Morbiના પીપળીયામાં ભેળસેળિયું 2500 લીટર પેટ્રોલ, ટેન્કર, બે ટ્રક સાથે બેની ધરપકડ

મોરબીના પીપળીયામાં ભેળસેળિયું પેટ્રોલના કૌભાંડનો પર્દાફાશ થયો છે. બાતમીના આધારે LCBએ રાધેક્રિષ્ના હોટલની પાછળ પેટ્રોલનો જથ્થો ઝડપાયો છે.  LCBએ રેડ પાડીને 2500 લીટર પેટ્રોલ, ટેન્કર, બે ટ્રક સહિત 72.25 લાખનો મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરી છે.  મોરબીમાં અનઅધિકૃત પેટ્રોલિયમ પ્રવાહીનું કૌભાંડ ઝડપાયું છે. પીપળીયા ચાર રસ્તા નજીક રાધે ક્રિષ્ના હોટલની પાછળ ડેલામાં ભેળસેળ પેટ્રોલિયમ જથ્થો ઝડપાયો છે. મોરબી એલસીબી એ બાતમીના આધારે દરોડો પાડી 72.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 2500 લીટર પેટ્રોલિયમ પ્રવાહી, નાનું ટેન્કર, બે ટ્રક અને ઈલેક્ટ્રીક ફ્યુલ પંપ સાથે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.આરોપી ધર્મેશભાઈ ઉર્ફે હકાભાઇ ચાવડા ગેરકાયદેસર રીતે પેટ્રોલનો જથ્થો ટ્રકમાં ભરી આપતા હોવાનું સામે આવ્યું છે. LCBએ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.પેટ્રોલની ગુણવત્તાને લઈને હંમેશા સતર્ક હવે દેશના દરેક શહેરમાં પેટ્રોલ પંપની સંખ્યા વધી ગઈ છે. ઘણી વખત એક કિલોમીટરની ત્રિજ્યામાં 3 થી 4 પેટ્રોલ પંપ જોવા મળે છે. ઘણા પેટ્રોલ પંપ પર કિંમતોમાં થોડો તફાવત હોય છે. આવી સ્થિતિમાં પેટ્રોલની ગુણવત્તાને લઈને પણ મનમાં સવાલો ઉઠી રહ્યા છે. ઘણી વખત ભેળસેળયુક્ત પેટ્રોલના સમાચાર પણ સામે આવે છે. આવી સ્થિતિમાં પેટ્રોલની ગુણવત્તાને લઈને હંમેશા સતર્ક રહેવું જોઈએ. જો તમે ઇચ્છો તો, તમે સેકન્ડોમાં પેટ્રોલની ગુણવત્તા શોધી શકો છો.આપણા વાહન માટે પેટ્રોલની યોગ્ય ગુણવત્તા હોવી ખૂબ જ જરૂરી છે, કારણ કે પેટ્રોલમાં ભેળસેળ હોય છે અને તેને સતત વાહનમાં નાખો છો, તો તેના એન્જિન અથવા અન્ય ભાગોમાં સમસ્યા આવી શકે છે. આ ભૂલ તમારા ખિસ્સા પર પણ ભારે પડી શકે છે. આવી સ્થિતિમાં હંમેશા ભરોસાપાત્ર પંપથી જ પેટ્રોલ ભરો. ફિલ્ટર પેપર અથવા A4 પેપર વડે તપાસો ફિલ્ટર પેપર દ્વારા પેટ્રોલની ગુણવત્તા તપાસવાનો સૌથી સરળ અને સસ્તો રસ્તો છે. તેના ઉપયોગથી પેટ્રોલમાં કોઈપણ પ્રકારની ભેળસેળ સરળતાથી શોધી શકાય છે. પેટ્રોલની શુદ્ધતા તપાસવા માટે ફિલ્ટર પેપર પર પેટ્રોલના થોડા ટીપાં નાંખો. જો ફિલ્ટર પેપર પર ડાઘ પડે તો પેટ્રોલમાં ભેળસેળ થાય છે. જો ડાઘ ન બને તો પેટ્રોલની ગુણવત્તા સારી હોય છે. જો તમારી પાસે ફિલ્ટર પેપર નથી તો તમે તેને સફેદ A4 પેપરથી પણ ચેક કરી શકો છો. તમને જણાવી દઈએ કે A4 પેપરની કિંમત 1 રૂપિયા છે. તેમજ ફિલ્ટર પેપરની કિંમત પણ 10 રૂપિયાથી ઓછી છે. આ કામ માટે તમારે માત્ર થોડા ફિલ્ટર પેપરની જરૂર છે.

Morbiના પીપળીયામાં ભેળસેળિયું 2500 લીટર પેટ્રોલ, ટેન્કર, બે ટ્રક સાથે બેની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મોરબીના પીપળીયામાં ભેળસેળિયું પેટ્રોલના કૌભાંડનો પર્દાફાશ થયો છે. બાતમીના આધારે LCBએ રાધેક્રિષ્ના હોટલની પાછળ પેટ્રોલનો જથ્થો ઝડપાયો છે.  LCBએ રેડ પાડીને 2500 લીટર પેટ્રોલ, ટેન્કર, બે ટ્રક સહિત 72.25 લાખનો મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરી છે.  

મોરબીમાં અનઅધિકૃત પેટ્રોલિયમ પ્રવાહીનું કૌભાંડ ઝડપાયું છે. પીપળીયા ચાર રસ્તા નજીક રાધે ક્રિષ્ના હોટલની પાછળ ડેલામાં ભેળસેળ પેટ્રોલિયમ જથ્થો ઝડપાયો છે. મોરબી એલસીબી એ બાતમીના આધારે દરોડો પાડી 72.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 2500 લીટર પેટ્રોલિયમ પ્રવાહી, નાનું ટેન્કર, બે ટ્રક અને ઈલેક્ટ્રીક ફ્યુલ પંપ સાથે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.આરોપી ધર્મેશભાઈ ઉર્ફે હકાભાઇ ચાવડા ગેરકાયદેસર રીતે પેટ્રોલનો જથ્થો ટ્રકમાં ભરી આપતા હોવાનું સામે આવ્યું છે. LCBએ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પેટ્રોલની ગુણવત્તાને લઈને હંમેશા સતર્ક 

હવે દેશના દરેક શહેરમાં પેટ્રોલ પંપની સંખ્યા વધી ગઈ છે. ઘણી વખત એક કિલોમીટરની ત્રિજ્યામાં 3 થી 4 પેટ્રોલ પંપ જોવા મળે છે. ઘણા પેટ્રોલ પંપ પર કિંમતોમાં થોડો તફાવત હોય છે. આવી સ્થિતિમાં પેટ્રોલની ગુણવત્તાને લઈને પણ મનમાં સવાલો ઉઠી રહ્યા છે. ઘણી વખત ભેળસેળયુક્ત પેટ્રોલના સમાચાર પણ સામે આવે છે. આવી સ્થિતિમાં પેટ્રોલની ગુણવત્તાને લઈને હંમેશા સતર્ક રહેવું જોઈએ. જો તમે ઇચ્છો તો, તમે સેકન્ડોમાં પેટ્રોલની ગુણવત્તા શોધી શકો છો.

આપણા વાહન માટે પેટ્રોલની યોગ્ય ગુણવત્તા હોવી ખૂબ જ જરૂરી છે, કારણ કે પેટ્રોલમાં ભેળસેળ હોય છે અને તેને સતત વાહનમાં નાખો છો, તો તેના એન્જિન અથવા અન્ય ભાગોમાં સમસ્યા આવી શકે છે. આ ભૂલ તમારા ખિસ્સા પર પણ ભારે પડી શકે છે. આવી સ્થિતિમાં હંમેશા ભરોસાપાત્ર પંપથી જ પેટ્રોલ ભરો.

ફિલ્ટર પેપર અથવા A4 પેપર વડે તપાસો

ફિલ્ટર પેપર દ્વારા પેટ્રોલની ગુણવત્તા તપાસવાનો સૌથી સરળ અને સસ્તો રસ્તો છે. તેના ઉપયોગથી પેટ્રોલમાં કોઈપણ પ્રકારની ભેળસેળ સરળતાથી શોધી શકાય છે. પેટ્રોલની શુદ્ધતા તપાસવા માટે ફિલ્ટર પેપર પર પેટ્રોલના થોડા ટીપાં નાંખો. જો ફિલ્ટર પેપર પર ડાઘ પડે તો પેટ્રોલમાં ભેળસેળ થાય છે. જો ડાઘ ન બને તો પેટ્રોલની ગુણવત્તા સારી હોય છે. જો તમારી પાસે ફિલ્ટર પેપર નથી તો તમે તેને સફેદ A4 પેપરથી પણ ચેક કરી શકો છો. તમને જણાવી દઈએ કે A4 પેપરની કિંમત 1 રૂપિયા છે. તેમજ ફિલ્ટર પેપરની કિંમત પણ 10 રૂપિયાથી ઓછી છે. આ કામ માટે તમારે માત્ર થોડા ફિલ્ટર પેપરની જરૂર છે.