Monsoon 2026 : સુરત મનપાની સિસ્ટમ ફેલ: હજું પણ લિંબાયતમાં કમર સુધી પાણી, લોકોમાં ભારે આક્રોશ, Video

Jul 25, 2026 - 11:30
Monsoon 2026 : સુરત મનપાની સિસ્ટમ ફેલ: હજું પણ લિંબાયતમાં કમર સુધી પાણી, લોકોમાં ભારે આક્રોશ, Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત મહાનગરપાલિકાના પ્રી-મોન્સૂન પ્લાનના મોટા મોટા દાવાઓ વચ્ચે લિંબાયત વિસ્તારમાં તંત્રની નબળી કામગીરીની છતી થતી તસવીરો સામે આવી છે. વરસાદ વિરામ લીધા બાદ પણ લિંબાયતમાં હજુ સુધી પાણી નથી ઓસર્યા. મુખ્ય માર્ગો અને સોસાયટીઓમાં વરસાદી પાણીની નદીઓ વહી રહી છે, જેના કારણે સતત ભરાયેલા પાણીથી સ્થાનિક રહીશો તેમજ રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

ઘરોમાંથી બહાર નીકળવું મુશ્કેલ

લિંબાયત વિસ્તારના સ્થાનિકોની વ્યથા અત્યંત કપરી બની છે. લોકોના જણાવ્યા મુજબ, વિસ્તારમાં કમર સુધી પાણી ભરાયેલા હોવાથી ઘરોમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ડીંડોલીથી આવતા નોકરિયાતો અને વાહનચાલકોની ગાડીઓ પાણીમાં બંધ પડી રહી છે, જેના કારણે ઓફિસે જવામાં તેમજ ધંધા-રોજગાર અર્થે નીકળવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. 

ચોમાસામાં આ જ સમસ્યા

સ્થાનિકો આક્રોશ સાથે સવાલ ઉઠાવી રહ્યા છે કે દર વર્ષે ચોમાસામાં આ જ સમસ્યા સામે આવે છે, તો અમારે વેપાર-ધંધા કરવા કે બંધ કરી દેવા? 

https://youtu.be/ZFob8LCpJUo    


પાણી નિકાલની યોગ્ય કામગીરી જ નહી

તંત્ર દ્વારા હજુ સુધી કોઈ યોગ્ય રેસ્ક્યુ કે પાણી નિકાલની યોગ્ય કામગીરી કરવામાં ન આવતાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વરસાદી સિસ્ટમ સામે સુરત મનપાની ડ્રેનેજ સિસ્ટમ સાવ ધારાશાહી થઈ જતાં લિંબાયતના રહીશો હવે વહેલી તકે પાણીના નિકાલની માંગ કરી રહ્યા છે. 


આ પણ વાંચો  :    Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0