Nadiad: માતરના મહેલજ ગામે દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભામાં મારામારી

Jul 21, 2025 - 04:30
Nadiad: માતરના મહેલજ ગામે દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભામાં મારામારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

માતર તાલુકાના મહેલજ ગામે દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભામાં મારામારીનો બનાવ બનવા પામ્યો હતો. સભામાં હાજર સભાસદોએ એક વ્યક્તિનું પ્રમુખ તરીકે નામ જાહેર કરતાંની સાથે જ કેટલાક ઈસમોએ તેનો વિરોધ કરી પ્રમુખને લાકડાના પાટીયાથી તથા ગડદાપાટુનો માર મારતા તેમને હોસ્પિટલ સારવાર માટે ખસેડવા પડ્યા હતા.

માતર તાલુકાના મહેલજમાં રહેતા ઈમરાનખાન નબીખાન પઠાણે આ મામલે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે તેઓ મહેલજ ગામની દૂધ મંડળીમાં સભાસદ અને સભ્ય છે. ગત તા.19મી જુલાઈ 2025ના રોજ મહેલજ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા હતી. ઉપરના માળે મિટીંગ ચાલતી હતી દરમિયાન જેમાં હાજર સભાસદોએ ઠરાવબુકમાં ઈમરાનખાનને પ્રમુખ તરીકે નિમણુંક કર્યા હતા. તેમાં સહી કરવાની બાકી હતી દરમિયાન અમનઉલ્લા બસીરમીયાં મલેક, ઈમરાન નજુમીયાં મલેક ગમે તેમ બોલી, શેર જીવામીયાં મલેકે તેમના બરડામાં લાકડાનું પાટીયું વિંઝી દેતા તેઓ નીચે પછડાયા હતા. જે બાદ નાસીર બસીરમીયાં મલેક, અલાઉદ્દીન રસુલમીયાં મલેક, ફીરોજ ઉમરાનખાન મલેક તથા સલીમ છોટામીયાં મલેક પણ ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. અને તને પ્રમુખ બનવાનો બહુ શોખ છે, તુ પ્રમુખ બન, તને જીવતો છોડીશું નહીંની ધમકી આપી ત્યાંથી જતા રહ્યા હતા. આ મામલે ઈમરાનખાને સાતેય ઈસમો વિરુદ્ધ માતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0