Mehsanaની ફેકટરીમાંથી 100 કરતા વધુ બોરી સરકારી ખાતર ઝડપાયું, પોલીસે નોંધ્યો ગુનો

મહેસાણામાં ફેક્ટરીમાંથી સરકારી ખાતર ઝડપાયું છે આ ખાતર ખેરપુર-લક્ષ્મીપુરા ગામ નજીકથી ઝડપાયું છે અને 100 કરતા વધુ બોરી સરકારી ખાતર ઝડપાયું હોવાની વાત સામે આવી છે,ઓમ નામની ફેક્ટરીમાંથી ઝડપાયું છે ખાતર તો પોલીસે સમગ્ર ઘટનાને લઈ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે,કોણે અને કયાં આ ખાતરનો જથ્થો આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે. પ્લાયવુડ-સન્માઇકા બનાવવામાં ખાતર વપરાતું મહેસાણા એલસીબીની ટીમે ખાતરનો જથ્થો ઝડપી પાડયો છે જેમાં પ્લાયવુડ-સન્માઇકા બનાવવામાં ખાતર વપરાતું હોવાની વાત સામે આવી છે,મહેસાણા એલસીબીની ટીમે ઘટનાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.નંદાસણ પોલીસે ખાતરનો જથ્થો જપ્ત કર્યો છે અને મુદ્દામાલને પોલીસ સ્ટેશન લઈ લેવામા આવ્યો છે,સરકારી ખાતર ફેકટરી સુધી કઈ રીતે પહોંચ્યું અને આ ઘટનામાં કોણ કોણ સામિલ છે તે દિશામાં તપાસ હાથધરી છે. 7,36,000નો મુદ્દામાલ ઝડપ્યો મહેસાણા એલસીબી ટીમ નંદાસણ પંથકમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે નંદાસણ પાસે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી.જે આધારે મહેસાણા એલસીબી ટીમે રેડ કરતા લક્ષ્મીપુરા સીમમાં ચાયડામાં આવેલ હોમશોપ કંપનીમાંથી પીકપ ડાલામાં ભરેલ ખાતર રૂ. 26,600ની 100 નંગ બેગ તથા પીકપ ડાલુ રૂપિયા 7,00,000 અને બે નંગ મોબાઈલ મળી રૂ. 7,36,600 નો મુદ્દામાલ જપ્ત કરી તપાસ અર્થે નંદાસણ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો.  

Mehsanaની ફેકટરીમાંથી 100 કરતા વધુ બોરી સરકારી ખાતર ઝડપાયું, પોલીસે નોંધ્યો ગુનો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહેસાણામાં ફેક્ટરીમાંથી સરકારી ખાતર ઝડપાયું છે આ ખાતર ખેરપુર-લક્ષ્મીપુરા ગામ નજીકથી ઝડપાયું છે અને 100 કરતા વધુ બોરી સરકારી ખાતર ઝડપાયું હોવાની વાત સામે આવી છે,ઓમ નામની ફેક્ટરીમાંથી ઝડપાયું છે ખાતર તો પોલીસે સમગ્ર ઘટનાને લઈ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે,કોણે અને કયાં આ ખાતરનો જથ્થો આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે.

પ્લાયવુડ-સન્માઇકા બનાવવામાં ખાતર વપરાતું

મહેસાણા એલસીબીની ટીમે ખાતરનો જથ્થો ઝડપી પાડયો છે જેમાં પ્લાયવુડ-સન્માઇકા બનાવવામાં ખાતર વપરાતું હોવાની વાત સામે આવી છે,મહેસાણા એલસીબીની ટીમે ઘટનાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.નંદાસણ પોલીસે ખાતરનો જથ્થો જપ્ત કર્યો છે અને મુદ્દામાલને પોલીસ સ્ટેશન લઈ લેવામા આવ્યો છે,સરકારી ખાતર ફેકટરી સુધી કઈ રીતે પહોંચ્યું અને આ ઘટનામાં કોણ કોણ સામિલ છે તે દિશામાં તપાસ હાથધરી છે.

7,36,000નો મુદ્દામાલ ઝડપ્યો

મહેસાણા એલસીબી ટીમ નંદાસણ પંથકમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે નંદાસણ પાસે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી.જે આધારે મહેસાણા એલસીબી ટીમે રેડ કરતા લક્ષ્મીપુરા સીમમાં ચાયડામાં આવેલ હોમશોપ કંપનીમાંથી પીકપ ડાલામાં ભરેલ ખાતર રૂ. 26,600ની 100 નંગ બેગ તથા પીકપ ડાલુ રૂપિયા 7,00,000 અને બે નંગ મોબાઈલ મળી રૂ. 7,36,600 નો મુદ્દામાલ જપ્ત કરી તપાસ અર્થે નંદાસણ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો.