Mehsana: ખેરાલુમાં ચૂંટણીની આદાવત રાખી હુમલો, 9 લોકો સામે ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ખેરાલુમાં ગ્રામ પંચાયતની સરપંચ માટે ચૂંટણી યોજાય હતી. આ ચૂંટણીની આદાવત રાખી ગામના લોકો દ્વારા વૃંદાવન ચોકડી પાસે સ્કોર્પિયો ગાડી અટકાવી વિજેતા મહિલા સરપંચના પતિ જયેશકુમા પર હુમલો કર્યો હતો. આ ઘટના મામલે બંન્ને પક્ષે સામ-સામે 9 લોકો સામે ખેરાલુ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ચૂંટણીની આદાવત રાખી હુમલો
ખેરાલુમાં પરિવાર સાથે રહેતા જયેશકુમાર ઠાકોરના પત્ની તાજેતરમાં યોજાયેલ સરપંચની ચૂંટણીમાં વિજેતા બન્યા હતા. સ્કોર્પિયો માં શૈલેષજી ઠાકોર સાથે જયેશકુમાર ઠાકોર ઘરે પરત આવી રહ્યા હતા.આ દરમિયાન ખેરાલુ કેનાલથી GIDC તથા વૃંદાવન ચોકડી પાસે એક કારમાં સવાર ગામમાં જ રહેતા કાળુજી ચેહરાજી ઠાકોર, મેહુલજી બકાજી ઠાકોર, આશીશજી બકાજી ઠાકોર તેમજ આદીતજી અશોકજી ઠાકોરે પ્રિ-પ્લાન મુજબ ચૂંટણીની અદાવત રાખી સ્કોર્પિયોને ટક્કર મારી અટકાવી હતી.ટક્કર વાગ્યા બાદ બચવા કાર રિવર્સમાં દોડાવી હતી.
9 લોકો સામે ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
આ ઘટનામાં ખેરાલુ વૃંદાવન ચોકડી ઉપર મારામારીના વીડિયો પણ સામે આવ્યા છે. રુપિયાની લેતીદેતીમાં છોડાવનાર પર હુમલો કરવામાં આવ્યો છે. બંને પક્ષે કાર થી કારને ટક્કર મારી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં બંન્ને પક્ષે સામસામે 9 લોકો સામે ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
What's Your Reaction?






