Monsoon 2026 : અમદાવાદમાં પાણીમાં ફસાયેલા 11 લોકોનું બોટ મારફતે સફળ રેસ્ક્યુ

Jul 24, 2026 - 10:30
Monsoon 2026 : અમદાવાદમાં પાણીમાં ફસાયેલા 11 લોકોનું બોટ મારફતે સફળ રેસ્ક્યુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા અનરાધાર વરસાદના કારણે સર્જાયેલી જળબંબાકારની સ્થિતિમાં ફાયર બ્રિગેડની ટીમે સરાહનીય કામગીરી કરી છે. શહેરના નીચાણવાળા વિસ્તારમાં ગઈકાલથી પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયેલા 11 લોકોને ફાયર ટીમે બોટની મદદથી સહીસલામત બહાર કાઢીને નવું જીવન આપ્યું છે.

11 નાગરિકો ચારેય તરફ પાણીથી ઘેરાઈ ગયા

મળતી માહિતી મુજબ, ગઈકાલથી જળબંબાકારની સ્થિતિ સર્જાતા આ 11 નાગરિકો ચારેય તરફ પાણીથી ઘેરાઈ ગયા હતા અને બહાર નીકળી શકે તેમ ન હતા. ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ પરિસ્થિતિની ગંભીરતા સમજીને વિલંબ કર્યા વગર વોટર બોટ મારફતે પૂરના પાણીમાં ઉતરીને બચાવ કામગીરી હાથ ધરી હતી.

તમામ 11 લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા

ભારે પવન અને પાણીના પ્રવાહ વચ્ચે પણ ફાયર ટીમે ભારે જહેમત ઉઠાવીને તમામ 11 લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. ગઈકાલથી પાણી વચ્ચે અટવાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવતા તેમના અને પરિવારજનોના શ્વાસમાં શ્વાસ આવ્યો હતો. ફાયર વિભાગ દ્વારા શહેરના અન્ય પાણી ભરાયેલા વિસ્તારોમાં પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને ઈમરજન્સી કોલ પર ત્વરિત મદદ પહોંચાડવામાં આવી રહી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0