Narmada News: જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા SOUની મુલાકાતે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા હતાં. પહેલીવાર બિન-ભાજપ રાજ્યના મુખ્યમંત્રીએ સરદાર પટેલની પ્રતિમાની મુલાકાત લીધી હતી. ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે, નર્મદા ડેમના કારણે રણમાં પાણી પહોંચ્યું છે.જમ્મુ-કાશ્મીરમાં અમે આવું ન કરી શક્યા. સરદાર પટેલને લોખંડી પુરુષ કહેવાય છે. સરદાર પટેલને આ જ સાચી શ્રદ્ધાંજલિ છે.
નર્મદા ડેમના કારણે રણમાં પાણી પહોંચ્યું છે
ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી આટલું શાનદાર હશે તેનો મને અહેસાસ ન હતો. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, નવા ભારતની આ એક મોટી ઓળખ છે. નર્મદા ડેમના કારણે પાણી જ્યાં રણ હતું ત્યાં સુધી પાણી પહોંચાડી શકાયું છે.લોકોની જિંદગી આ બધી વસ્તુઓથી બદલતી હોય છે. અમારી બદ કિસ્મત કે જમ્મુ કાશ્મીરમાં એ રહી કે અમે આવા પ્રોજેક્ટ કોઈ દિવસ શરૂ કરી શક્યા નથી.
What's Your Reaction?






