MP Parimal Nathwaniએ સિંહોના થતા આકસ્મિક મૃત્યુને લઈ વ્યકત કરી ચિંતા,જુઓ Video

સિંહોના મૃત્યુ અટકાવવા પ્લાનિંગ જરૂરી : પરિમલ નથવાણી રેલવે લાઈન પર બાઉન્ડ્રી કરવાની પરમિશન માંગી : પરિમલ નથવાણી ટ્રેન માટે 30ની સ્પીડ છે પણ બાઉન્ડ્રી બને તેવો પ્રયાસ : પરિમલ નથવાણી રાજયસભાના સાંસદ પરિમલ નથવાણીએ આજે કોલ ઓફ ધ ગીર નામના પુસ્તકને આજે પ્રસ્તુત કર્યુ હતુ,સાથે સાથે તેમણે ગીરના સિંહોની ચિંતા વ્યકત કરતા જણાવ્યું હતું કે,સિંહના ટ્રેક પર થતાં મોતની સંખ્યા અટકાવી શકાય સાથે સાથે વાઘની જેમ સિંહનું સંરક્ષણ નથી થતું સિંહો સહિતના એનિમલ માટે હોસ્પિટલમાં વ્યવસ્થા કરવી જોઈએ. સિંહોના હેલ્થને ધ્યાને રાખી વેક્સિનેશન કરવું : પરિમલ નથવાણી પરિમલ નથવાણીએ વધુમાં કહ્યું કે,નવી સેન્ચ્યુરી બનાવી સિંહ માટે વ્યવસ્થા કરવી જોઇએ,નીલ ગાય જંગલમાં હોય તો સિંહને સારો ખોરાક મળે કેશોદને એરપોર્ટ તરીકે વિકાસ કરી સંખ્યા વધારી શકાય,ગીર જોવા આવવાના લોકોની સંખ્યા વધારી શકાય,ફોરેનર આવી શકે તે માટે યોગ્ય હોટલ હોવી જોઈએ.સિંહોના થતા આકસ્મિક મૃત્યુ પર પરિમલ નથવાણીનું નિવેદન સિંહોના મૃત્યુ અટકવવા પ્લાનિંગ કર્યા છે,અભ્યારણના માર્ગો પર નિકળતી રેલવે લાઈન પર બાઉન્ડરી કરવાની પરમિશન માંગી છે સાથે સાથે સિંહો સહિતના એનિમલ માટે હોસ્પિટલમાં વ્યવસ્થા કરાઈ છે,સિંહોના વેકસિનેશનને પરિમલ નથવાણીએ આપ્યું છે સમર્થન,નીલ ગાય જંગલમા હોય તો સિહને સારો ખોરાક મળી રહે છે,કેશોદને એરપોર્ટ તરીકે વિકાસ કરી શકાય અને ગીર જોવા આવવાના લોકોની સંખ્યા વધારી શકાય.વાઘની જેમ સિંહનું સંરક્ષણ નથી થતું.આ પુસ્તક વાંચવા જેવું છે રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણીએ ગુજરાતમાં ગીરના એશિયાટિક સિંહો પર પોતાનું બીજું કોકી-ટેબલ પુસ્તક 'કૉલ ઑફ ધ ગીર' પ્રસ્તુત કર્યું છે. ગત 31મી જુલાઈ, 2024ના રોજ તેમણે આ પુસ્તકની પ્રથમ નકલ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ આપી હતી. અગાઉ 2017માં, નથવાણી લિખિત 'ગીર લાયન પ્રાઈડ ઓફ ગુજરાત'નું ટાઈમ્સ ગ્રુપ બુક્સે (ટીજીબી) પ્રકાશન કર્યું હતું. સિંહને લઈ કરી પુસ્તકમાં અલગ અલગ વાતો અગાઉના પુસ્તકથી અલગ, આ વખતે 'કૉલ ઑફ ધ ગીર'માં લખાણનું પ્રમાણ ઓછું છે અને તસવીરો વધુ છે. તેમાં ઝાડ પર ચઢતા સિંહો, ખનિજના ટુકડાને ચાટતાં, એકબીજા સાથે તકરાર અને વ્હાલ કરતાં, રમતાં-કૂદતાં બચ્ચાં. શિકારની મિજબાની કરી રહેલા સિંહ કુટુંબ વગેરે સહિત સિંહની કેટલીક દુર્લભ તસવીરો સામેલ છે. આ સાથે, આ પુસ્તકમાં ગીરની વનસ્પતિ અને જીવસૃષ્ટિની અલભ્યતા અને વિવિધતાને પણ ખૂબીપુર્વક કંડારાઈ છે. ગીરમાં એકંદર જીવન. વૃક્ષો, ઝરણાં તેમજ તેની સમૃદ્ધ વન્ય જીવસૃષ્ટિ તેમજ સમગ્ર ગીર પ્રત્યે શ્રી નથવાણીના અનહદ પ્રેમને આ પુસ્તકના લખાણો અને તસવીરો પ્રતિબિંબિત કરે છે. ગીર માટેનો અનહદ પ્રેમ આ નવું પુસ્તક વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી તથા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર અનંત અંબાણીનો સંદેશો પણ ધરાવે છે. આ કોફી-ટેબલ પુસ્તકનું પ્રકાશન જાણીતા આંતરરાષ્ટ્રીય પ્રકાશક ક્વિગનોગે કર્યું છે.આ પુસ્તક 'કૉલ ઑફ ધ ગીર'ના લેખક નથવાણીએ પોતાની નોંધમાં જણાવ્યું છે કે, ગીરની દરેક મુલાકાત તેમનામાં નવું જોમ ભરવાની સાથે નવી પ્રેરણા આપનારી રહી છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, આ પુસ્તકને જોયા બાદ, દરેકની અંદર ગીર માટેનો અનહદ પ્રેમ ઉજાગર થશે. અનંત અંબાણીનો આભાર વ્યકત કર્યો તેમણે વનતારા પ્રોજેક્ટના આર્ષદૃષ્ટા અનંત અંબાણી પ્રત્યે પણ આભાર પ્રગટ કર્યો હતો. અનંત અંબાણીએ 'આ માસ્ટરપીસ બદલ પરિમલ એકલને અભિનંદન પાઠવતા પોતાના સંદેશામાં કહ્યું હતું કે, 'જ્યાં વન્યજીવસૃષ્ટિ ઝડપથી અલોપ થઈ રહી છે તેવી આ દુનિયામાં આ પુસ્તક દરેકને એ વાતની યાદ અપાવનારું છે કે આપણા કુદરતી વારસાનું જતન કરીને તેને ખીલવવી એ આપણા સહુની જવાબદારી છે.હું પોતે છેલ્લા 30 વર્ષથી ગીરની મુલાકાત લઈ રહ્યો છું. મારી પાસે આટલા વર્ષોમાં ગીરના એશિયાટિક સિંહોની લીધેલી અસંખ્ય તસવીરોનું કલેક્શન છે. આ નવું પુસ્તક ગીરના સિંહોની કેટલીક શ્રેષ્ઠતમ તસવીરોને દર્શાવનારું છે. તેનાથી માત્ર સિંહપ્રેમીઓને જ નહીં, પરંતુ વિશ્વભરના વન્યજીવસૃષ્ટિ ચાહકોને પ્રેરણા અને મદદ મળશે. અનોખું અને અતુલ્ય સર્જન છે વડાપ્રધાનનરેન્દ્ર મોદીની તેમના મહત્ત્વાકાંક્ષી 'પ્રોજેક્ટ લાયન' બદલ પ્રશંસા કરતા તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારના સંવર્ધન તેમજ રક્ષણના પ્રયાસોને કારણે સિંહોની વસતિમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. આજે, રાજ્યના આઠથી વધુ જિલ્લામાં સિંહોની ઉપસ્થિતિ જણાય છે અને પોરબંદર જિલ્લાના બરડા ખાતે તેમના માટે એક નવી વસાહત વિકસાવાઈ રહી છે.નથવાણી સોશિયલ મીડિયા ઉપર પણ ગીર અને સિંહો વિશેના સંદેશા, તસવીરો અને વીડિયો સાથે સતત એક્ટિવ રહ્યા છે. ત્યારે આ પુસ્તક 'કૉલ ઑફ ધ ગીર' એ કુદરતપ્રેમીઓ તથા વન્યજીવસૃષ્ટિના ચાહકો માટે એક અનોખું અને અતુલ્ય સર્જન છે.

