Mehsana: કડીના સ્નેહમિલન સમારોહમાં નીતિન પટેલ અને હાર્દિક પટેલ એક મંચ પર!

Jan 6, 2025 - 18:00
Mehsana: કડીના સ્નેહમિલન સમારોહમાં નીતિન પટેલ અને હાર્દિક પટેલ એક મંચ પર!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહેસાણાના કડીમાં સ્નેહ મિલન સમારોહમાં નીતિન પટેલ અને હાર્દિક પટેલ એક મંચ પર જોવા મળ્યા હતા. હાર્દિક પટેલે સ્ટેજ પરથી નિવેદન આપતા કહ્યું હતું કે, કડીને ટક્કર મારે તેવું વિરમગામ બનાવીશું. તો બીજી બાજુ પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ પણ નિવેદન આપ્યું હતું કે, હાર્દિક પટેલ પહેલાં મંત્રી બને તેવી માતાજીને પ્રાર્થના કરીએ છીએ...

મહેસાણાના કડીમાં 72 ચુંવાળ કડવા પાટીદાર સમાજનો 22મો સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. 22મો સ્નેહ મિલન સમારોહમાં નીતિન પટેલ અને હાર્દિક પટેલ એક મંચ પર જોવા મળ્યા હતા. સ્નેહ મિલન કાર્યક્રમમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, કડીને પણ ટક્કર મારે એવું વિરમગામ માંડલ ને બનાવીશું, તો નીતિન પટેલે કહ્યું, પહેલું સ્ટેજ મંત્રીનું આવે એટલે પહેલા મંત્રી બને તેવી પ્રાર્થના કરીએ છીએ...2015, 16, 17માં અનામત આંદોલનને હાર્દિક પટેલે યાદ કર્યું હતું.

હાર્દિક પટેલે કહ્યું હતું કે, નીતિનભાઈ સાહેબ, આનંદીબેને સમાજ માટે બિન અનામત આયોગ, બિન અનામત નિગમ અને 10% EXS મંજૂર કરીને આપ્યું છે. હમણાં હું અને સાહેબ ચિંતા કરતા હતા કે, તમારો ઉત્સાહ અને પ્રેમ ખૂબ જ સારો હોય છે, પરંતુ એ ઉત્સાહ અને પ્રેમ બંધ મુઠ્ઠીમાં રહે એ બંધ મુઠ્ઠીથી આપણે એકબીજાને સહયોગ કરીએ તો વિશેષ લાભ સમાજને અને રાજ્યના લોકોને પણ મળશે. સાહેબની હાજરીમાં એક ગુસ્તાખી કરીએ છીએ કે સાહેબ તમારા બધાના આશીર્વાદથી ખૂબ લાંબો સમય વિરમગામ, દેત્રોજ, માંડલ નો સેવા કરવાનો અવસર મળશે તો કડીને પણ ટક્કર મારે એવું વિરમગામ દેત્રોજ માંડલનો વિસ્તાર બનાવીશું.

કાર્યક્રમમાં હાર્દિક પટેલે નીતિન પટેલને અનેક વખત પોતાના ભાષણમાં યાદ કરતા અનેક વાતો વાગોળી હતી. તો બીજી તરફ નીતિન પટેલે કહ્યું હતું કે, હું કહીશ પહેલું સ્ટેજ મંત્રીનું આવે છે, એટલે પહેલા મંત્રી બને એવી ઉમિયા માતાજીને પ્રાર્થના કરીએ છીએ.  હાર્દિકને ધારાસભ્ય બન્યા પછી આજ દિવસ સુધી એક પણ વિવાદ એમના નામે ઉભો થયો નથી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0