Suratમા મેટ્રોની કામગીરી સ્થાનિકો માટે માથાનો દુખાવો બની
સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન પાણીની લાઈન તૂટી છે. જેમાં પાણીની લાઈન તૂટતાં હજારો લિટર પાણીનો વેડફાટ થયો છે. તેમાં અડાજણના એલ.પી.સવાણી રોડ પર આ બનાવ બન્યો છે. રોડ પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા છે. કલાકો સુધી શુદ્ધ હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. લોકો માટે મેટ્રો કામગીરી હાલાકી રુપ સાબિત થઇ રહી છે. મેટ્રોની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઇ હતી તાજેતરમાં જ એક દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા હતા. જેમાં મેટ્રોની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઇ હતી. હાલમાં પણ મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે અગાઉ નાના વરાછા વિસ્તારમાં હાઇડ્રોલિક ક્રેન ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. મળતી માહિતી પ્રમાણે સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલ તપોવન સર્કલ પાસે હાઇડ્રોલિક ક્રેન પલટી ગઈ હતી. આ હાઇડ્રોલિક ક્રેનની મદદથી મેટ્રો બ્રિજનો પિલ્લર ઉંચકીને ઉપર ચડાવવામાં આવી રહ્યો હતો, તે દરમિયાન આ ઘટના બની છે. મકાનમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી મેટ્રોના ટ્રેક બનાવવા અને પિલર પર સ્પાન બનાવવા માટે આ હાઇડ્રોલિક ક્રેનનો ઉપયોગ કરવામાં આવે છે. નાના વરાછા વિસ્તારમાં કામગીરી દરમિયાન બે મોટી અને હેવી ક્રેન દ્વારા મેટ્રો બ્રિજના પિલરને ઉપર ચડાવવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન એક ક્રેન વચ્ચેથી વળી ગઈ હતી. એક ક્રેન વળી જતા, બીજી ક્રેન પર બધો વજન આવી ગયો હતો. જેથી બીજી ક્રેન ત્રાસી થઈને પલટી મારી ગઈ હતી. હાઇડ્રોલિક ક્રેન પલટી મારવાની સાથે તેની સાથે હવામાં લટકતું હાઇડ્રોલિક મશીન બાજુના મકાન પર પડ્યું હતું. હાઇડ્રોલિક મશીન મકાન પર પડતા મકાનના આગળના ભાગને નુકસાન પહોંચ્યું હતુ. સદનસીબે આ મકાનમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન પાણીની લાઈન તૂટી છે. જેમાં પાણીની લાઈન તૂટતાં હજારો લિટર પાણીનો વેડફાટ થયો છે. તેમાં અડાજણના એલ.પી.સવાણી રોડ પર આ બનાવ બન્યો છે. રોડ પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા છે. કલાકો સુધી શુદ્ધ હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. લોકો માટે મેટ્રો કામગીરી હાલાકી રુપ સાબિત થઇ રહી છે.
મેટ્રોની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઇ હતી
તાજેતરમાં જ એક દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા હતા. જેમાં મેટ્રોની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઇ હતી. હાલમાં પણ મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે અગાઉ નાના વરાછા વિસ્તારમાં હાઇડ્રોલિક ક્રેન ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. મળતી માહિતી પ્રમાણે સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલ તપોવન સર્કલ પાસે હાઇડ્રોલિક ક્રેન પલટી ગઈ હતી. આ હાઇડ્રોલિક ક્રેનની મદદથી મેટ્રો બ્રિજનો પિલ્લર ઉંચકીને ઉપર ચડાવવામાં આવી રહ્યો હતો, તે દરમિયાન આ ઘટના બની છે.
મકાનમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી
મેટ્રોના ટ્રેક બનાવવા અને પિલર પર સ્પાન બનાવવા માટે આ હાઇડ્રોલિક ક્રેનનો ઉપયોગ કરવામાં આવે છે. નાના વરાછા વિસ્તારમાં કામગીરી દરમિયાન બે મોટી અને હેવી ક્રેન દ્વારા મેટ્રો બ્રિજના પિલરને ઉપર ચડાવવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન એક ક્રેન વચ્ચેથી વળી ગઈ હતી. એક ક્રેન વળી જતા, બીજી ક્રેન પર બધો વજન આવી ગયો હતો. જેથી બીજી ક્રેન ત્રાસી થઈને પલટી મારી ગઈ હતી. હાઇડ્રોલિક ક્રેન પલટી મારવાની સાથે તેની સાથે હવામાં લટકતું હાઇડ્રોલિક મશીન બાજુના મકાન પર પડ્યું હતું. હાઇડ્રોલિક મશીન મકાન પર પડતા મકાનના આગળના ભાગને નુકસાન પહોંચ્યું હતુ. સદનસીબે આ મકાનમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી.