Mehsana: બાવલુ ગામે લગ્ન મંડપમાં જ જુગારધામ! 9 જુગારીઓ ઝડપાયા, 4 ફરાર

મહેસાણાના બાવલુ ગામના ધનાવાળા વાસમાંથી પોલીસે ધમધમતું જુગારધામ ઝડપાયું છે. લગ્ન મંડપમાં જુગાર રમતા 9 ઝડપાયા છે જ્યારે અન્ય 4 ફરાર થઇ ગયા હતા. પોલીસે જુગારધામ પરથી કુલ 4.75 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો છે.બાવલું ગામમાં લગ્ન પ્રસંગમાં જુગારધામ!મહેસાણામાં કડી તાલુકાના બાવલું ગામમાં જુગારધામ પર પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ધનાવાળા વાસમાંથી લગ્નના મંડપમાં જુગારધામ ધમધમતું હોવાની માહિતી મળતા દરોડા પાડ્યા હતા. બાવલું પોલીસે લગ્ન મંડપમાં જુગાર રમતા 9 જુગારીને રંગેહાથ ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય 4 જુગારીઓ પોલીસ પકડથી દૂર છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને કુલ રૂપિયા 4.75 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.દેલ્લા ગામના ફાર્મ હાઉસમાંથી 59 જુગારી ઝડપાયા ઉલ્લેખનીય છે કે, અગાઉ કડીના દેલ્લા ગામની સીમમાંથી હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપાયું છે. અહીંથી 59 જુગારીઓને કુલ 59.09 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલાઓમાં સૌથી વધુ શખ્સો અમદાવાદના છે.બાવલુ પોલીસ મથકના ડી સ્ટાફ્ની ટીમ પંથકમાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે બાવલું પોલિસને બાતમી મળી હતી કે, દેલ્લા ગામની સીમમાં સૈયદ ફાર્મ હાઉસમાં કેટલાક ઈસમો જુગાર રમી રમાડી રહ્યા છે. જેથી બાવલું પોલીસે ટીમો બનાવી રેડ કરી 59 જુગારીઓ રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ ઉપરથી હાઈપ્રોફાઇલ કારો સહિત રૂ.59,09,100નો મુદામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ઝડપાયેલા હાઈપ્રોફાઇલ જુગારધામમાં મોટાભાગનાં જુગારીઓ અમદાવાદનાં રહીશો હોવાનું ખૂલવા પામ્યું હતું.

Mehsana: બાવલુ ગામે લગ્ન મંડપમાં જ જુગારધામ! 9 જુગારીઓ ઝડપાયા, 4 ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહેસાણાના બાવલુ ગામના ધનાવાળા વાસમાંથી પોલીસે ધમધમતું જુગારધામ ઝડપાયું છે. લગ્ન મંડપમાં જુગાર રમતા 9 ઝડપાયા છે જ્યારે અન્ય 4 ફરાર થઇ ગયા હતા. પોલીસે જુગારધામ પરથી કુલ 4.75 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો છે.

બાવલું ગામમાં લગ્ન પ્રસંગમાં જુગારધામ!

મહેસાણામાં કડી તાલુકાના બાવલું ગામમાં જુગારધામ પર પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ધનાવાળા વાસમાંથી લગ્નના મંડપમાં જુગારધામ ધમધમતું હોવાની માહિતી મળતા દરોડા પાડ્યા હતા. બાવલું પોલીસે લગ્ન મંડપમાં જુગાર રમતા 9 જુગારીને રંગેહાથ ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય 4 જુગારીઓ પોલીસ પકડથી દૂર છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને કુલ રૂપિયા 4.75 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

દેલ્લા ગામના ફાર્મ હાઉસમાંથી 59 જુગારી ઝડપાયા

ઉલ્લેખનીય છે કે, અગાઉ કડીના દેલ્લા ગામની સીમમાંથી હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપાયું છે. અહીંથી 59 જુગારીઓને કુલ 59.09 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલાઓમાં સૌથી વધુ શખ્સો અમદાવાદના છે.બાવલુ પોલીસ મથકના ડી સ્ટાફ્ની ટીમ પંથકમાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે બાવલું પોલિસને બાતમી મળી હતી કે, દેલ્લા ગામની સીમમાં સૈયદ ફાર્મ હાઉસમાં કેટલાક ઈસમો જુગાર રમી રમાડી રહ્યા છે. જેથી બાવલું પોલીસે ટીમો બનાવી રેડ કરી 59 જુગારીઓ રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ ઉપરથી હાઈપ્રોફાઇલ કારો સહિત રૂ.59,09,100નો મુદામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ઝડપાયેલા હાઈપ્રોફાઇલ જુગારધામમાં મોટાભાગનાં જુગારીઓ અમદાવાદનાં રહીશો હોવાનું ખૂલવા પામ્યું હતું.