં રાસગરબા માટે સુંદર સ્ટેજ બનાવવાની સાથે આકર્ષક ડેકોરેશન કરવામાં આવ્યું છે. સુંદર રોશની અને શણગારથી સજ્જ અંબાજી મંદિર પરિસરમાં પ્રવેશતા જ ભક્તો મંત્રમુગ્ધ થઈ જાય છે.

નવરાત્રિના સત્તાવાર પ્રારંભ પહેલાં જ અંબાજીમાં જામ્યો ગરબાનો રંગ
નવરાત્રિ આવતીકાલથી શરૂ થવાની છે, પરંતુ શક્તિપીઠ અંબાજીમાં આજથી જ ગરબાનો અનોખો રંગ જામી ગયો છે. મા અંબાના ચાચર ચોકમાં મોટી સંખ્યામાં પહોંચેલા શ્રદ્ધાળુઓ અને ભક્તો ઢોલના તાલે અને ભક્તિસંગીતના નાદ સાથે ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા. ડીજે કે લાઉડસ્પીકર વિના પણ માત્ર પરંપરાગત ઢોલના તાલે ભક્તોએ માતાજીના ચોકમાં ગરબાની જમાવટ કરી હતી.

'બોલ મારી અંબે જય જય અંબે'ના નાદ સાથે અંબાજી બન્યું સંપૂર્ણ ભક્તિમય
રંગબેરંગી રોશની, ચારેય તરફ ગુંજતા માતાજીના ગરબા અને ભક્તિના માહોલ વચ્ચે સમગ્ર અંબાજી નગરી ઉત્સવના રંગમાં રંગાઈ ગઈ છે. ચાચર ચોકમાં એકત્રિત થયેલા ભક્તો દ્વારા 'બોલ મારી અંબે જય જય અંબે' અને 'અંબે માત કી જય'ના ગગનભેદી નારા લગાવવામાં આવ્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયું છે. નવરાત્રિના આ પાવન અવસરે અંબાજીમાં દર્શન અને ગરબાનો લહાવો લેવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Navratri 2026: IV Drip લેતા પહેલા સાવધાન! HIV સુધીના જોખમો!
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

