Mehsana News: ફટાકડા ફોડવા બાબતે લોહીયાળ ખેલ, યુવક પર છરી વડે જીવલેણ હુમલો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહેસાણા શહેરમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર સવાલો ઊભા કરતી એક ઘટના સામે આવી છે. મહેસાણા શહેરના વ્યસ્ત ગણાતા રાધનપુર રોડ પર આવેલા ગોલ્ડન સ્કવેરની આસપાસ અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. અહીં ફટાકડા ફોડવા જેવી સાવ સામાન્ય બાબતમાં આવેશમાં આવીને કેટલાક અસામાજિક તત્વો દ્વારા એક યુવક પર અત્યંત ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો.
યુવક પર છરીના ઘા ઝીંકાયા, ગળા અને હાથ પર 12 ટાંકા આવ્યા
પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપીઓએ ઉશ્કેરાઈને યુવક પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા યુવકને શરીરના વિવિધ ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચી છે. યુવકના ગળા અને હાથના ભાગે ગંભીર ઘા વાગતા 12 ટાંકા આવ્યા છે. ઘટના બાદ લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

પાટીદાર સમાજ અને સર્વ સમાજ દ્વારા એસપી કચેરીએ આવેદનપત્ર
આ નિર્દયી ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર શહેરમાં જોવા મળ્યા છે. આઘાતજનક ઘટનાના વિરોધમાં પાટીદાર સમાજ તેમજ અન્ય સર્વ સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. તેમણે પોલીસ સ્ટેશન અને જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ મામલે અસામાજિક તત્વો અને ગુનાહિત પ્રવૃત્તિઓ આચરનારા તમામ ઈસમો સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માગ કરાઈ છે, જેથી ભવિષ્યમાં આવી શરમજનક ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.

બેફામ ફરતી ગાડીઓ સામે સ્થાનિકોમાં રોષ અને સવાલો
ઘટના બાદ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કે, શહેરમાં કાળા કાચ વાળી ગાડીઓ અને નંબર પ્લેટ વગરના વાહનો બેફામ રીતે કેમ દોડી રહ્યા છે? પ્રશાસન દ્વારા આવા તત્વો સામે કડક ચેકિંગ અને ડ્રાઈવ ચલાવવામાં આવે તેવી લોક માગ પ્રબળ બની છે.
આ પણ વાંચો: Mehsana: દિવાળી નિમિત્તે મંદિરમાં ભક્તિમય માહોલમાં શારદા પૂજન યોજાયું, હજારો હરિભક્તોની ઉપસ્થિતિ વચ્ચે દીપોત્સવની ઉજવણી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

