Viramgaam: છારોડી ગામ પાસે અજાણ્યા વાહનની ટક્કરથી જૈન સાધ્વીજી કાળધર્મ પામ્યાં

અમદાવાદ વિરમગામ હાઇવે પર છારોડી ગામ પાસે ગુરુવારે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. જેમાં અજાણ્યા વાહનની ટક્કરથી 72 વર્ષીય જૈન સાધ્વીજી કાળધર્મ પામ્યા હતા અને તેમની વ્હીલચેર ચલાવતા સેવિકા બહેનને ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે અન્ય એક સાધ્વીજીનો આબાદ બચાવ થયો હતો.બનાવની જાણ થતા જૈન સમાજમાં ભારે શોક વ્યાપી ગયો હતો. ટક્કર મારી ભાગી ગયેલા અજાણ્યા વાહન અને તેના ચાલકને શોધવા સાણંદ જીઆઇડીસી પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે. રાંચેડા ચોવીસ તીર્થંકર ભગવાનના પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા બાદ સાધ્વીજી અનંતગુણાશ્રીજી તેમની વ્હીલચેર ચલાવતા સેવિકા વિધ્યાબેન કમલેશભાઈ ઠાકોર અને વધુ એક સાધ્વીજી વિશવાતિંતા સાણંદ પહોંચ્યા હતા. તેમજ તા.12મી વહેલી સવારે શંખેશ્વર તીર્થ તરફ વિહાર શરૂ કર્યુ હતુ. તે સમયે છારોડી પાસે પૂરપાટ ગતિએ ધસી આવેલા એક વાહન ચાલકે સાધ્વીજીની વ્હીલચેરને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ વાહન સાથે ચાલક નાસી છુટયો હતો. અકસ્માતમા અનંતગુણાશ્રીજી કાળધર્મ પામ્યા હતા. જ્યારે સેવિકા વિદ્યાબેન ઠાકોરને ઈજાઓ પહોંચી હતી.

Viramgaam: છારોડી ગામ પાસે અજાણ્યા વાહનની ટક્કરથી જૈન સાધ્વીજી કાળધર્મ પામ્યાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ વિરમગામ હાઇવે પર છારોડી ગામ પાસે ગુરુવારે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. જેમાં અજાણ્યા વાહનની ટક્કરથી 72 વર્ષીય જૈન સાધ્વીજી કાળધર્મ પામ્યા હતા અને તેમની વ્હીલચેર ચલાવતા સેવિકા બહેનને ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે અન્ય એક સાધ્વીજીનો આબાદ બચાવ થયો હતો.

બનાવની જાણ થતા જૈન સમાજમાં ભારે શોક વ્યાપી ગયો હતો. ટક્કર મારી ભાગી ગયેલા અજાણ્યા વાહન અને તેના ચાલકને શોધવા સાણંદ જીઆઇડીસી પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે. રાંચેડા ચોવીસ તીર્થંકર ભગવાનના પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા બાદ સાધ્વીજી અનંતગુણાશ્રીજી તેમની વ્હીલચેર ચલાવતા સેવિકા વિધ્યાબેન કમલેશભાઈ ઠાકોર અને વધુ એક સાધ્વીજી વિશવાતિંતા સાણંદ પહોંચ્યા હતા. તેમજ તા.12મી વહેલી સવારે શંખેશ્વર તીર્થ તરફ વિહાર શરૂ કર્યુ હતુ. તે સમયે છારોડી પાસે પૂરપાટ ગતિએ ધસી આવેલા એક વાહન ચાલકે સાધ્વીજીની વ્હીલચેરને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ વાહન સાથે ચાલક નાસી છુટયો હતો. અકસ્માતમા અનંતગુણાશ્રીજી કાળધર્મ પામ્યા હતા. જ્યારે સેવિકા વિદ્યાબેન ઠાકોરને ઈજાઓ પહોંચી હતી.