Mehsana News: બહુચરાજી તાલુકા પંચાયતમાં બહુમતી ભાજપની છતાં સત્તા કોંગ્રેસના હાથમાં

Apr 30, 2026 - 12:30
Mehsana News: બહુચરાજી તાલુકા પંચાયતમાં બહુમતી ભાજપની છતાં સત્તા કોંગ્રેસના હાથમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયાં છે. આ પરિણામોમાં મોટા ઉલટફેર જોવા મળ્યાં છે. ક્યાંક ભાજપના કદાવર નેતાઓની હાર થઈ છે તો ક્યાંક ભાજપની સત્તા હોવા છતાં પ્રમુખ કે મેયરનું પદ હાથમાંથી જતું રહ્યું છે.મહેસાણાના બહુચરાજીમાં ગજબનો રાજકીય માહોલ સામે આવ્યો છે. બહુચરાજીમાં તાલુકા પંચાયતની 16 બેઠકોમાંથી ભાજપે 13 બેઠકો જીતી હોવા છતાં પ્રમુખ પદ ગુમાવવાની નોબત આવી છે.

બહુચરાજીમાં ભાજપની જીત છતાં હાર

મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે 13 બેઠકો પર વિજય મેળવ્યો છે. માત્ર ત્રણ જ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો જીત્યાં છે. ત્યારે ભાજપની બહુમતી હોવા છતાં પ્રમુખ પદ ગુમાવવાની નોબત આવી છે. કોંગ્રેસના વિજેતા ઉમેદવાર હિતેશભાઈએ પ્રમુખ પદ માટે પોતાની દાવેદારી મજબૂત કરી છે. ભાજપના તમામ 13 ઉમેદવારો અન્ય કેટેગરીના હોવાથી સત્તા હોવા છતાં પ્રમુખ પદ મળી શકે તેમ નથી. જેથી કોંગ્રેસને માત્ર ત્રણ જ બેઠકો મળી હોવા છતાં પ્રમુખ પદની જાણે લોટરી લાગી છે.

માત્ર 3 બેઠક જીતનાર કોંગ્રેસમાં ઉત્સાહ

બહુચરાજી તાલુકા પંચાયતમાં કોંગ્રેસના વિજેતા ઉમેદવાર હિતેશભાઈએ પ્રમુખ પદ માટે પોતાની દાવેદારી મજબૂત કરી છે. તેમણે કહ્યું હતું કે, જનતાના વિકાસના કાર્યો કરવાની અમારી નેમ છે. પ્રમુખ બનીને વિકાસના કાર્યો કરીશ. સ્પષ્ટ બહુમતી હોવા છતાં સત્તા હાથમાંથી જતી જોઈ ભાજપના ગઢમાં સોપો પડી ગયો છે. તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ અનુસૂચિત જાતિ (SC) માટે અનામત છે. ભાજપના વિજેતાઓમાં SC ઉમેદવારનો અભાવ નડ્યો છે.માત્ર 3 બેઠક જીતનાર કોંગ્રેસમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચોઃ Gujarat News: ચૂંટાયેલી પાંખના વડા નક્કી કરવા ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાશે


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0