Monsoon: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની જાણો ક્યા છે આગાહી

નવસારી, સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી વલસાડ જિલ્લામાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી આજે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. નવસારી, સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી સાથે બનાસકાંઠા, વલસાડ તથા દમણ, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી તથા ભાવનગર, દ્વારકા, કચ્છ અને પાટણ, મહેસાણા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગમાં ભારે વરસાદની આગાહી ખેડા, આણંદ, વડોદરા તથા નર્મદા, ભરૂચ, સુરત, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. આજે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ઓફશોર ટ્રફના કારણે રાજ્યમાં વરસાદની આગાહી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદ આવી શકે છે. ભાવનગર, દ્વારકા અને, કચ્છમાં આજે ભારે વરસાદની આગાહી સાથે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપીમાં વરસાદની શક્યતાઓ રહેલી છે. વલસાડ જિલ્લામાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી દક્ષિણ ગુજરાત વિસ્તારના વલસાડ જિલ્લામાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. જેમાં અતિભારે વરસાદને લઇ વલસાડ જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ રેડ એલર્ટને ધ્યાને લઈને સુરક્ષાના ભાગરૂપે વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકાની આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI બંધ રહેશે. નવસારીમાં બે દિવસથી પડી રહેલા ભારે વરસાદ અને ઉપરવાસના ડાંગ જિલ્લામાં પડેલા વરસાદને કારણે અંબિકા અને કાવેરી નદી ગાંડીતૂર બની રહી છે. જેના કારણે ગણદેવી તાલુકાના બીલીમોરા શહેર સહિત 14 ગામોમાં પૂરની અસર થતાં તાલુકાના આગેવાનો તંત્ર સાથે લોકોની સેવામાં જોડાયા છે. બીલીમોરાના નિચાળવારા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

Monsoon: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની જાણો ક્યા છે આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નવસારી, સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી
  • વલસાડ જિલ્લામાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી
  • આજે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી

રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. નવસારી, સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી સાથે બનાસકાંઠા, વલસાડ તથા દમણ, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી તથા ભાવનગર, દ્વારકા, કચ્છ અને પાટણ, મહેસાણા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે.

નર્મદા, ભરૂચ, સુરત, ડાંગમાં ભારે વરસાદની આગાહી

ખેડા, આણંદ, વડોદરા તથા નર્મદા, ભરૂચ, સુરત, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. આજે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ઓફશોર ટ્રફના કારણે રાજ્યમાં વરસાદની આગાહી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદ આવી શકે છે. ભાવનગર, દ્વારકા અને, કચ્છમાં આજે ભારે વરસાદની આગાહી સાથે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપીમાં વરસાદની શક્યતાઓ રહેલી છે.

વલસાડ જિલ્લામાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી

દક્ષિણ ગુજરાત વિસ્તારના વલસાડ જિલ્લામાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. જેમાં અતિભારે વરસાદને લઇ વલસાડ જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ રેડ એલર્ટને ધ્યાને લઈને સુરક્ષાના ભાગરૂપે વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકાની આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI બંધ રહેશે. નવસારીમાં બે દિવસથી પડી રહેલા ભારે વરસાદ અને ઉપરવાસના ડાંગ જિલ્લામાં પડેલા વરસાદને કારણે અંબિકા અને કાવેરી નદી ગાંડીતૂર બની રહી છે. જેના કારણે ગણદેવી તાલુકાના બીલીમોરા શહેર સહિત 14 ગામોમાં પૂરની અસર થતાં તાલુકાના આગેવાનો તંત્ર સાથે લોકોની સેવામાં જોડાયા છે. બીલીમોરાના નિચાળવારા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.