Mehsana: ટ્રાફિકની સમસ્યા દૂર કરવા લોકસભામાં ઓવરબ્રિજની માંગણી

ભાજપના સંસદસભ્ય હરિભાઈએ લોકસભામાં મુદ્દો ઉઠાવ્યો ચોમાસામાં અંડરપાસમાં પાણી ભરાઈ જાય છે: હરિભાઈ દર્દીઓને હોસ્પિટલ લઈ જવામાં મુશ્કેલી પડે છે: સાંસદમહેસાણામાં ટ્રાફિકની સમસ્યાને ઘટાડવા માટે, ભારતીય જનતા પાર્ટીના મહેસાણાના સંસદસભ્ય હરિભાઈ પટેલે લોકસભામાં ઓવરબ્રિજ બનાવવા માટે માંગણી કરી હતી. ગોપીનાળા અને ભમ્મરીયા નાળાનો ટ્રાફિક ઓછો કરવા કવાયત મહેસાણા સિટી-1 અને 2માં જવા-આવવા માટે ગોપીનાળા અને ભમ્મરીયા નાળાનો ટ્રાફિક ઓછો કરવા માટે છેલ્લા ઘણા સમયથી ગોપીનાળાના વિકલ્પમાં પોલીસ હેડ ક્વાર્ટરથી દૂધસાગર ડેરી ગુરુદ્વારા સુધી રેલવે ઓવરબ્રિજ બનાવવા માંગણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન થોડા દિવસ પહેલા સાંસદની સાથે નગરપાલિકા અને રેલવેના ઇજનેરે આ રૂટનું સ્થળ નિરીક્ષણ કરી બ્રિજની શક્યતા ચકાસતાં દરખાસ્ત માટે હકારાત્મક નિર્દેશ પણ આપ્યા હતા. પાંચ વર્ષ પહેલા સર્વે કરવામાં આવ્યો હતો પાંચ વર્ષ પહેલા પૂર્વ ચીફ ઓફિસર જીગર પટેલના સમયગાળામાં પોલીસ હેડ ક્વાર્ટરથી ગુરુદ્વારા સુધી રેલવે ઓવરબ્રિજ બનાવવાની શક્યતા ચકાસતો ફૂટ સર્વે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પૂર્વ સાંસદ શારદાબેન પટેલ દ્વારા લોકસભા ગૃહમાં રેલવે ઓવરબ્રિજની જરૂરિયાત હોવાની ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી. શહેર માટે માથાનો દુખાવો બની રહેલી ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે હવે ફરી આ ઓવરબ્રિજ માટે નવા સંસદસભ્ય અને તંત્રએ કવાયત આરંભી છે. જેના ભાગરૂપે સંસદસભ્ય હરિભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ ર્ડા.મિહિરભાઇ પટેલ, ચીફ ઓફિસર દર્શનસિંહ ચાવડા, ઇજનેર જતીનભાઇ પટેલ તેમજ રેલવે ઇજનેર દ્વારા હેડ ક્વાર્ટર સાઇડના રેલવે ટ્રેકથી લઇને રેલવે પેરેલલ ગુરુદ્વારા સુધી ફૂટ સર્વે કરવામાં આવ્યો હતો. જ્યાં રેલવે હદની કેટલીક જગ્યા, ગોપીનાળા નજીકની કેટલીક જગ્યાની ઇજનેર ટીમની મદદથી માપણી કરવામાં આવી હતી. સ્થળ ચકાસણીમાં રેલવે તંત્ર દ્વારા પણ ઓવરબ્રિજ બની શકે તેમ હોવાની શક્યતાઓને તપાસી હતી. સંભવત: બ્રિજમાં રેલવે ટ્રેક ઉપર વચ્ચેના ભાગે અંદાજે 55 મીટરનો ભાગ આવી શકે તેમ છે. ગંજ બજાર અને પ્રજાપતિ વાડી પાછળ અંડરપાસ બનશે સંસદસભ્ય હરિભાઇ પટેલ, રાજ્યસભાના સભ્ય મયંક નાયક, ધારાસભ્ય મુકેશ પટેલ, પાલિકા પ્રમુખ ર્ડા.મિહિર પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશ રાજગોર, શહેર પ્રમુખ મનેષ પટેલ, કારોબારી ચેરમેન દિપક પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં રેલવે ઓવરબ્રિજ અંગે પરામર્શ બેઠક પણ યોજાઇ હતી. જેમાં ઇજનેરોની મદદથી રૂટ સ્થળ નિરીક્ષણમાં ક્યા લેવલથી ચોક્કસ રૂટમાં ઓવરબ્રિજ બની શકે તેમ છે તે અંગેની વિગતો રજૂ કરવામાં આવી હતી. બેઠકમાં ગંજબજાર પાછળ આવેલ બ્રહ્માણી મંદિર રેલવે લાઇન તેમજ પ્રજાપતિ વાડી પાછળ આવેલ રેલવેલાઇનની જગ્યામાં અંડરપાસનું (બોક્સ ક્લવર્ટ) કામ મંજૂર કરાયેલું હોઇ સ્થળ ચકાસણી બાદ ચર્ચા કરવામાં આવી હતી. લોકસભામાં માંગણીને લઈને આગામી દિવસોમાં મહેસાણામાં ઓવરબ્રિજ બનવાનું શરૂ થાય તેવા એંધાણ છે.

Mehsana: ટ્રાફિકની સમસ્યા દૂર કરવા લોકસભામાં ઓવરબ્રિજની માંગણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાજપના સંસદસભ્ય હરિભાઈએ લોકસભામાં મુદ્દો ઉઠાવ્યો

ચોમાસામાં અંડરપાસમાં પાણી ભરાઈ જાય છે: હરિભાઈ

દર્દીઓને હોસ્પિટલ લઈ જવામાં મુશ્કેલી પડે છે: સાંસદ

મહેસાણામાં ટ્રાફિકની સમસ્યાને ઘટાડવા માટે, ભારતીય જનતા પાર્ટીના મહેસાણાના સંસદસભ્ય હરિભાઈ પટેલે લોકસભામાં ઓવરબ્રિજ બનાવવા માટે માંગણી કરી હતી.

ગોપીનાળા અને ભમ્મરીયા નાળાનો ટ્રાફિક ઓછો કરવા કવાયત

મહેસાણા સિટી-1 અને 2માં જવા-આવવા માટે ગોપીનાળા અને ભમ્મરીયા નાળાનો ટ્રાફિક ઓછો કરવા માટે છેલ્લા ઘણા સમયથી ગોપીનાળાના વિકલ્પમાં પોલીસ હેડ ક્વાર્ટરથી દૂધસાગર ડેરી ગુરુદ્વારા સુધી રેલવે ઓવરબ્રિજ બનાવવા માંગણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન થોડા દિવસ પહેલા સાંસદની સાથે નગરપાલિકા અને રેલવેના ઇજનેરે આ રૂટનું સ્થળ નિરીક્ષણ કરી બ્રિજની શક્યતા ચકાસતાં દરખાસ્ત માટે હકારાત્મક નિર્દેશ પણ આપ્યા હતા.

પાંચ વર્ષ પહેલા સર્વે કરવામાં આવ્યો હતો

પાંચ વર્ષ પહેલા પૂર્વ ચીફ ઓફિસર જીગર પટેલના સમયગાળામાં પોલીસ હેડ ક્વાર્ટરથી ગુરુદ્વારા સુધી રેલવે ઓવરબ્રિજ બનાવવાની શક્યતા ચકાસતો ફૂટ સર્વે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પૂર્વ સાંસદ શારદાબેન પટેલ દ્વારા લોકસભા ગૃહમાં રેલવે ઓવરબ્રિજની જરૂરિયાત હોવાની ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી. શહેર માટે માથાનો દુખાવો બની રહેલી ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે હવે ફરી આ ઓવરબ્રિજ માટે નવા સંસદસભ્ય અને તંત્રએ કવાયત આરંભી છે. જેના ભાગરૂપે સંસદસભ્ય હરિભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ ર્ડા.મિહિરભાઇ પટેલ, ચીફ ઓફિસર દર્શનસિંહ ચાવડા, ઇજનેર જતીનભાઇ પટેલ તેમજ રેલવે ઇજનેર દ્વારા હેડ ક્વાર્ટર સાઇડના રેલવે ટ્રેકથી લઇને રેલવે પેરેલલ ગુરુદ્વારા સુધી ફૂટ સર્વે કરવામાં આવ્યો હતો. જ્યાં રેલવે હદની કેટલીક જગ્યા, ગોપીનાળા નજીકની કેટલીક જગ્યાની ઇજનેર ટીમની મદદથી માપણી કરવામાં આવી હતી. સ્થળ ચકાસણીમાં રેલવે તંત્ર દ્વારા પણ ઓવરબ્રિજ બની શકે તેમ હોવાની શક્યતાઓને તપાસી હતી. સંભવત: બ્રિજમાં રેલવે ટ્રેક ઉપર વચ્ચેના ભાગે અંદાજે 55 મીટરનો ભાગ આવી શકે તેમ છે.

ગંજ બજાર અને પ્રજાપતિ વાડી પાછળ અંડરપાસ બનશે

સંસદસભ્ય હરિભાઇ પટેલ, રાજ્યસભાના સભ્ય મયંક નાયક, ધારાસભ્ય મુકેશ પટેલ, પાલિકા પ્રમુખ ર્ડા.મિહિર પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશ રાજગોર, શહેર પ્રમુખ મનેષ પટેલ, કારોબારી ચેરમેન દિપક પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં રેલવે ઓવરબ્રિજ અંગે પરામર્શ બેઠક પણ યોજાઇ હતી. જેમાં ઇજનેરોની મદદથી રૂટ સ્થળ નિરીક્ષણમાં ક્યા લેવલથી ચોક્કસ રૂટમાં ઓવરબ્રિજ બની શકે તેમ છે તે અંગેની વિગતો રજૂ કરવામાં આવી હતી. બેઠકમાં ગંજબજાર પાછળ આવેલ બ્રહ્માણી મંદિર રેલવે લાઇન તેમજ પ્રજાપતિ વાડી પાછળ આવેલ રેલવેલાઇનની જગ્યામાં અંડરપાસનું (બોક્સ ક્લવર્ટ) કામ મંજૂર કરાયેલું હોઇ સ્થળ ચકાસણી બાદ ચર્ચા કરવામાં આવી હતી. લોકસભામાં માંગણીને લઈને આગામી દિવસોમાં મહેસાણામાં ઓવરબ્રિજ બનવાનું શરૂ થાય તેવા એંધાણ છે.