Mehsana News: મનપામાં મંજૂરી વિના જ કચરાની 250 લારીઓ ખરીદાઈ, કારોબારી બેઠકમાં કૌભાંડનો પર્દાફાશ થયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહેસાણા મહાનગરપાલિકામાં કચરાની લારીઓની ખરીદીને લઈને એક મોટો અને ચોંકાવનારો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે.વહીવટદાર શાસન દરમિયાન કોઈપણ પ્રકારની યોગ્ય વહીવટી પ્રક્રિયા,ભાવ મંજૂરી,વર્ક ઓર્ડર કે કરાર કર્યા વિના જ અંદાજે 250 જેટલી કચરાની લારીઓ ગેરકાયદેસર રીતે ખરીદી લેવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો થયા છે.જેની કુલ કિંમત આશરે રૂ.25.50 લાખ જેટલી થાય છે.લારીઓની ખરીદી અને તેની ડિલિવરી સંપૂર્ણપણે થઈ ગયા બાદ તાજેતરમાં યોજાયેલી કારોબારી સમિતિની બેઠકમાં આ ખરીદીની ભાવ મંજૂરી માટેની પાછલી તારીખની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારે આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
મોટું કમિશન મેળવવાનો કારસો રચાયો હોવાનો આક્ષેપ
અગાઉ જ્યારે મહેસાણા નગરપાલિકા હતી ત્યારે જે એક લારી માત્ર રૂ 6600 ના ભાવે ખરીદવામાં આવતી હતી. તેનો ભાવ હાલ મહાનગરપાલિકા દ્વારા અદ્ભુત રીતે વધારીને રૂ.10200 દર્શાવવામાં આવ્યો છે.આ ભાવ વધારા પાછળ કોઈ ચોક્કસ એજન્સીને આર્થિક ફાયદો પહોંચાડવાનો અને મોટું કમિશન મેળવવાનો કારસો રચાયો હોવાનો સ્પષ્ટ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.આ વિવાદાસ્પદ ખરીદી જય અંબે વુડન વર્કસ પાસેથી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.ફેબ્રુઆરી મહિનામાં જ આ લારીઓ ખરીદી લેવામાં આવી હતી પરંતુ જ્યારે ગત 30 જુલાઈ 2026ના રોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં આ બિલની મંજૂરી મેળવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો ત્યારે મનપાના પદાધિકારીઓ અને કોંગ્રેસના કાઉન્સિલરોએ પ્રજાના ટેક્સના પૈસાના આડેધડ વ્યય સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
કૌભાંડનો રેલો પીએમઓ સુધી પહોંચ્યો
વિપક્ષી સભ્યોએ આ પ્રસ્તાવને મંજૂર કરવાનો ઇનકાર કરીને તેને સત્તાવાર રીતે નામંજૂર કરાવી દીધો હતો.પ્રસ્તાવ નામંજૂર થતાં હવે સૌથી મોટો સવાલ એ ઉભો થયો છે કે જો મનપા દ્વારા નાણાં ચૂકવવામાં નહીં આવે તો આ એજન્સીને ચૂકવણી કોણ કરશે અને આ ગેરકાયદે ખરીદી પાછળ જવાબદાર અધિકારીઓ સામે શું પગલાં લેવાશે? આ ગંભીર આર્થિક ગેરરીતિ અને ભ્રષ્ટાચાર અંગે શહેરી વિકાસ વિભાગ ખાતે લેખિત પત્ર પાઠવીને સઘન તપાસની માંગ કરવામાં આવી છે.આ ઉપરાંત, એક જાગૃત નાગરિક દ્વારા પણ આ મામલે વડાપ્રધાન કાર્યાલય, મુખ્યમંત્રી કાર્યાલય,એસીબી અને સ્થાનિક ભંડોળ ખાતામાં સત્તાવાર લેખિત અરજી કરીને ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ કરવાની ઉગ્ર માંગ ઉઠાવવામાં આવી છે.
આ પણ વાંચોઃ Sandesh Digital Explainer : નેશનલ ફિલ્મ એવોર્ડ્સના આયોજનથી ગુજરાતને શું થશે ફાયદો?
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

