Mehsana: ઝીરો કેઝયુઆલિટી અભિગમ સાથે ચેતક કમાન્ડોની સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ

Dec 27, 2025 - 01:00
Mehsana: ઝીરો કેઝયુઆલિટી અભિગમ સાથે ચેતક કમાન્ડોની સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ધરોઈ ડેમ ખાતે આતંકવાદી હુમલા દરમિયાન કઈ કઈ સાવચેતી રાખવી અને કેટલી સતર્કતા રાખવી તે અંગે મોકડ્રીલ દ્વારા જાણકારી આપવામાં આવી હતી. આ મોકડ્રીલ અંતર્ગત સવારે 10.15 કલાકે એક સ્ક્રોપિયો ગાડીમાં બે આતંકવાદીઓ સાબરકાંઠા બાજુના ધરોઈ ગેટ નં.2થી સુરક્ષા કર્મચારીને ઘાયલ કરીને ધરોઈ ડેમમાં પ્રવેશ કર્યો હતો અને ધરોઈ ડેમ ખાતેના કંટ્રોલ રૂમના 3 કર્મચારીને બંધક બનાવીને રાખવામાં આવ્યા હતા.

આ અંગે સ્થાનિક તંત્ર દ્વારા જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમ અને સંબંધિત વિભાગોને આતંકવાદી ઘૂસ્યા હોવાની જાણ કરવામાં આવી હતી. સતલાસણા પીએસઆઇ તેમની ટીમ સાથે તુરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ, એમ્બ્યુલન્સ સાથે આરોગ્ય વિભાગની ટીમ, ફાયર ટીમ અને જિલ્લાની એસઓજી, એલસીબી, ક્યુઆરટી ટીમ સહિતની પોલીસ ફેર્સ પણ આવી પહોંચી હતી. આ ઉપરાંત સ્થાનિક તંત્ર દ્વારા આતંકવાદી ઘુસ્યા હોવાની જાણ ચેતક કમાન્ડોને કરવામાં આવતાં ચેતક કમાન્ડો ફેર્સ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ચેતક કમાન્ડોના ડીવાયએસપી બી.કે. ગુંદાણી દ્વારા સ્થાનિક તંત્ર પાસેથી આતંકવાદીના લોકેશન તેમજ તેમની માંગણી અંગે જાણકારી મેળવી ઝીરો કેઝયુઆલીટી અભિગમ સાથે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ ઓપરેશન અંતર્ગત પી.આઈ. એમ. કે. પરમારના નેતૃત્વમાં ચેતક કમાન્ડોની ટીમ ધરોઈ ડેમ ખાતે પહોંચી આતંકવાદીઓને ઠાર કરી બંધક બનાવેલ ધરોઈ ડેમ કંટ્રોલ રૂમના કર્મીઓને સહી સલામત બહાર લાવવામાં આવ્યા હતા. ઓપરેશન સફળતા પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હતું. મોકડ્રીલના અંતે ચેતક કમાન્ડોના ડીવાયેસપી ડી.વી. ગોહિલ દ્વારા આતંકવાદી હુમલા જેવી ઘટના બને તો કેવા કેવા પગલાં લેવા જોઈએ?, કેટલી સતર્કતા રાખવી જોઈએ?, કોને કોને જાણ કરવી જોઈએ?, કઈ રીતે સાવચેતી રાખવી જોઈએ? તે તમામ બાબતે મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી. આપત્તિ સમયે બચાવ કામગીરી કેવી રીતે કરવી તે અંગે પણ વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

આ મોકડ્રીલ સમયે ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણ, એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એન. આર. વાઘેલા, આઈબી પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે. પરમાર, સતલાસણા મામલતદાર , સતલાસણા તાલુકા વિકાસ અધિકારી, ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના ડીપીઓ, પીએસઆઈ પી.એન.રબારી સહિત સંબંધિત વિભાગના અધિકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0