MP Parimal Nathwaniએ સિંહોના થતા આકસ્મિક મૃત્યુને લઈ વ્યકત કરી ચિંતા,જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સિંહોના મૃત્યુ અટકાવવા પ્લાનિંગ જરૂરી : પરિમલ નથવાણી
  • રેલવે લાઈન પર બાઉન્ડ્રી કરવાની પરમિશન માંગી : પરિમલ નથવાણી
  • ટ્રેન માટે 30ની સ્પીડ છે પણ બાઉન્ડ્રી બને તેવો પ્રયાસ : પરિમલ નથવાણી

રાજયસભાના સાંસદ પરિમલ નથવાણીએ આજે કોલ ઓફ ધ ગીર નામના પુસ્તકને આજે પ્રસ્તુત કર્યુ હતુ,સાથે સાથે તેમણે ગીરના સિંહોની ચિંતા વ્યકત કરતા જણાવ્યું હતું કે,સિંહના ટ્રેક પર થતાં મોતની સંખ્યા અટકાવી શકાય સાથે સાથે વાઘની જેમ સિંહનું સંરક્ષણ નથી થતું સિંહો સહિતના એનિમલ માટે હોસ્પિટલમાં વ્યવસ્થા કરવી જોઈએ.

સિંહોના હેલ્થને ધ્યાને રાખી વેક્સિનેશન કરવું : પરિમલ નથવાણી

પરિમલ નથવાણીએ વધુમાં કહ્યું કે,નવી સેન્ચ્યુરી બનાવી સિંહ માટે વ્યવસ્થા કરવી જોઇએ,નીલ ગાય જંગલમાં હોય તો સિંહને સારો ખોરાક મળે કેશોદને એરપોર્ટ તરીકે વિકાસ કરી સંખ્યા વધારી શકાય,ગીર જોવા આવવાના લોકોની સંખ્યા વધારી શકાય,ફોરેનર આવી શકે તે માટે યોગ્ય હોટલ હોવી જોઈએ.

સિંહોના થતા આકસ્મિક મૃત્યુ પર પરિમલ નથવાણીનું નિવેદન

સિંહોના મૃત્યુ અટકવવા પ્લાનિંગ કર્યા છે,અભ્યારણના માર્ગો પર નિકળતી રેલવે લાઈન પર બાઉન્ડરી કરવાની પરમિશન માંગી છે સાથે સાથે સિંહો સહિતના એનિમલ માટે હોસ્પિટલમાં વ્યવસ્થા કરાઈ છે,સિંહોના વેકસિનેશનને પરિમલ નથવાણીએ આપ્યું છે સમર્થન,નીલ ગાય જંગલમા હોય તો સિહને સારો ખોરાક મળી રહે છે,કેશોદને એરપોર્ટ તરીકે વિકાસ કરી શકાય અને ગીર જોવા આવવાના લોકોની સંખ્યા વધારી શકાય.વાઘની જેમ સિંહનું સંરક્ષણ નથી થતું.

આ પુસ્તક વાંચવા જેવું છે

રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણીએ ગુજરાતમાં ગીરના એશિયાટિક સિંહો પર પોતાનું બીજું કોકી-ટેબલ પુસ્તક 'કૉલ ઑફ ધ ગીર' પ્રસ્તુત કર્યું છે. ગત 31મી જુલાઈ, 2024ના રોજ તેમણે આ પુસ્તકની પ્રથમ નકલ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ આપી હતી. અગાઉ 2017માં, નથવાણી લિખિત 'ગીર લાયન પ્રાઈડ ઓફ ગુજરાત'નું ટાઈમ્સ ગ્રુપ બુક્સે (ટીજીબી) પ્રકાશન કર્યું હતું.

સિંહને લઈ કરી પુસ્તકમાં અલગ અલગ વાતો

અગાઉના પુસ્તકથી અલગ, આ વખતે 'કૉલ ઑફ ધ ગીર'માં લખાણનું પ્રમાણ ઓછું છે અને તસવીરો વધુ છે. તેમાં ઝાડ પર ચઢતા સિંહો, ખનિજના ટુકડાને ચાટતાં, એકબીજા સાથે તકરાર અને વ્હાલ કરતાં, રમતાં-કૂદતાં બચ્ચાં. શિકારની મિજબાની કરી રહેલા સિંહ કુટુંબ વગેરે સહિત સિંહની કેટલીક દુર્લભ તસવીરો સામેલ છે. આ સાથે, આ પુસ્તકમાં ગીરની વનસ્પતિ અને જીવસૃષ્ટિની અલભ્યતા અને વિવિધતાને પણ ખૂબીપુર્વક કંડારાઈ છે. ગીરમાં એકંદર જીવન. વૃક્ષો, ઝરણાં તેમજ તેની સમૃદ્ધ વન્ય જીવસૃષ્ટિ તેમજ સમગ્ર ગીર પ્રત્યે શ્રી નથવાણીના અનહદ પ્રેમને આ પુસ્તકના લખાણો અને તસવીરો પ્રતિબિંબિત કરે છે.

ગીર માટેનો અનહદ પ્રેમ

આ નવું પુસ્તક વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી તથા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર અનંત અંબાણીનો સંદેશો પણ ધરાવે છે. આ કોફી-ટેબલ પુસ્તકનું પ્રકાશન જાણીતા આંતરરાષ્ટ્રીય પ્રકાશક ક્વિગનોગે કર્યું છે.આ પુસ્તક 'કૉલ ઑફ ધ ગીર'ના લેખક નથવાણીએ પોતાની નોંધમાં જણાવ્યું છે કે, ગીરની દરેક મુલાકાત તેમનામાં નવું જોમ ભરવાની સાથે નવી પ્રેરણા આપનારી રહી છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, આ પુસ્તકને જોયા બાદ, દરેકની અંદર ગીર માટેનો અનહદ પ્રેમ ઉજાગર થશે.

અનંત અંબાણીનો આભાર વ્યકત કર્યો

તેમણે વનતારા પ્રોજેક્ટના આર્ષદૃષ્ટા અનંત અંબાણી પ્રત્યે પણ આભાર પ્રગટ કર્યો હતો. અનંત અંબાણીએ 'આ માસ્ટરપીસ બદલ પરિમલ એકલને અભિનંદન પાઠવતા પોતાના સંદેશામાં કહ્યું હતું કે, 'જ્યાં વન્યજીવસૃષ્ટિ ઝડપથી અલોપ થઈ રહી છે તેવી આ દુનિયામાં આ પુસ્તક દરેકને એ વાતની યાદ અપાવનારું છે કે આપણા કુદરતી વારસાનું જતન કરીને તેને ખીલવવી એ આપણા સહુની જવાબદારી છે.હું પોતે છેલ્લા 30 વર્ષથી ગીરની મુલાકાત લઈ રહ્યો છું. મારી પાસે આટલા વર્ષોમાં ગીરના એશિયાટિક સિંહોની લીધેલી અસંખ્ય તસવીરોનું કલેક્શન છે. આ નવું પુસ્તક ગીરના સિંહોની કેટલીક શ્રેષ્ઠતમ તસવીરોને દર્શાવનારું છે. તેનાથી માત્ર સિંહપ્રેમીઓને જ નહીં, પરંતુ વિશ્વભરના વન્યજીવસૃષ્ટિ ચાહકોને પ્રેરણા અને મદદ મળશે.

અનોખું અને અતુલ્ય સર્જન છે

વડાપ્રધાનનરેન્દ્ર મોદીની તેમના મહત્ત્વાકાંક્ષી 'પ્રોજેક્ટ લાયન' બદલ પ્રશંસા કરતા તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારના સંવર્ધન તેમજ રક્ષણના પ્રયાસોને કારણે સિંહોની વસતિમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. આજે, રાજ્યના આઠથી વધુ જિલ્લામાં સિંહોની ઉપસ્થિતિ જણાય છે અને પોરબંદર જિલ્લાના બરડા ખાતે તેમના માટે એક નવી વસાહત વિકસાવાઈ રહી છે.નથવાણી સોશિયલ મીડિયા ઉપર પણ ગીર અને સિંહો વિશેના સંદેશા, તસવીરો અને વીડિયો સાથે સતત એક્ટિવ રહ્યા છે. ત્યારે આ પુસ્તક 'કૉલ ઑફ ધ ગીર' એ કુદરતપ્રેમીઓ તથા વન્યજીવસૃષ્ટિના ચાહકો માટે એક અનોખું અને અતુલ્ય સર્જન છે.