Dhandhuka: GIDC ને 32 વર્ષેય પાયાગત સુવિધાના ફાંફાં
અમદાવાદ જિલ્લાના તાલુકા મથક ધંધૂકા શહેરની જીઆઇડીસીને 32 વર્ષ થયાં પણ 75 ઉપરાંત યુનિટ ધરાવતી આ ઔદ્યોગિક વસાહતમાં જરૂરી પાયાગત સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. ઓવરહેડ પાણીની ટાંકી, સંપ, વોટર વર્ક રૂમ સાવ નકામા થઈ ખંડેર બન્યા છે.સમગ્ર જીઆઇડીસી વિસ્તારમાં બાવળોના ઝુંડ રસ્તા રોકી રહ્યા છે. ખાલી પ્લોટોમાં ગીચ ઝાડીઓનું સામ્રાજ્ય છવાયું છે. વરસાદી પાણીનો કોઈ નિકાલ નથી. લાઈટના થાંભલાઓ અન્ય થાંભલાના ટેકે ભયજનક રીતે ઉભા છે. ઉધોગોને મળવા પાત્ર તમામ પાયાની સુવિધાઓથી ધંધૂકા જીઆઇડીસી વંચિત હોવાથી યુનિટ ધારકોએ રોષ ઠાલવ્યો હતો. જીઆઇડીસીમાં રખડતા ઢોરના અતિશય ત્રાસથી ફેકટરી માલિકો ત્રાહિમામ પોકારી ગયા છે અને વિવિધ પાયાના પ્રશ્નોનો સત્વરે ઉકેલ આવે તેવી માંગ કરી રહ્યા છે. વર્ષ 1992ની સાલમાં ભાલના સૂકા અને ખેતી પ્રધાન પ્રદેશમાં રોજગારીની તકો ઉભી થાય અને ઉધોગો સ્થપાય તે માટે જીઆઇડીસીની શરૂઆત કરવામાં આવી હતી. શરૂઆતના વર્ષોમાં ગણ્યા ગાંઠયા યુનિટ ચાલ્યા બાદ પાછલા કેટલાક વર્ષોથી કોટન, ચણા, કોલ્ડ સ્ટોરેજ અને કેમિકલ સહિત અનેક નાના મોટા ઉધોગો હાલ જીઆઈડીસીમાં કાર્યરત છે. 75 ઉપરાંત યુનિટ હાલ ચાલુ છે. ત્યારે યુનિટ ધારકોને પાયાગત સુવિધા મળતી નથી. રોડ રસ્તા બન્યા પણ બાવળો આડશ બની ગયા છે. જે પ્લોટો ખાલી છે. તેમાં જંગલ કટિંગ કરવામા જ નથી આવ્યું. તો ઉધોગો ધમધમતા કરવા માટે પાણી તો ખૂબ જરૂરી છે. ત્યારે જીઆઇડીસીમાં 1 લાખ લીટરની ઓવરહેડ ટાંકી તો બની પણ પાણી ઉધોગોને આજ દિન સુધી મળ્યું નથી. ટાંકી અને સમગ્ર વોટર વર્ક જર્જરિત અને ખંડેર હાલતમાં છે અને એ વહીવટદારોના અણઘડ વહીવટની ચાડી ખાઈ રહ્યા છે. પાછલા કેટલાક વર્ષોથી જીઆઇડીસી વિભાગ પોતે જ પ્લોટની હરાજી ઓન લાઇન કરી રહ્યું છે. જેના કારણે નાના ઉધોગકારોને જે લાભ મળવો જોઈએ તે મળતો નથી. જો સ્થાનિક એસોશિયેશનને સાથે રાખવામાં આવે તો વધારે અનુકૂળતા રહે તેવી માંગ કરવામાં આવી રહી છે. વરસાદી પાણીના કાયમી નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી કરાઈ, ગટરના પ્રશ્નો, ભયજનક રીતે ટ્રાન્સફોર્મર વાળા થાંભલાઓ અન્ય થાંભલાના ટેકે અકસ્માતની રાહ જોતા હોય તેવા ભયાનક દ્રશ્યો વર્તાઈ રહ્યા છે તથા ઉધોગકારોને પ્રોત્સાહિત કરવા માટે કોઈ કામગીરી થતી નથી. વિશાળ જીઆઇડીસી હોવા છતાં જીઆઇડીસીનું કોઇ બોર્ડ લગાવાયું જ નથી. સૌથી મોટો પ્રશ્ન જીઆઇડીસી સંપાદન સમયે જે માપણી કરી હતી. તે પ્રમાણે માપણી કરી ઉધોગકારોને ખૂંટા મારી પ્લોટ આપવા જોઈએ જે થતું નથી માટે જીઆઇડીસી માપણી કરે તે જરૂરી