Morbi: હળવદના ચિત્રોડીમાં એરંડાના પાકની આડમાં ગાંજાની ખેતી ઝડપાઈ; 16.57 લાખના લીલા છોડ સાથે 'રોકો' પકડાયો!

Nov 3, 2026 - 08:30
Morbi: હળવદના ચિત્રોડીમાં એરંડાના પાકની આડમાં ગાંજાની ખેતી ઝડપાઈ; 16.57 લાખના લીલા છોડ સાથે 'રોકો' પકડાયો!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મોરબી જિલ્લામાં નશાના કાળા કારોબાર સામે પોલીસે લાલ આંખ કરી છે ત્યારે હળવદ તાલુકાના ચિત્રોડી ગામેથી ખેતીની આડમાં ચાલતું મોટું નશાનું નેટવર્ક ઝડપાયું છે. ખેતરમાં સામાન્ય પાકની જેમ એરંડા (દિવેલા)નું વાવેતર કરીને તેની આડમાં છૂપી રીતે માદક પદાર્થ ગાંજાની ખેતી કરવામાં આવી રહી હોવાનો મોરબી એન્ટી નાર્કોટિક્સ વિંગે પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડો પાડી ખેતરમાંથી લીલાછમ ગાંજાના 364 નંગ છોડ સહિત કુલ 33.050 કિલોગ્રામ જથ્થો કબ્જે કર્યો છે, જેની બજાર કિંમત રૂપિયા 16.57 લાખ આંકવામાં આવી છે. આ ગેરકાયદેસર ખેતી કરનાર આરોપી વિપુલ ઉર્ફે રોકો ધીરુભાઈની સ્થળ પરથી જ ધરપકડ કરી હળવદ પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવી છે.

એરંડાના પાક વચ્ચે છૂપાવ્યા હતા ગાંજાના છોડ

 મોરબી એન્ટી નાર્કોટિક્સ વિંગને ગુપ્ત બાતમી મળી હતી કે ચિત્રોડી ગામની સીમમાં આવેલા ખેતરમાં એરંડાના મોટા છોડની વચ્ચે છૂપી રીતે નશાકારક ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે.પોલીસે ખેતરમાં તપાસ કરતાં એરંડાના પાકની વચ્ચે વ્યવસ્થિત રીતે ઉગાડવામાં આવેલા લીલા ગાંજાના નાના-મોટા ૩૬૪ જેટલા છોડ મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા તમામ 364 છોડનું કુલ વજન 33 કિલો 50 ગ્રામ (33.050 kg) થયું હતું, જેની અંદાજિત કિંમત ₹16,57,000 જેટલી થાય છે.ખેતરમાં ગેરકાયદે વાવેતર કરનાર સ્થાનિક શખ્સ વિપુલ ઉર્ફે રોકો ધીરુભાઈને પોલીસે કસ્ટડીમાં લઈ લીધો છે.

હળવદ પોલીસ મથકે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ

એન્ટી નાર્કોટિક્સ વિંગ દ્વારા સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિપુલ ઉર્ફે રોકો સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની વિવિધ કલમો હેઠળ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.આરોપી આ ગાંજાનું બિયારણ ક્યાંથી લાવ્યો હતો, અગાઉ પણ આવું વાવેતર કર્યું હતું કે કેમ, અને આ જથ્થો તૈયાર થયા બાદ સૌરાષ્ટ્રના કયા કયા પેડલરોને સપ્લાય કરવાનો હતો તે તમામ દિશામાં પોલીસે રિમાન્ડ મેળવી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: Ahmedabad: મેગ્નેટ કોર્પોરેટ પાર્કમાં ભીષણ આગ, જીવ બચાવવા કર્મચારીઓએ બીજા માળેથી લગાવી છલાંગ, Video


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0