Narmada: કેવડીયા આદિવાસી મ્યુઝિયમમાં બે યુવાનોની હત્યા, રાજકારણ ગરમાયુ
આદિવાસી મ્યુઝિયમમાં બે આદિવાસી યુવાનોની હત્યાની ઘટનાને લઈને રાજકારણ ગરમાયુઆદિવાસી મૃતક પરિવારોને ન્યાય અને કસૂરવારોને કડક સજા થાય તેવી માગ આ કેસની ગુજરાત પોલીસ નહીં પણ સીબીઆઈ કરે એવી માગ કેવડીયા આદિવાસી મ્યુઝિયમમાં બે આદિવાસી યુવાનોની હત્યાની ઘટનાને લઈને રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસે સીબીઆઈ તપાસની માગ કરી અને પરિવારોના સભ્યને સરકારી નોકરી મળે તે અંગે માગ કરી રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને રજુઆત કરવાની વાત કરી હતી. 6 લોકોએ માર માર્યો અને બંને યુવાનોનું મોત થયુ કેવડીયા એકતા નગરમાં બની રહેલા આદિવાસી મ્યુઝિયમમાં બે આદિવાસી યુવાનોને બાંધકામનું કામ કરતી સત્યમ કન્ટ્રકશન કંપનીના સિક્યુરિટી અને સુપરવાઈઝર સહિતના 6 લોકોએ માર માર્યો અને જેના કારણે બંને યુવાનોનું મોત થયુ છે, ત્યારે આ યુવાનોના મોત પર રાજનીતિ જોરશોરથી થઈ રહી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી રાજનીતિ કરી રહી છે રાજકીય પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી રાજનીતિ કરી રહી છે. જોકે વિપક્ષનું કહેવું છે કે તેઓ રાજનીતિ નહીં પણ આદિવાસી મૃતક પરિવારોને ન્યાય અપાવવા અને કસૂરવારોને કડક સજા થાય અને પરિવારને સરકારી નોકરી, પાકુ ઘર મળે એ માટે અમે આ પરિવાર સાથે હોવાની વાત કરી રહ્યા છે. આ ઘટના અંગે રાષ્ટ્રપતિને રજૂઆત કરવામાં આવશે આજે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ આદિવાસી સમિતિના પ્રમુખ શિવાજીરાવ મોગે, કોંગ્રેસ ધારાસભ્ય ઓમકાર સિંહ ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા સાથે સ્થાનિક આગેવાનોએ કેવડિયા ગામના પીડિત પરિવાર અને ગભાણા ગામના પીડિત પરિવારની મુલાકાત લઈ તેમને સાંત્વના આપી હતી અને તેમના ન્યાય માટે રાષ્ટ્રપતિને રજુઆત કરશે અને આ ઘટનાને વખોડી કાઢી હતી. આ સાથે એક પ્રેસ કોન્ફરન્સ કરીને પરિવારને હજુ આર્થિક સહાય મળે, નવું મકાન મળે અને પરિવારના સભ્યોને સરકારી નોકરી મળે એવી માગ કરી કસૂરવારોને ફાંસીની સજા થાય તેવી માગ કરાશે અને આ કેસની ગુજરાત પોલીસ નહીં પણ સીબીઆઈ તપાસ કરે એવી માગ કરી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- આદિવાસી મ્યુઝિયમમાં બે આદિવાસી યુવાનોની હત્યાની ઘટનાને લઈને રાજકારણ ગરમાયુ
- આદિવાસી મૃતક પરિવારોને ન્યાય અને કસૂરવારોને કડક સજા થાય તેવી માગ
- આ કેસની ગુજરાત પોલીસ નહીં પણ સીબીઆઈ કરે એવી માગ
કેવડીયા આદિવાસી મ્યુઝિયમમાં બે આદિવાસી યુવાનોની હત્યાની ઘટનાને લઈને રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસે સીબીઆઈ તપાસની માગ કરી અને પરિવારોના સભ્યને સરકારી નોકરી મળે તે અંગે માગ કરી રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને રજુઆત કરવાની વાત કરી હતી.
6 લોકોએ માર માર્યો અને બંને યુવાનોનું મોત થયુ
કેવડીયા એકતા નગરમાં બની રહેલા આદિવાસી મ્યુઝિયમમાં બે આદિવાસી યુવાનોને બાંધકામનું કામ કરતી સત્યમ કન્ટ્રકશન કંપનીના સિક્યુરિટી અને સુપરવાઈઝર સહિતના 6 લોકોએ માર માર્યો અને જેના કારણે બંને યુવાનોનું મોત થયુ છે, ત્યારે આ યુવાનોના મોત પર રાજનીતિ જોરશોરથી થઈ રહી છે.
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી રાજનીતિ કરી રહી છે
રાજકીય પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી રાજનીતિ કરી રહી છે. જોકે વિપક્ષનું કહેવું છે કે તેઓ રાજનીતિ નહીં પણ આદિવાસી મૃતક પરિવારોને ન્યાય અપાવવા અને કસૂરવારોને કડક સજા થાય અને પરિવારને સરકારી નોકરી, પાકુ ઘર મળે એ માટે અમે આ પરિવાર સાથે હોવાની વાત કરી રહ્યા છે.
આ ઘટના અંગે રાષ્ટ્રપતિને રજૂઆત કરવામાં આવશે
આજે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ આદિવાસી સમિતિના પ્રમુખ શિવાજીરાવ મોગે, કોંગ્રેસ ધારાસભ્ય ઓમકાર સિંહ ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા સાથે સ્થાનિક આગેવાનોએ કેવડિયા ગામના પીડિત પરિવાર અને ગભાણા ગામના પીડિત પરિવારની મુલાકાત લઈ તેમને સાંત્વના આપી હતી અને તેમના ન્યાય માટે રાષ્ટ્રપતિને રજુઆત કરશે અને આ ઘટનાને વખોડી કાઢી હતી. આ સાથે એક પ્રેસ કોન્ફરન્સ કરીને પરિવારને હજુ આર્થિક સહાય મળે, નવું મકાન મળે અને પરિવારના સભ્યોને સરકારી નોકરી મળે એવી માગ કરી કસૂરવારોને ફાંસીની સજા થાય તેવી માગ કરાશે અને આ કેસની ગુજરાત પોલીસ નહીં પણ સીબીઆઈ તપાસ કરે એવી માગ કરી હતી.