Monsoon: 24 કલાકમાં 213 તાલુકાઓમાં મેઘમહેર, જાણો કયાં થયો સૌથી વધુ વરસાદ

32 તાલુકાઓમાં 2 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો સૌથી વધુ ઉમરપાડામાં 14 ઇંચ વરસાદ પડ્યો નેત્રંગમાં 8 ઇંચ, ગરૂડેશ્વરમાં 6 ઇંચ વરસાદ આવ્યો ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં વરસાદ આવ્યો છે. જેમાં 32 તાલુકાઓમાં 2 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. ત્યારે સૌથી વધુ ઉમરપાડામાં 14 ઇંચ વરસાદ પડ્યો છે. તથા નેત્રંગમાં 8 ઇંચ, ગરૂડેશ્વરમાં 6 ઇંચ વરસાદ સાથે નાંદોદમાં 5.5 ઇંચ, તિલકવાડામાં 4 ઇંચ વરસાદ આવ્યો છે. તેમજ લિલિયા અને સુરતના મહુવામાં 4-4 ઇંચ વરસાદ પડ્યો છે. વિજયનગરમાં 3.5 ઇંચ, સાવરકુંડલામાં 3 ઇંચ વરસાદ વિજયનગરમાં 3.5 ઇંચ, સાવરકુંડલામાં 3 ઇંચ તથા ગોધરા અને પલસાણામાં 3-3 ઇંચ વરસાદ, સિનોરમાં 2.5 ઇંચ, રાધનપુરમાં 2.5 ઇંચ વરસાદ તેમજ અમરેલી અને આણંદમાં 2.5 ઇંચ વરસાદ આવ્યો છે. બીજી તરફ આજે પણ રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના આઠ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નર્મદાના નાંદોદમાં સવા 5 ઈંચ, નર્મદાના તિલકવાડામાં સવા 4 ઈંચ, નવસારીના ચીખલીમાં પણ 4 ઈંચ, અમરેલીના લીલીયામાં પોણા 4 ઈંચ, સુરતના મહુવામાં પણ પોણા 4 ઈંચ, સાબરકાંઠાના વિજયનગરમાં સાડા 3 ઈંચ, અમરેલીના સાવરકુંડલામાં પણ 3 ઈંચ, પંચમહાલના ગોધરા અને સુરતના પલસાણામાં પોણા 3 ઈંચ વરસાદ વરસ્યો હતો.  મધ્ય ગુજરાત ઝોનમાં 22.26 ટકા વરસાદ નોંધાયો આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં સુરતના સિનોરમાં, અમરેલી તાલુકામાં, રાજકોટના ગોંડલમાં, પાટણના રાધનપુરમાં, આણંદ તાલુકામાં, જૂનાગઢના મેંદરડામાં અઢી ઈંચ તો અરવલ્લીના ભિલોડામાં, આણંદના તારાપુરમાં, નવસારી તાલુકામાં, હિંમતનગરમાં, વિસાવદરમાં અને ગારીયાધારમાં સવા બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં સીઝનનો અત્યાર સુધીમાં સરેરાશ કુલ 31.93 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં 39.74 ટકા, કચ્છ ઝોનમાં 39.10 ટકા, દ.ગુજરાત ઝોનમાં 37.65 ટકા, ઉ.ગુજરાત ઝોનમાં 21.52 ટકા અને મધ્ય ગુજરાત ઝોનમાં 22.26 ટકા વરસાદ નોંધાયો છે.

Monsoon: 24 કલાકમાં 213 તાલુકાઓમાં મેઘમહેર, જાણો કયાં થયો સૌથી વધુ વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 32 તાલુકાઓમાં 2 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો
  • સૌથી વધુ ઉમરપાડામાં 14 ઇંચ વરસાદ પડ્યો
  • નેત્રંગમાં 8 ઇંચ, ગરૂડેશ્વરમાં 6 ઇંચ વરસાદ આવ્યો

ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં વરસાદ આવ્યો છે. જેમાં 32 તાલુકાઓમાં 2 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. ત્યારે સૌથી વધુ ઉમરપાડામાં 14 ઇંચ વરસાદ પડ્યો છે. તથા નેત્રંગમાં 8 ઇંચ, ગરૂડેશ્વરમાં 6 ઇંચ વરસાદ સાથે નાંદોદમાં 5.5 ઇંચ, તિલકવાડામાં 4 ઇંચ વરસાદ આવ્યો છે. તેમજ લિલિયા અને સુરતના મહુવામાં 4-4 ઇંચ વરસાદ પડ્યો છે.

વિજયનગરમાં 3.5 ઇંચ, સાવરકુંડલામાં 3 ઇંચ વરસાદ

વિજયનગરમાં 3.5 ઇંચ, સાવરકુંડલામાં 3 ઇંચ તથા ગોધરા અને પલસાણામાં 3-3 ઇંચ વરસાદ, સિનોરમાં 2.5 ઇંચ, રાધનપુરમાં 2.5 ઇંચ વરસાદ તેમજ અમરેલી અને આણંદમાં 2.5 ઇંચ વરસાદ આવ્યો છે. બીજી તરફ આજે પણ રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના આઠ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નર્મદાના નાંદોદમાં સવા 5 ઈંચ, નર્મદાના તિલકવાડામાં સવા 4 ઈંચ, નવસારીના ચીખલીમાં પણ 4 ઈંચ, અમરેલીના લીલીયામાં પોણા 4 ઈંચ, સુરતના મહુવામાં પણ પોણા 4 ઈંચ, સાબરકાંઠાના વિજયનગરમાં સાડા 3 ઈંચ, અમરેલીના સાવરકુંડલામાં પણ 3 ઈંચ, પંચમહાલના ગોધરા અને સુરતના પલસાણામાં પોણા 3 ઈંચ વરસાદ વરસ્યો હતો.

 મધ્ય ગુજરાત ઝોનમાં 22.26 ટકા વરસાદ નોંધાયો

આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં સુરતના સિનોરમાં, અમરેલી તાલુકામાં, રાજકોટના ગોંડલમાં, પાટણના રાધનપુરમાં, આણંદ તાલુકામાં, જૂનાગઢના મેંદરડામાં અઢી ઈંચ તો અરવલ્લીના ભિલોડામાં, આણંદના તારાપુરમાં, નવસારી તાલુકામાં, હિંમતનગરમાં, વિસાવદરમાં અને ગારીયાધારમાં સવા બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં સીઝનનો અત્યાર સુધીમાં સરેરાશ કુલ 31.93 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં 39.74 ટકા, કચ્છ ઝોનમાં 39.10 ટકા, દ.ગુજરાત ઝોનમાં 37.65 ટકા, ઉ.ગુજરાત ઝોનમાં 21.52 ટકા અને મધ્ય ગુજરાત ઝોનમાં 22.26 ટકા વરસાદ નોંધાયો છે.