Mehsanaમાં PMJAYમાં ગોટાળો કરનાર હોસ્પિટલ સામે તવાઈ, તંત્રએ ફટકાર્યો મોટો દંડ
મહેસાણા જિલ્લાની 4 હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી છે,મહેસાણા તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.ચારેય હોસ્પિટલને 5 ગણી પેનલ્ટી ભરવા હુકમ કરાયો છે.જેમાં ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં પેનલ્ટીનો હુકમ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે,જિલ્લાની ચાર હોસ્પિટલોને પાંચ ગણી પેનલ્ટી ભરવા હુકમ કરાયો છે.દર્દીઓ પાસેથી ચાર હોસ્પિટલોએ ડિપોઝિટ સહિત ચાર્જ વસૂલ્યો હતો જેને લઈ કાર્યવાહી કરવામાં આવી છે. જાણો કઈ હોસ્પિટલને દંડ અને નોટિસ ફટકારાઈ કડીની ભાગ્યોદય હોસ્પિટલને રૂ 1.10 લાખનો દંડ મહેસાણાની લાયન્સ હોસ્પિટલને રૂ 65435નો દંડ નૂતન જનરલ હોસ્પિટલને રૂ 45850નો દંડ શંકુઝ હોસ્પિટલને રૂ 6500નો દંડ ભરવા હુકમ 7 દિવસમાં પેનલ્ટી જમા નહીં તો કડક કાર્યવાહી થશે વિસનગરની ક્રિષ્ના મલ્ટી હોસ્પિટલને પણ નોટિસ દર્દીને રૂ 1.14 લાખ પરત કરવા માટે અપાઈ નોટિસ PMJAY હેઠળ દર્દીઓ પાસે પૈસા લીધા ? આરોગ્યતંત્રના ધ્યાને આવ્યું હતુ કે હોસ્પિટલના તંત્ર દ્રારા PMJAY હેઠળ નહી લેવાના રૂપિયા લેવામાં આવ્યા હતા જેને લઈ કાર્યવાહી કરવામાં આવી છે,આ બાબતે એક સમિતીની રચના કરવામાં આવી હતી અને તેમાં નિર્ણય લેવામાં આવ્યો છે,ત્યારે આગામી સમયમાં જે પણ હોસ્પિટલ દ્રારા આવી રીતે રૂપિયા લેવામાં આવ્યા હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. મહેસાણા સિવિલ હોસ્પિટલમાં પણ બાઉન્સરો મૂકાયા ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને કેમ્પ દ્વારા તેમની સારવારના નામે જે કર્યા ચાલતું હતું તે જાણ્યા બાદ સરકારે કેમ્પો તો બંધ કરાવી દીધા, પરંતુ હવે ખાનગી દવાખાનાના એજન્ટો સરકારી હોસ્પિટલમાં ઘૂસી દર્દીઓને જ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવા એજન્ટોને રોકવા મહેસાણા સિવિલ હોસ્પિટલ દ્વારા સ્પેશ્યલ બાઉન્સરો મૂકવામાં આવ્યા છે.તબીબી ક્ષેત્રે ખ્યાતિ હોસ્પિટલમાં જબરદસ્તી કેમ્પના નામે દર્દીઓની વગર પરવાનગીએ થતી સારવાર અને ઓપરેશનની ઘટના શમી નથી કે હવે મહેસાણામાં નવી ઘટના સામે આવી છે. અહીં મહેસાણા સિવિલ હોસ્પિટલમાં એજન્ટો ઘૂસવા લાગ્યા છે. અને દર્દીઓને દઈ જઈ રહ્યા છે ત્યારે આવા ખાનગી હોસ્પિટલના એજન્ટોને રોકવા માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં બાઉન્સર મૂકવામાં આવ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહેસાણા જિલ્લાની 4 હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી છે,મહેસાણા તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.ચારેય હોસ્પિટલને 5 ગણી પેનલ્ટી ભરવા હુકમ કરાયો છે.જેમાં ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં પેનલ્ટીનો હુકમ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે,જિલ્લાની ચાર હોસ્પિટલોને પાંચ ગણી પેનલ્ટી ભરવા હુકમ કરાયો છે.દર્દીઓ પાસેથી ચાર હોસ્પિટલોએ ડિપોઝિટ સહિત ચાર્જ વસૂલ્યો હતો જેને લઈ કાર્યવાહી કરવામાં આવી છે.
જાણો કઈ હોસ્પિટલને દંડ અને નોટિસ ફટકારાઈ
કડીની ભાગ્યોદય હોસ્પિટલને રૂ 1.10 લાખનો દંડ
મહેસાણાની લાયન્સ હોસ્પિટલને રૂ 65435નો દંડ
નૂતન જનરલ હોસ્પિટલને રૂ 45850નો દંડ
શંકુઝ હોસ્પિટલને રૂ 6500નો દંડ ભરવા હુકમ
7 દિવસમાં પેનલ્ટી જમા નહીં તો કડક કાર્યવાહી થશે
વિસનગરની ક્રિષ્ના મલ્ટી હોસ્પિટલને પણ નોટિસ
દર્દીને રૂ 1.14 લાખ પરત કરવા માટે અપાઈ નોટિસ
PMJAY હેઠળ દર્દીઓ પાસે પૈસા લીધા ?
આરોગ્યતંત્રના ધ્યાને આવ્યું હતુ કે હોસ્પિટલના તંત્ર દ્રારા PMJAY હેઠળ નહી લેવાના રૂપિયા લેવામાં આવ્યા હતા જેને લઈ કાર્યવાહી કરવામાં આવી છે,આ બાબતે એક સમિતીની રચના કરવામાં આવી હતી અને તેમાં નિર્ણય લેવામાં આવ્યો છે,ત્યારે આગામી સમયમાં જે પણ હોસ્પિટલ દ્રારા આવી રીતે રૂપિયા લેવામાં આવ્યા હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
મહેસાણા સિવિલ હોસ્પિટલમાં પણ બાઉન્સરો મૂકાયા
ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને કેમ્પ દ્વારા તેમની સારવારના નામે જે કર્યા ચાલતું હતું તે જાણ્યા બાદ સરકારે કેમ્પો તો બંધ કરાવી દીધા, પરંતુ હવે ખાનગી દવાખાનાના એજન્ટો સરકારી હોસ્પિટલમાં ઘૂસી દર્દીઓને જ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવા એજન્ટોને રોકવા મહેસાણા સિવિલ હોસ્પિટલ દ્વારા સ્પેશ્યલ બાઉન્સરો મૂકવામાં આવ્યા છે.તબીબી ક્ષેત્રે ખ્યાતિ હોસ્પિટલમાં જબરદસ્તી કેમ્પના નામે દર્દીઓની વગર પરવાનગીએ થતી સારવાર અને ઓપરેશનની ઘટના શમી નથી કે હવે મહેસાણામાં નવી ઘટના સામે આવી છે. અહીં મહેસાણા સિવિલ હોસ્પિટલમાં એજન્ટો ઘૂસવા લાગ્યા છે. અને દર્દીઓને દઈ જઈ રહ્યા છે ત્યારે આવા ખાનગી હોસ્પિટલના એજન્ટોને રોકવા માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં બાઉન્સર મૂકવામાં આવ્યા છે.