Mehsana: મહેસાણા RTO માં મોટો ફેરબદલ; એકસાથે 8 અધિકારીઓની બદલી અને નવી નિમણૂક
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા મોટર વાહન ખાતા (RTO) માં વહીવટી સરળતા અને સુદ્રઢ વ્યવસ્થાના ભાગરૂપે મોટા પાયે બદલી અને નવી નિમણૂકના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ વ્યાપક ફેરબદલ અંતર્ગત ઉત્તર ગુજરાતના મહત્વના મથક એવા મહેસાણા RTO કચેરીમાં ફરજ બજાવતા મોટર વાહન નિરીક્ષક (ક્લાસ-2) ના 8 અધિકારીઓની રાજ્યના અન્ય જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત મહેસાણા કચેરી ખાતે 2 નવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે તેમજ 1 અધિકારીને બઢતી સાથે નવી જવાબદારી સોંપવામાં આવી છે.
મોટર વાહન નિરીક્ષક વર્ગ-2 ના 8 અધિકારીઓની બદલી
- કનૈયાલાલ તુલશીરામભાઈ કુનબી બારડોલી
- સ્નેહ વિનોદકુમાર પટેલ બાવળા
- પરેશ હેમરાજભાઈ દેસાઈ હિંમતનગર
- વિશાલ અશોકભાઈ રાણા નડિયાદ
- વિપુલકુમાર રૂપાભાઈ જાખેસરા પાટણ
- જયેશકુમાર ઈશ્વરભાઈ થલોટિયા સુરત
- ગૌરવ વિનોદકુમાર પરમાર અમદાવાદ પૂર્વ
- નરેશકુમાર જયંતિભાઈ મેવાડા અમદાવાદ
- મહેસાણામાં 2 અધિકારીઓની નવી નિમણૂક
- સ્મિત રમેશભાઈ વાઘેલા વાહન વ્યવહાર કમિશનર કચેરીથી મહેસાણા
- હરિકૃષ્ણ કાંતિલાલ પ્રજાપતિ જામનગરથી મહેસાણા
મહેસાણા ખાતે ખાલી પડેલી જગ્યાઓ પર વહીવટી કામગીરીને વેગ આપવા માટે 2 અધિકારીઓની નવી નિમણૂક કરાઈ છે.સ્મિત રમેશભાઈ વાઘેલા: વાહન વ્યવહાર કમિશનર કચેરી (ગાંધીનગર) થી મહેસાણા ખાતે બદલી.હરિકૃષ્ણ કાંતિલાલ પ્રજાપતિ: જામનગર RTO કચેરીથી બદલી કરીને મહેસાણા ખાતે મૂકવામાં આવ્યા છે.આ ઉપરાંત અન્ય 1 અધિકારીને બઢતી (પ્રમોશન) સાથે નવી જવાબદારી સોંપાઈ છે.
વહીવટી તંત્રમાં ગતિશીલતા લાવવા સરકારી કવાયત
વાહન વ્યવહાર વિભાગના આદેશ મુજબ, બદલી પામેલા તમામ મોટર વાહન નિરીક્ષકોને તાત્કાલિક અસરથી પોતાના નવા નિમણૂક સ્થળે હાજર થઈને ચાર્જ સંભાળવા સૂચના આપવામાં આવી છે. લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા અધિકારીઓની બદલી થવાથી કચેરીમાં સામાન્ય નાગરિકોને લગતી લાયસન્સ, રજિસ્ટ્રેશન અને ફિટનેસ સહિતની સેવાઓમાં પારદર્શિતા અને ઝડપ આવશે.
આ પણ વાંચો: Surat: WhatsApp પર આવેલી APK ફાઇલ ડાઉનલોડ કરતાં જ મોબાઈલ હેક, કઠોદરાની યુવતીના 5.67 લાખ ગાયબ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

