Banaskantha Election Result: ગેની બેન ઠાકોરે ભાજપના ગઢમાં પાડ઼્યું ગાબડું

લોકસભાની ચૂંટણી 2024ના પરિણામ જાહેર બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ઠાકોરની જીત ભાજપના ઉમેદવાર રેખા બેન ચૌધરીને આપી માત કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા અને વિધાનસભા ગજવતા ગેનીબેન ઠાકોરે રેખા બેન ચૌધરીને હરાવીને ભાજપના ગુજરાતના ગઢમાં ગાબડું પાડ઼્યું છે. આજે સવારથી જ બનાસકાંઠાની આ બેઠકને લઇને રસાકસી ચાલી રહી હતી. ક્યારેક ગેની બેન તો ક્યારેક રેખા ચૌધરી આગળ થઇ રહ્યા હતા આખરે ગેનીબેનનો વિજય થયો છે. આ સાથે ગેની બેન ઠાકોરે ગુજરાતમાં ભાજપની ક્લિન સ્વિપની હેટ્રિક પર બ્રેક લગાવી દીધી છે. શું હતો ગેની બેન સામે પડકાર વાવના વર્તમાન ધારાસભ્ય એવા ગેનીબેન ઠાકોરની. કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા અને વિધાનસભા ગજવતા ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસે મેદાનમાં ઉતરતા જ તેઓએ પ્રચાર અને પ્રસાર જોર શોર થી શરૂ કર્યો હતો. ગેનીબેન ઠાકોરે પ્રચાર અભિયાનની શરૂઆત ‘બનાસની બેન’ ગેની બેનના સ્લોગનથી કરી હતી. ગેની બેન જ્યારે કે નબળા પાસાની વાત કરીએ તો કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો સૌથી મોટી મુસિબત છે. ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈ ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ અને બીજા કોંગ્રેસી આગેવાનો ભાજપમાં જોડાઈ ગયા છે. એટલે આ આગેવાનોને કારણે કોંગ્રેસની જે મત બેંક હતી તેમાં પણ ગાબડા પડ્યા હોવા છતાં પણ જીત મેળવવામાં સફળ રહ્યા છે. ભાજપે નવો ચહેરો ઉતાર્યો બીજી તરફ ભાજપે બનાસકાંઠા લોકસભામાં નવા ચહેરાને તક આપી હતી. બનાસ ડેરીના સ્થાપક ગલબા ભાઈના પૌત્રી અને શિક્ષિત ઉમેદવાર ડો રેખા ચૌધરીને મેદાનમાં ઉતાર્યા હતા. શરુઆતમાં એવું લાગતુ હતું કે, રેખા બેનને સહકારી મંડળી અને મોદી લહેરનો ફાયદો થશે પરંતું ગેની બેન સામે રેખા બેન સામનો કરવો પડ્યો હતો.મામેરૂ ગેનીબેનને ફળ્યું લોકસભા ચૂંટણી માટે મતદાન દરમિયાન બનાસકાંઠાની બેઠક ખૂબ જ ચર્ચામાં રહી હતી. બનાસકાંઠાનાડીસામાં યોજાયેલ ક્ષત્રિય અસ્મિતા સંમેલન દરમિયાન ક્ષત્રિય સમાજના આગેવાનોએ ગેનીબેન ઠાકોરને સમર્થન આપી મામેરું ભર્યું હતું. કેન્દ્રીયમંત્રી પરસોત્તમ રૂપાલાના વિવાદમાં આ સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા હતા. માતાજીને પ્રાર્થના કરી હતી ક્ષત્રિય સમાજ તમામ સમાજને સાથે લઇને ચાલે છે. તમામ સમાજ ક્ષત્રિય સમાજને ટેકો આપશે. સમાજે જે કરી બતાવ્યું છે તે ઈતિહાસમાં લખાશે. ગેનીબેને આગળ કહ્યું હતું કે, ક્ષત્રિય સમાજે આજે મારું મામેરું ભર્યું છે. તમારી ચૂંદડીને હું આંચ નહીં આવવા દઉં તેવી ખાતરી આપું છું. આજે મારા શીર પર જાગીરદાર સમાજે મોટી જવાબદારી નાખી છે. ક્ષત્રિય સમાજની એકતાને નજર ના લાગે તેવી માતાજીને પ્રાર્થના કરું છું.

Banaskantha Election Result: ગેની બેન ઠાકોરે ભાજપના ગઢમાં પાડ઼્યું ગાબડું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લોકસભાની ચૂંટણી 2024ના પરિણામ જાહેર
  • બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ઠાકોરની જીત
  • ભાજપના ઉમેદવાર રેખા બેન ચૌધરીને આપી માત

કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા અને વિધાનસભા ગજવતા ગેનીબેન ઠાકોરે રેખા બેન ચૌધરીને હરાવીને ભાજપના ગુજરાતના ગઢમાં ગાબડું પાડ઼્યું છે. આજે સવારથી જ બનાસકાંઠાની આ બેઠકને લઇને રસાકસી ચાલી રહી હતી. ક્યારેક ગેની બેન તો ક્યારેક રેખા ચૌધરી આગળ થઇ રહ્યા હતા આખરે ગેનીબેનનો વિજય થયો છે. આ સાથે ગેની બેન ઠાકોરે ગુજરાતમાં ભાજપની ક્લિન સ્વિપની હેટ્રિક પર બ્રેક લગાવી દીધી છે.

શું હતો ગેની બેન સામે પડકાર

વાવના વર્તમાન ધારાસભ્ય એવા ગેનીબેન ઠાકોરની. કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા અને વિધાનસભા ગજવતા ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસે મેદાનમાં ઉતરતા જ તેઓએ પ્રચાર અને પ્રસાર જોર શોર થી શરૂ કર્યો હતો. ગેનીબેન ઠાકોરે પ્રચાર અભિયાનની શરૂઆત ‘બનાસની બેન’ ગેની બેનના સ્લોગનથી કરી હતી. ગેની બેન જ્યારે કે નબળા પાસાની વાત કરીએ તો કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો સૌથી મોટી મુસિબત છે. ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈ ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ અને બીજા કોંગ્રેસી આગેવાનો ભાજપમાં જોડાઈ ગયા છે. એટલે આ આગેવાનોને કારણે કોંગ્રેસની જે મત બેંક હતી તેમાં પણ ગાબડા પડ્યા હોવા છતાં પણ જીત મેળવવામાં સફળ રહ્યા છે.

ભાજપે નવો ચહેરો ઉતાર્યો

બીજી તરફ ભાજપે બનાસકાંઠા લોકસભામાં નવા ચહેરાને તક આપી હતી. બનાસ ડેરીના સ્થાપક ગલબા ભાઈના પૌત્રી અને શિક્ષિત ઉમેદવાર ડો રેખા ચૌધરીને મેદાનમાં ઉતાર્યા હતા. શરુઆતમાં એવું લાગતુ હતું કે, રેખા બેનને સહકારી મંડળી અને મોદી લહેરનો ફાયદો થશે પરંતું ગેની બેન સામે રેખા બેન સામનો કરવો પડ્યો હતો.

મામેરૂ ગેનીબેનને ફળ્યું

લોકસભા ચૂંટણી માટે મતદાન દરમિયાન બનાસકાંઠાની બેઠક ખૂબ જ ચર્ચામાં રહી હતી. બનાસકાંઠાનાડીસામાં યોજાયેલ ક્ષત્રિય અસ્મિતા સંમેલન દરમિયાન ક્ષત્રિય સમાજના આગેવાનોએ ગેનીબેન ઠાકોરને સમર્થન આપી મામેરું ભર્યું હતું. કેન્દ્રીયમંત્રી પરસોત્તમ રૂપાલાના વિવાદમાં આ સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા હતા.

માતાજીને પ્રાર્થના કરી હતી

ક્ષત્રિય સમાજ તમામ સમાજને સાથે લઇને ચાલે છે. તમામ સમાજ ક્ષત્રિય સમાજને ટેકો આપશે. સમાજે જે કરી બતાવ્યું છે તે ઈતિહાસમાં લખાશે. ગેનીબેને આગળ કહ્યું હતું કે, ક્ષત્રિય સમાજે આજે મારું મામેરું ભર્યું છે. તમારી ચૂંદડીને હું આંચ નહીં આવવા દઉં તેવી ખાતરી આપું છું. આજે મારા શીર પર જાગીરદાર સમાજે મોટી જવાબદારી નાખી છે. ક્ષત્રિય સમાજની એકતાને નજર ના લાગે તેવી માતાજીને પ્રાર્થના કરું છું.