છે. એક પણ યુનિટને પાણીનું કનેક્શન આજદિન સુધી મળ્યું નથી. ખેતી પ્રધાન પ્રદેશમાં રોજગારીની તકો શોધતા યુવાનો માટે આ ઉધોગો આશાનું કિરણ હતા. પરંતુ આ જીઆઇડીસી 32 વર્ષ પછી પણ પાયાગત સુવિધાઓથી વંચિત છે ત્યારે અહીંના યુવાનો માટે રોજગારીની તકોના સ્વપ્ન હજી પણ સ્વપ્ન જ રહ્યા છે. ત્યારે ધંધૂકા જીઆઇડીસીનો વિકાસ કરવામાં આવે ઉધોગોને પ્રોત્સાહિત કરવાની તાતી જરૂર છે. માળખાકીય સુવિધાઓ જીઆઇડીસીના તમામ યુનિટોને મળે તેવી માંગ ઉઠવા પામી છે. ધંધૂકા જીઆઇડીસીની ઝલક વર્ષ 1992માં ઔદ્યોગિક વસાહતની સ્થાપના 32 વર્ષ પછી 75 ઉપરાંત યુનિટ કાર્યરત કોટન ફેજ શરૂ થયા બાદ જીઆઇડીસીની ચમક વધી પાણીની ટાંકી અને સંપ સહિત વોટર વર્ક બનાવાયો પણ એક પણ યુનિટ સુધી પાણી જ ના પહોંચ્યું પાયાનીસુવિધાઓ નહિ મળવાથી ઉધોગકારો પરેશાન પ્લોટ માપણી, રખડતા ઢોર, પાણી, વીજળી,જંગલી બાવળો,સહિત અનેક પ્રાણ પ્રશ્નો પ્લોટની ઓનલાઈન હરાજી થતી હોઈ નાના ઉદ્યોગદારો લાભ લઈ શકતા નથી જીઆઈડીસીના પૂર્વ ચેરમેન અરજણભાઈ જાદવના જણાવ્યા મુજબ ધંધૂકાની જીઆઈડીસીમાં પાણીની સુવિધા આજદિન સુધી ઉપલબ્ધ થઈ નથી. નાના ઉધોગકારોને પ્રોત્સાહન મળે તે માટે જીઆઇડીસી દ્વારા સ્થાનિક એસોશિયેશનને સાથે લઈ પ્લોટ વેચાણ કામગીરી કરવી જોઈએ હાલ ઓનલાઇન હરાજી થતી હોય નાના ઉધોગકારો લાભ લઇ શકતા નથી. દરેક પ્લોટની માપણી કરી ખૂંટા મારવા જોઈએ ધંધૂકા જીઆઈડીસીમાં ફેકટરી ધરાવતા વિજયભાઈ બેગડાના જણાવ્યા મુજબ કોઈપણ ઉધોગ માટે પાણી અતિ આવશ્યક છે ત્યારે આ જીઆઈડીસીમાં લાખો ખર્ચાયા બાદ પણ યુનિટોને પાણી મળ્યું નથી. જીઆઇડીસી દ્વારા દરેક પ્લોટની માપણી કરી ખૂંટા મારવા જોઈએ. જીઆઇડીસીના અનેક પ્રાણ પ્રશ્નો પરત્વે તંત્ર જાગે અને ઉધોગો માટે કંઈક કરે તેવી અમારી માંગ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ જિલ્લાના તાલુકા મથક ધંધૂકા શહેરની જીઆઇડીસીને 32 વર્ષ થયાં પણ 75 ઉપરાંત યુનિટ ધરાવતી આ ઔદ્યોગિક વસાહતમાં જરૂરી પાયાગત સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. ઓવરહેડ પાણીની ટાંકી, સંપ, વોટર વર્ક રૂમ સાવ નકામા થઈ ખંડેર બન્યા છે.
સમગ્ર જીઆઇડીસી વિસ્તારમાં બાવળોના ઝુંડ રસ્તા રોકી રહ્યા છે. ખાલી પ્લોટોમાં ગીચ ઝાડીઓનું સામ્રાજ્ય છવાયું છે. વરસાદી પાણીનો કોઈ નિકાલ નથી. લાઈટના થાંભલાઓ અન્ય થાંભલાના ટેકે ભયજનક રીતે ઉભા છે. ઉધોગોને મળવા પાત્ર તમામ પાયાની સુવિધાઓથી ધંધૂકા જીઆઇડીસી વંચિત હોવાથી યુનિટ ધારકોએ રોષ ઠાલવ્યો હતો. જીઆઇડીસીમાં રખડતા ઢોરના અતિશય ત્રાસથી ફેકટરી માલિકો ત્રાહિમામ પોકારી ગયા છે અને વિવિધ પાયાના પ્રશ્નોનો સત્વરે ઉકેલ આવે તેવી માંગ કરી રહ્યા છે.
