Mehsanaના Kheraluમાં સામાન્ય વરસાદમાં રસ્તાઓ ખરાબ રીતે ધોવાયા

ખેરાલુમાં સામાન્ય વરસાદમાં રસ્તાઓ ધોવાયા કોન્ટ્રાકટરો દ્વારા કરાયેલા કામોની ખુલી પોલ શહેરના અનેક માર્ગો પર ખાડા જ ખાડા ગુજરાતમાં રોડ રસ્તાની સ્થિતિ હાલ ખરાબ છે,આવી જ એક સ્થિતિ મહેસાણાના ખેરાલુમાં છે,જયાં જુઓ ત્યાં રસ્તા સામન્ય વરસાદમાં ધોવાયા છે.કોન્ટ્રાકટરની કામગીરી સામે સવાલ ઉભા થાય છે.કોન્ટ્રાકટરે કઈ રીતે કામગીરી કરી હશે તે તમે પણ જોઈ શકો છો,ત્યારે નગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાન સામે પણ સવાલો ઉભા થાય છે. આ રોડ નહી પણ મોટા ખાડા છે ખેરાલુના ખાડીયા, ખોખરવાડા સંઘ વિસ્તારોમાં ખાડા જોવા મળ્યા છે,સાથે સાથે દેસાઈ વાડા, જીઇબી રોડ, હાટડીયા રોડ પર ખાડાની સાથે ભૂવા પણ પડયા છે,જેના કારણે રોડ પર વાહન ચલાવવું મુશ્કેલ થયું છે,મહત્વની વાત તો એ છે કે ખાડામાં પાણી ભરાતા વાહનચાલકોના વાહનો ધડાકાભેર પછડાય છે જેના કારણે વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે આ રસ્તાઓ પર વરસાદ પહેલા પણ ખાડા હતા ત્યારે સામન્ય વરસાદમાં પાછા ખાડા પડયા છે. રોડની સાથે ભૂવાની પણ સમસ્યા સ્થાનિકોનું કહેવું છે કે રોડ તો ખરાબ છે સાથે સાથે ભૂવા પડવાની સ્થિતિ પણ છે,રોડ પર નિકળીએ ત્યારે રોડની નીચે જોવું પડે છે કે કયાંક ખાડામાં પડી તો નહી જઈએ ને,જો સ્થાનિકોને ખાડા દેખાતા હોય છે તો તંત્રને કેમ ખાડા દેખાતા નથી એ પણ એક સવાલ સૌ કોઈના મનમાં હશે,પરંતુ તંત્રના પેટનુ પાણી હલતું નથી અને સમસ્યા યથાવત જ છે,ત્યારે તંત્ર પણ આળસ ખંખેરે અને રોડ રસ્તાનું કામ કરાવે તે જરૂરી બન્યું છે. ખેરાલુમાં સામાન્ય વરસાદમાં રસ્તાઓ ધોવાયા કોન્ટ્રાકટરો દ્વારા કરવામાં આવેલા કામો સામાન્ય વરસાદમાં ખુલ્લા પડયા છે.શહેરના અનેક માર્ગો પર ખાડા જ ખાડા છે.વાહન ચાલકો અને સ્થાનિક લોકો ખરાબ રોડને લઈ હેરાન પરેશાન થયા છે.નગરપાલિકાના ચિફ ઓફીસરે આજે હાજર થતા જણાવ્યું કે,જે રોડ ખરાબ છે તેને સુધારવામાં આવશે અને ભૂવા છે તેનું સમારકામ કરીને પુરવામાં આવશે.

Mehsanaના Kheraluમાં સામાન્ય વરસાદમાં રસ્તાઓ ખરાબ રીતે ધોવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ખેરાલુમાં સામાન્ય વરસાદમાં રસ્તાઓ ધોવાયા
  • કોન્ટ્રાકટરો દ્વારા કરાયેલા કામોની ખુલી પોલ
  • શહેરના અનેક માર્ગો પર ખાડા જ ખાડા

ગુજરાતમાં રોડ રસ્તાની સ્થિતિ હાલ ખરાબ છે,આવી જ એક સ્થિતિ મહેસાણાના ખેરાલુમાં છે,જયાં જુઓ ત્યાં રસ્તા સામન્ય વરસાદમાં ધોવાયા છે.કોન્ટ્રાકટરની કામગીરી સામે સવાલ ઉભા થાય છે.કોન્ટ્રાકટરે કઈ રીતે કામગીરી કરી હશે તે તમે પણ જોઈ શકો છો,ત્યારે નગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાન સામે પણ સવાલો ઉભા થાય છે.

આ રોડ નહી પણ મોટા ખાડા છે

ખેરાલુના ખાડીયા, ખોખરવાડા સંઘ વિસ્તારોમાં ખાડા જોવા મળ્યા છે,સાથે સાથે દેસાઈ વાડા, જીઇબી રોડ, હાટડીયા રોડ પર ખાડાની સાથે ભૂવા પણ પડયા છે,જેના કારણે રોડ પર વાહન ચલાવવું મુશ્કેલ થયું છે,મહત્વની વાત તો એ છે કે ખાડામાં પાણી ભરાતા વાહનચાલકોના વાહનો ધડાકાભેર પછડાય છે જેના કારણે વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે આ રસ્તાઓ પર વરસાદ પહેલા પણ ખાડા હતા ત્યારે સામન્ય વરસાદમાં પાછા ખાડા પડયા છે.


રોડની સાથે ભૂવાની પણ સમસ્યા

સ્થાનિકોનું કહેવું છે કે રોડ તો ખરાબ છે સાથે સાથે ભૂવા પડવાની સ્થિતિ પણ છે,રોડ પર નિકળીએ ત્યારે રોડની નીચે જોવું પડે છે કે કયાંક ખાડામાં પડી તો નહી જઈએ ને,જો સ્થાનિકોને ખાડા દેખાતા હોય છે તો તંત્રને કેમ ખાડા દેખાતા નથી એ પણ એક સવાલ સૌ કોઈના મનમાં હશે,પરંતુ તંત્રના પેટનુ પાણી હલતું નથી અને સમસ્યા યથાવત જ છે,ત્યારે તંત્ર પણ આળસ ખંખેરે અને રોડ રસ્તાનું કામ કરાવે તે જરૂરી બન્યું છે.

ખેરાલુમાં સામાન્ય વરસાદમાં રસ્તાઓ ધોવાયા

કોન્ટ્રાકટરો દ્વારા કરવામાં આવેલા કામો સામાન્ય વરસાદમાં ખુલ્લા પડયા છે.શહેરના અનેક માર્ગો પર ખાડા જ ખાડા છે.વાહન ચાલકો અને સ્થાનિક લોકો ખરાબ રોડને લઈ હેરાન પરેશાન થયા છે.નગરપાલિકાના ચિફ ઓફીસરે આજે હાજર થતા જણાવ્યું કે,જે રોડ ખરાબ છે તેને સુધારવામાં આવશે અને ભૂવા છે તેનું સમારકામ કરીને પુરવામાં આવશે.