Navli Navratri 2025: વિજાપુરની 145 વર્ષ જૂની બે માંડવીઓની પરંપરા, પાલખીયાત્રા રૂપે માં અંબા અને બહુચર એકબીજાને મળે છે

Oct 2, 2025 - 00:30
Navli Navratri 2025: વિજાપુરની 145 વર્ષ જૂની બે માંડવીઓની પરંપરા, પાલખીયાત્રા રૂપે માં અંબા અને બહુચર એકબીજાને મળે છે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આજના આધુનિક યુગમાં પારંપરિક ગરબા ભુલાઈ રહ્યાં છે. કોમર્શિયલ ગરબાનો ક્રેઝ વધ્યો છે પરંતુ હજી પણ પૌરાણિક ગરબા અને માતાજીની ભક્તિની પરંપરા અકબંધ છે. વિજાપુર શહેરમાં છેલ્લા 145 વર્ષથી ઉજવાતી કાશીપુરા અને વહેરાવાસણ વિસ્તારની નવરાત્રિમાં પણ જૂની પરંપરા યથાવત છે. નગરમાં જ્યારથી આ બંને માંડવીની શરુઆત થઈ છે ત્યારથી સતત નિરંતર માં બહુચર અને માં અંબા એકબીજાને પાલખીયાત્રા રૂપે મળે છે.

વિજાપુરની 145 વર્ષ જૂની બે માંડવીઓની પરંપરા

નવરાત્રિની છઠ્ઠના દિવસે વહેરાવાસણ લત્તામાંથી માં બહુચરની પાલખી યાત્રા વાજતે ગાજતે કાશીપુરા વિસ્તારમાં માં અંબાના ધામમાં જાય છે. જ્યારે સાતમના દિવસે કાશીપુરામાંથી માં અંબાની પાલખી યાત્રા વહેરાવાસણમાં માં બહુચરના ધામમાં આવે છે. આ દિવસોમાં બંને વિસ્તારના બ્રાહ્મણો પારંપરિક પોષાકમાં સજ્જ થઈને માતાજીને પાલખીમાં બેસાડીને નગરચર્યાએ લઈ જાય છે. પાલખી યાત્રા દરમિયાન માતાજીના ગરબા ગવાય છે. રસ્તા પર ગરબાની રમઝટ જોવા મળે છે. જ્યારે આ પાલખી યાત્રા પરત ફરે ત્યારે વહેરાવાસણ લત્તામાં રહેતા લોકોના ઘરે માતાજીની પધરામણી થાય છે.

145 વર્ષથી ચાલતી આ પરંપરા જળવાઈ હતી

આ વખતે પણ સતત 145 વર્ષથી ચાલતી આ પરંપરા જળવાઈ હતી. વિજાપુરના કાશીપુરામાં નવરાત્રિ મહોત્સવની શરૂઆત અમથારામ શુક્લ મહારાજે કરી હતી. જેને તેમના વારસાએ આજે પણ જીવંત રાખી છે. દશેરાના દિવસે કાશીપુરામાં માતાજીનો થાળ થાય છે. જેમાં 175થી વધુ સામગ્રીનો માતાજીનો ભોગ ધરાવાય છે. માતાજીના દર્શનનો લાભ લેવા અનેક લોકો આવે છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0