વર્ષ 1992ની સાલમાં ભાલના સૂકા અને ખેતી પ્રધાન પ્રદેશમાં રોજગારીની તકો ઉભી થાય અને ઉધોગો સ્થપાય તે માટે જીઆઇડીસીની શરૂઆત કરવામાં આવી હતી. શરૂઆતના વર્ષોમાં ગણ્યા ગાંઠયા યુનિટ ચાલ્યા બાદ પાછલા કેટલાક વર્ષોથી કોટન, ચણા, કોલ્ડ સ્ટોરેજ અને કેમિકલ સહિત અનેક નાના મોટા ઉધોગો હાલ જીઆઈડીસીમાં કાર્યરત છે. 75 ઉપરાંત યુનિટ હાલ ચાલુ છે. ત્યારે યુનિટ ધારકોને પાયાગત સુવિધા મળતી નથી. રોડ રસ્તા બન્યા પણ બાવળો આડશ બની ગયા છે. જે પ્લોટો ખાલી છે. તેમાં જંગલ કટિંગ કરવામા જ નથી આવ્યું. તો ઉધોગો ધમધમતા કરવા માટે પાણી તો ખૂબ જરૂરી છે. ત્યારે જીઆઇડીસીમાં 1 લાખ લીટરની ઓવરહેડ ટાંકી તો બની પણ પાણી ઉધોગોને આજ દિન સુધી મળ્યું નથી. ટાંકી અને સમગ્ર વોટર વર્ક જર્જરિત અને ખંડેર હાલતમાં છે અને એ વહીવટદારોના અણઘડ વહીવટની ચાડી ખાઈ રહ્યા છે. પાછલા કેટલાક વર્ષોથી જીઆઇડીસી વિભાગ પોતે જ પ્લોટની હરાજી ઓન લાઇન કરી રહ્યું છે. જેના કારણે નાના ઉધોગકારોને જે લાભ મળવો જોઈએ તે મળતો નથી. જો સ્થાનિક એસોશિયેશનને સાથે રાખવામાં આવે તો વધારે અનુકૂળતા રહે તેવી માંગ કરવામાં આવી રહી છે. વરસાદી પાણીના કાયમી નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી કરાઈ, ગટરના પ્રશ્નો, ભયજનક રીતે ટ્રાન્સફોર્મર વાળા થાંભલાઓ અન્ય થાંભલાના ટેકે અકસ્માતની રાહ જોતા હોય તેવા ભયાનક દ્રશ્યો વર્તાઈ રહ્યા છે તથા ઉધોગકારોને પ્રોત્સાહિત કરવા માટે કોઈ કામગીરી થતી નથી. વિશાળ જીઆઇડીસી હોવા છતાં જીઆઇડીસીનું કોઇ બોર્ડ લગાવાયું જ નથી. સૌથી મોટો પ્રશ્ન જીઆઇડીસી સંપાદન સમયે જે માપણી કરી હતી. તે પ્રમાણે માપણી કરી ઉધોગકારોને ખૂંટા મારી પ્લોટ આપવા જોઈએ જે થતું નથી માટે જીઆઇડીસી માપણી કરે તે જરૂરી છે. એક પણ યુનિટને પાણીનું કનેક્શન આજદિન સુધી મળ્યું નથી. ખેતી પ્રધાન પ્રદેશમાં રોજગારીની તકો શોધતા યુવાનો માટે આ ઉધોગો આશાનું કિરણ હતા. પરંતુ આ જીઆઇડીસી 32 વર્ષ પછી પણ પાયાગત સુવિધાઓથી વંચિત છે ત્યારે અહીંના યુવાનો માટે રોજગારીની તકોના સ્વપ્ન હજી પણ સ્વપ્ન જ રહ્યા છે. ત્યારે ધંધૂકા જીઆઇડીસીનો વિકાસ કરવામાં આવે ઉધોગોને પ્રોત્સાહિત કરવાની તાતી જરૂર છે. માળખાકીય સુવિધાઓ જીઆઇડીસીના તમામ યુનિટોને મળે તેવી માંગ ઉઠવા પામી છે.
ધંધૂકા જીઆઇડીસીની ઝલક
વર્ષ 1992માં ઔદ્યોગિક વસાહતની સ્થાપના
32 વર્ષ પછી 75 ઉપરાંત યુનિટ કાર્યરત
કોટન ફેજ શરૂ થયા બાદ જીઆઇડીસીની ચમક વધી
પાણીની ટાંકી અને સંપ સહિત વોટર વર્ક બનાવાયો પણ એક પણ યુનિટ સુધી પાણી જ ના પહોંચ્યું
પાયાનીસુવિધાઓ નહિ મળવાથી ઉધોગકારો પરેશાન
પ્લોટ માપણી, રખડતા ઢોર, પાણી, વીજળી,જંગલી બાવળો,સહિત અનેક પ્રાણ પ્રશ્નો
પ્લોટની ઓનલાઈન હરાજી થતી હોઈ નાના ઉદ્યોગદારો લાભ લઈ શકતા નથી
જીઆઈડીસીના પૂર્વ ચેરમેન અરજણભાઈ જાદવના જણાવ્યા મુજબ ધંધૂકાની જીