Modasa: મેઘરજમાં ATMમાં ચોરી કરનારા બે આરોપીઓને પોલીસે ઉત્તરપ્રદેશથી દબોચ્યા

2.58 લાખની રોકડ સહિત 3.18 લાખનો મુદ્દામાલ પકડાયોઆરોપીઓએ ATMની ચોરીમાં ચોરીની ઈકો કાર વાપરી હતી પોલીસ CCTV ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચી મોડાસાના મેઘરજમાં SBIના ATMમાં ચોરીની ઘટના મામલે પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ચોરી કરનારા બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તમને જણાવી દઈએ કે મોડાસા શહેરની મધુવન સોસાયટીમાં રહેતા બે શખ્સો સહિત 6 શખ્સોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. 6 આરોપીઓએ રૂપિયા 13.27 લાખની ચોરી કરી હતી મેઘરજમાં 6 આરોપીઓએ મળીને એટીએમમાંથી રૂપિયા 13.27 લાખ રૂપિયાની ચોરી કરી હતી. ત્યારે હવે પોલીસે 2 આરોપીઓને રૂપિયા 2.58 લાખની રોકડ સહિત કૂલ 3.18 લાખના મુદ્દામાલ સાથે દબોચ્યા છે. બંને આરોપીઓએને પોલીસે ઉત્તરપ્રદેશના અલીગઢમાંથી દબોચ્યા છે. પોલીસ CCTV ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચી આરોપીઓએ મોડાસામાંથી ઈકો કારની ચોરી કરીને એટીએમની ચોરીમાં આ કાર વાપરી હતી, ત્યારબાદ રાજસ્થાનમાં બિનવારસી કાર મૂકીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ત્યારે પોલીસ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચી ગઈ અને તેમને દબોચી લીધા છે. મુખ્ય બે આરોપી મોહમ્મદ રિયાઝ અને વિવેક શર્માની પોલીસે ધરપકડ કરી થોડા દિવસ પહેલા સુરતની હજીરા પોલીસે કાવડયાત્રી બની આરોપીઓની ધરપકડ કરી છે. મુખ્ય આરોપીઓ L&T કંપનીના યાર્ડમાંથી 5.87 કરોડની ચોરી કરી યુપી ફરાર થઈ ગયા હતા અને મુખ્ય બે આરોપીઓ પકડી ન શકવાના કારણે પોલીસ ધંધે લાગી હતી, આ કેસમાં અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે મુખ્ય બે આરોપી મોહમ્મદ રિયાઝ અને વિવેક શર્માની પોલીસે ધરપકડ કરી હતી. સુરતની હજીરા પોલીસે કાવડયાત્રી બનીને ચોરીના બે આરોપીઓની કરી ધરપકડ સુરત પોલીસ આરોપીઓને પકડવા માટે કાવડયાત્રી બનીને ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ પહોંચી અને જયાં તેમને આરોપીને સકંજામાં લેવામાં મોટી સફળતા મળી હતી, કુલ પાંચ આરોપીઓ એલ એન્ડ ટી કંપનીના યાર્ડમાંથી મોટી ચોરી કરીને ફરાર થઈ ગયા હતા, જેમાં 3 આરોપીની સુરતમાંથી ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે 2 આરોપીઓને પોલીસે વેશ પલટો કરીને ઉતરપ્રદેશથી ઝડપી લીધા હતા. પોલીસે બાતમીના આધારે 2 આરોપીઓને કાવડયાત્રી બનીને ઉત્તરપ્રદેશથી ઝડપી લીધા હતા.

Modasa: મેઘરજમાં ATMમાં ચોરી કરનારા બે આરોપીઓને પોલીસે ઉત્તરપ્રદેશથી દબોચ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 2.58 લાખની રોકડ સહિત 3.18 લાખનો મુદ્દામાલ પકડાયો
  • આરોપીઓએ ATMની ચોરીમાં ચોરીની ઈકો કાર વાપરી હતી
  • પોલીસ CCTV ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચી

મોડાસાના મેઘરજમાં SBIના ATMમાં ચોરીની ઘટના મામલે પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ચોરી કરનારા બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તમને જણાવી દઈએ કે મોડાસા શહેરની મધુવન સોસાયટીમાં રહેતા બે શખ્સો સહિત 6 શખ્સોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.

6 આરોપીઓએ રૂપિયા 13.27 લાખની ચોરી કરી હતી

મેઘરજમાં 6 આરોપીઓએ મળીને એટીએમમાંથી રૂપિયા 13.27 લાખ રૂપિયાની ચોરી કરી હતી. ત્યારે હવે પોલીસે 2 આરોપીઓને રૂપિયા 2.58 લાખની રોકડ સહિત કૂલ 3.18 લાખના મુદ્દામાલ સાથે દબોચ્યા છે. બંને આરોપીઓએને પોલીસે ઉત્તરપ્રદેશના અલીગઢમાંથી દબોચ્યા છે.

પોલીસ CCTV ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચી

આરોપીઓએ મોડાસામાંથી ઈકો કારની ચોરી કરીને એટીએમની ચોરીમાં આ કાર વાપરી હતી, ત્યારબાદ રાજસ્થાનમાં બિનવારસી કાર મૂકીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ત્યારે પોલીસ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચી ગઈ અને તેમને દબોચી લીધા છે.

મુખ્ય બે આરોપી મોહમ્મદ રિયાઝ અને વિવેક શર્માની પોલીસે ધરપકડ કરી

થોડા દિવસ પહેલા સુરતની હજીરા પોલીસે કાવડયાત્રી બની આરોપીઓની ધરપકડ કરી છે. મુખ્ય આરોપીઓ L&T કંપનીના યાર્ડમાંથી 5.87 કરોડની ચોરી કરી યુપી ફરાર થઈ ગયા હતા અને મુખ્ય બે આરોપીઓ પકડી ન શકવાના કારણે પોલીસ ધંધે લાગી હતી, આ કેસમાં અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે મુખ્ય બે આરોપી મોહમ્મદ રિયાઝ અને વિવેક શર્માની પોલીસે ધરપકડ કરી હતી.

સુરતની હજીરા પોલીસે કાવડયાત્રી બનીને ચોરીના બે આરોપીઓની કરી ધરપકડ

સુરત પોલીસ આરોપીઓને પકડવા માટે કાવડયાત્રી બનીને ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ પહોંચી અને જયાં તેમને આરોપીને સકંજામાં લેવામાં મોટી સફળતા મળી હતી, કુલ પાંચ આરોપીઓ એલ એન્ડ ટી કંપનીના યાર્ડમાંથી મોટી ચોરી કરીને ફરાર થઈ ગયા હતા, જેમાં 3 આરોપીની સુરતમાંથી ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે 2 આરોપીઓને પોલીસે વેશ પલટો કરીને ઉતરપ્રદેશથી ઝડપી લીધા હતા. પોલીસે બાતમીના આધારે 2 આરોપીઓને કાવડયાત્રી બનીને ઉત્તરપ્રદેશથી ઝડપી લીધા હતા.