Mandvi: ગુજરાતમાં ખાનગી સુગરમિલનો પગપેસારો,માંડવીમાં પહેલી સુગર મિલનો પાયો નંખાયો

સહકારી પ્રવૃત્તિને વેગ આપવા સહકાર મંત્રાલયની સ્થાપના થયા બાદ ગુજરાતમાં સુગરમિલ ક્ષેત્રે પહેલી ખાનગી સુગરમિલે પગપેસારો કર્યો છે.યુનિયન બેંકની હરાજીમાં માંડવી સુગરમિલને જમીન, મશીનરી, બિલ્ડિંગ સાથે જુન્નર સુગર્સ લિમિટેડે ખરીદી લીધી હતી. હવે ખાનગી સુગરમિલના કારભારીઓએ નવી રોપણી સિઝનથી શેરડીની નોંધણીનો આરંભ કરી દીધો છે. જે સુરત જિલ્લામાં પહેલી સહકારી ક્ષેત્રની કોટનમિલ અને સુગરમિલનો પાંયો નંખાયો હતો, ત્યાં જ પહેલી ખાનગી સુગરમિલનો પાયો નંખાયો છે. ખાનગી સુગરમિલને IEM (ઇન્ડસ્ટ્રિયલ એન્ટરપ્રિન્યોર મેમોરેન્ડમ)ની મંજૂરી હજુ સુધી મળી નથી. જોકે, ખાનગી સુગરમિલના કારભારીઓએ કેન્દ્ર સરકાર પાસે IEM ની પરવાનગી માંગી છે. હવે જો પરવાનગી મળી જશે તો ગુજરાતની પહેલી ખાનગી સુગરમિલ ધમધમતી થઈ જશે. માંડવી સુગર સંદર્ભે રાજ્ય સરકારે એક વહીવટી કમિટીની નિમણૂક કરી છે. આ કમિટીના ચેરમેને જણાવ્યું કે, યુનિયન બેંકને 200 કરોડ રૂપિયાની કિંમતની જમીન, મશીનરી, બિલ્ડિંગની હરાજીમાં માત્ર 36 કરોડ ઉપજ્યાં છે. જ્યારે હજુ ખેડૂતોના 27 કરોડ, સરકારની શેરફાળાના 20 કરોડ રૂપિયા બાકી છે. હજી પહેલા મંડળીને વિશ્વાસમાં લેવામાં આવી નથી. જિલ્લા કલેક્ટર સમક્ષ સરફેસીની કાર્યવાહી કરાઈ હતી. કલેક્ટરે સરફેસી હેઠળ બેંકને મંજૂરી આપતા માંડવી મામલતદાર હસ્તક જમીન અને મશીનરીનો કબજો લઈને બેંકે હરાજી કરી દીધી હતી.

Mandvi: ગુજરાતમાં ખાનગી સુગરમિલનો પગપેસારો,માંડવીમાં પહેલી સુગર મિલનો પાયો નંખાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સહકારી પ્રવૃત્તિને વેગ આપવા સહકાર મંત્રાલયની સ્થાપના થયા બાદ ગુજરાતમાં સુગરમિલ ક્ષેત્રે પહેલી ખાનગી સુગરમિલે પગપેસારો કર્યો છે.

યુનિયન બેંકની હરાજીમાં માંડવી સુગરમિલને જમીન, મશીનરી, બિલ્ડિંગ સાથે જુન્નર સુગર્સ લિમિટેડે ખરીદી લીધી હતી. હવે ખાનગી સુગરમિલના કારભારીઓએ નવી રોપણી સિઝનથી શેરડીની નોંધણીનો આરંભ કરી દીધો છે. જે સુરત જિલ્લામાં પહેલી સહકારી ક્ષેત્રની કોટનમિલ અને સુગરમિલનો પાંયો નંખાયો હતો, ત્યાં જ પહેલી ખાનગી સુગરમિલનો પાયો નંખાયો છે. ખાનગી સુગરમિલને IEM (ઇન્ડસ્ટ્રિયલ એન્ટરપ્રિન્યોર મેમોરેન્ડમ)ની મંજૂરી હજુ સુધી મળી નથી. જોકે, ખાનગી સુગરમિલના કારભારીઓએ કેન્દ્ર સરકાર પાસે IEM ની પરવાનગી માંગી છે. હવે જો પરવાનગી મળી જશે તો ગુજરાતની પહેલી ખાનગી સુગરમિલ ધમધમતી થઈ જશે. માંડવી સુગર સંદર્ભે રાજ્ય સરકારે એક વહીવટી કમિટીની નિમણૂક કરી છે. આ કમિટીના ચેરમેને જણાવ્યું કે, યુનિયન બેંકને 200 કરોડ રૂપિયાની કિંમતની જમીન, મશીનરી, બિલ્ડિંગની હરાજીમાં માત્ર 36 કરોડ ઉપજ્યાં છે. જ્યારે હજુ ખેડૂતોના 27 કરોડ, સરકારની શેરફાળાના 20 કરોડ રૂપિયા બાકી છે. હજી પહેલા મંડળીને વિશ્વાસમાં લેવામાં આવી નથી. જિલ્લા કલેક્ટર સમક્ષ સરફેસીની કાર્યવાહી કરાઈ હતી. કલેક્ટરે સરફેસી હેઠળ બેંકને મંજૂરી આપતા માંડવી મામલતદાર હસ્તક જમીન અને મશીનરીનો કબજો લઈને બેંકે હરાજી કરી દીધી હતી.