Monsoon 2026 : ભારે વરસાદને પગલે અમદાવાદ સહિત 4 જિલ્લામાં 24 જુલાઈએ શાળા-કોલેજો રહેશે બંધ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. તકેદારીના ભાગરૂપે આવતીકાલે 24 જુલાઈએ અમદાવાદ, ગાંધીનગર, સુરત, દાહોદ અને નર્મદા જિલ્લાની તમામ સરકારી, અનુદાનિત તેમજ ખાનગી શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તંત્રએ જણાવ્યું છે.
192 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા
સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ઉમરપાડા તાલુકામાં નોંધાયો છે, જ્યાં કુલ 20.67 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં જ 6.87 ઈંચ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે કેવડી અને લાકી ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે. અનેક નદીઓ અને નાળાઓમાં પાણીની આવક વધતાં પૂર જેવી સ્થિતિ ઉભી થઈ છે. જિલ્લામાં પાણી ભરાવા અને માર્ગો ધોવાઈ જવાના કારણે કુલ 192 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
બોપલ વિસ્તારનો VIP રોડ પાણીમાં ગરકાવ
બીજી તરફ અમદાવાદમાં પણ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. બોપલ વિસ્તારનો VIP રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જ્યારે આંબલી તળાવનું પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળતાં સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના આકાશમાં કાળા ઘેરા વાદળો છવાઈ જતા દિવસ દરમિયાન પણ અંધકારમય વાતાવરણ સર્જાયું હતું. વરસાદ અને વાદળછાયા વાતાવરણના કારણે વિઝિબિલિટી ઘટતાં એસ.જી. હાઈવે અને એક્સપ્રેસ હાઈવે પર વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ
કેટલાક વાહનચાલકોએ સલામતીના ભાગરૂપે ઇમરજન્સી લેનમાં વાહનો ઉભા રાખીને વરસાદ ઓછો થવાની રાહ જોઈ હતી. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે તંત્રએ નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સાવચેતી રાખવાની અપીલ કરી છે.
આ પણ વાંચો : Navsari Rain Update: પૂર્ણા અને કાવેરી નદીનું રોદ્ર સ્વરૂપ, શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

