Morbi News : મોરબીના હળવદમાં "ભૂવા"નો પર્દાશ વિજ્ઞાન જાથાએ કર્યો, માતાજીનો પાટ નાખી લોકોના દુઃખ દૂર કરવાનું કરતો હતો નાટક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મોરબીના હળવદમાં વિજ્ઞાન જાથાએ માતાજીનાં ભુવાનો પર્દાફાશ કરી પોલીસ મથકે અરજી દાખલ કરી છે, શહેરમાં ધાંગધ્રા દરવાજા પાસે ફિરોઝ સંધી છેલ્લા 10 વર્ષોથી કરતો હતો દોરા ધાગા અને માતાજીનો પાટ નાખી દાણા જોઈને લોકોના દુઃખ દર્દ દુર કરવાનો કર્યો પર્દાફાશ, વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અને તેની ટીમે કર્યો પર્દાફાશ અને હળવદ પોલીસ સાથે રાખીને વિજ્ઞાન જાથાની ટીમે ભુવા વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. હળવદ પોલીસ મથકે ભુવો ધતિંગ કરી ભ્રમ ફેલાવતો હોવાની અરજી દાખલ કરાઈ છે.
મોરબી જિલ્લામાં ભૂવાનો પર્દાફાશ
મોરબીના હળવદમાં માતાજીના ભુવા તરીકે જાહેરમાં ધુણતા ભુવાના ત્યાં વિજ્ઞાન જાથા અને તેમની ટીમે પર્દાફાશ કર્યો છે, ભુવો લોકોને દાણા પણ આપતો હતો અને તમારૂ કામ થઈ જશે તેવું કહેતો હતો, તો આ ધતિંગ વિજ્ઞાન જાથાએ ખુલ્લા પાડી દીધા છે, જાહેરમાં ધુણતો હોય ભુવો તેવા વીડિયો પણ વાયરલ થયા છે, ફિરોઝ સિંધી આ ભુવાનું નામ છે અને લોકોને બાધા પણ આપતો હતો, તો બાધા પતી જાય અને બાધા પૂરી કરવા આવજો તેમ કહી ધતિંગ કરતો હતો.
ભૂવો અંધશ્રધ્ધા ફેલાવવાનું કામ કરતો હતો
તો આ ભૂવો લોકોના દુખ દૂર કરવાના બહાને અંધશ્રધ્ધા ફેલાવવાનું કામ કરતો હતો. ફિરોઝ સિંધીએ મઢની પણ સ્થાપના કરી હતી, તો ભુવાએ એક પરિવારને દીકરી આપીશ અને દીકરો આપીશ તેવી વાતની બાધા રખાવી હતી તે બાધા પણ ફળી નથી અને પરિવારમાં ગુસ્સો જોવા મળ્યો હતો, વિજ્ઞાન જાથા એક સંસ્થા છે અને તે ખોટા ભૂવાને બહાર લાવવાનું કામ કરે છે. ફિરોઝ સંધિએ 'હું માતાજીમાં માનું છું, પાઠ કરું છું અને લોકો શ્રદ્ધાથી આવે છે, હું કોઈને ના પાડીશ નહીં' તેમ કહીને સહકાર આપવાનો ઇનકાર કર્યો હતો.
What's Your Reaction?






