Monsoon 2026 : વલસાડના નાનાપોંઢા-અંભેટી માર્ગ પર મુસાફરો ભરેલી ખાનગી બસ ફસાઈ, મુસાફરોનો મદદનો પોકાર

Jul 22, 2026 - 08:30
Monsoon 2026 : વલસાડના નાનાપોંઢા-અંભેટી માર્ગ પર મુસાફરો ભરેલી ખાનગી બસ ફસાઈ, મુસાફરોનો મદદનો પોકાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વલસાડ જિલ્લામાં મેઘરાજા આફત બનીને વરસી રહ્યા છે, ત્યારે જિલ્લામાં પૂરની પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. નાનાપોંઢાથી અંભેટી તરફ જતા મુખ્ય રસ્તા પર નદી-નાળાના પાણી ફરી વળતાં વાપીથી અંભેટી અને નાનાપોંઢાને જોડતો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. રસ્તા પર ભયજનક સપાટીએ પાણી વહી રહ્યા હોવા છતાં પસાર થવાનો પ્રયાસ કરતી એક ખાનગી બસ પૂરના પાણી વચ્ચે ફસાઈ ગઈ છે.

બસમાં ડ્રાઈવર અને કંડક્ટર સહિત અનેક મુસાફરો ફસાયેલા છે

મળતી માહિતી મુજબ, આ ખાનગી બસમાં ડ્રાઈવર અને કંડક્ટર સહિત અનેક મુસાફરો ફસાયેલા છે. રસ્તા પર અચાનક પાણીનું સ્તર વધી જતાં બસ બંધ પડી ગઈ હતી અને ચારેકોર પાણીથી ઘેરાઈ ગઈ હતી. પૂરના પાણી વચ્ચે બસ ફસાઈ હોવાના સમાચાર મળતાં જ સ્થાનિકોમાં ચિંતાનો મોજૂસ પ્રસરી ગયો છે.

South Gujarat Heavy Rain: 16 Inches Rain in Kaprada, Schools Closed in Valsad & Daman

વહીવટી તંત્ર તરફથી હજુ સુધી કોઈ મદદ મળી નથી 

ઘટના બન્યાને કલાકો વિતી ગયા હોવા છતાં વહીવટી તંત્ર તરફથી હજુ સુધી કોઈ મદદ કે રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચી નથી, જેને કારણે ફસાયેલા મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. સ્થાનિકો અને ગ્રામજનો પોતાના સ્તરે મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ પાણીનો પ્રવાહ તેજ હોવાથી તંત્ર દ્વારા તાત્કાલિક રેસ્ક્યૂ કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. 


આ પણ વાંચો    :    Monsoon 2026 : દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: કપરાડામાં 16 ઈંચ વરસાદ, શાળા-કોલેજો બંધ, કચ્છના દરિયાકાંઠે 'ઓરેન્જ એલર્ટ' જાહેર

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0