Nadiad: નડિયાદ - કપડવંજ - મોડાસા રેલવેને પુનઃ ચાલુ કરવા માગ

Apr 3, 2026 - 06:00
Nadiad: નડિયાદ - કપડવંજ - મોડાસા રેલવેને પુનઃ ચાલુ કરવા માગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કપડવંજનાં ઘણાં જાગૃત નાગરિકોએ નડીયાદ-કપડવંજ-મોડાસા રેલ્વે લાઈનને લંબાવી દિલ્હી સુધી ચાલુ કરાવવા માટે ભુતકાળમાં વારંવાર રજુઆતો કરેલી છે. કપડવંજમા કાકાના ખમણ-કાકાના ખમણ માઇક પર બોલીને સાયકલથી 80 વર્ષની નજીકની ઉંમરના ખમણ વેચતા અને સંઘર્ષકારી કાકાના હુલામણા નામથી ઓળખાતા મહેશભાઈ રમેશચંદ્ર ત્રિવેદી જે મહંમદમુરાદના ખાંચામાં કપડવંજ ખાતે રહેતા તેઓએ ભલભલા નેતાઓને શરમમાં નાખી દીધા છે. કપડવંજ સહિત અનેક લોકોના વિકાસ માટે બિલકુલ નિઃસ્વાર્થ ભાવે સમાજસેવી નગરજનોના હિત માટે રમેશચંદ્ર ત્રિવેદી આગળ આવ્યા છે. જ્યારે કપડવંજના ફોટો સેશનમાં અડીખમ ગોઠવાઈ જતા પાવરધા રાજકીય આગેવાનોને શરમજનક સ્થિતિમાં મુકી દીધા છે, કારણ કે નડીયાદથી કપડવંજ અને કપડવંજથી દિલ્હી વાયા ટીંટોઇ સુધી રેલવે લાઈન શરૂ કરવા કપડવંજના હિતમાં વડોદરા રેલ્વે વિભાગની કચેરીએ જઈને ધમધમતા તાપમાં ઉપવાસ આંદોલનની આજથી શરૂઆત કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0