Vadodara News: નવલખી પોલીસ ચોકી પાસે મેદાનમાંથી મળ્યો કોહવાયેલો મૃતદેહ, ગંભીર રહસ્યોના એંધાણ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સંસ્કારી નગરી વડોદરાના હાર્દ સમાન નવલખી મેદાનમાંથી આજે સવારે એક અજ્ઞાત વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આશ્ચર્યની વાત એ છે કે, આ મૃતદેહ નવલખી પોલીસ ચોકીની એકદમ નજીકથી મળી આવ્યો છે.
ડી-કમ્પોઝ હાલતમાં મળ્યો મૃતદેહ
ઘટનાની મળતી માહિતી અનુસાર, આજે વહેલી સવારે નવલખી મેદાનમાં પોલીસ ચોકી પાસે એક મૃતદેહ પડ્યો હોવાની જાણ થતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. મૃતદેહ લાંબા સમયથી પડ્યો હોવાને કારણે 'ડી-કમ્પોઝ' (કોહવાયેલી) હાલતમાં જોવા મળ્યો હતો. મૃતદેહની હાલત અત્યંત ખરાબ હોવાથી પ્રાથમિક દ્રષ્ટિએ તેની ઓળખ કરવામાં મુશ્કેલી પડી રહી છે.
પોલીસનો કાફલો ઘટના સ્થળે
ઘટનાની જાણ થતા જ વડોદરા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ઘટના સ્થળનું પંચનામું કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ ચોકીની આટલી નજીકથી મૃતદેહ મળી આવતા સુરક્ષા વ્યવસ્થા અને ઘટના પાછળના કારણો અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
તપાસનો ધમધમાટ શરૂ
આ મોત કુદરતી છે, આત્મહત્યા છે કે, પછી તેની હત્યા કરીને મૃતદેહને અહીં ફેંકી દેવામાં આવી છે? તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. હાલમાં આસપાસના CCTV ફૂટેજ અને ગુમ થયેલા વ્યક્તિઓની યાદી તપાસવામાં આવી રહી છે, જેથી મૃતકની ઓળખ કરી શકાય. આ ઘટના પાછળ કોઈ ગંભીર રહસ્ય છુપાયેલું હોવાની શંકા સેવવામાં આવી રહી છે.
આ પણ વાંચો - Vadodara: જુનિયર ડોક્ટર્સ એસોસિએશનની હડતાળ, આરોગ્ય સેવાઓ ખોરવાઈ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

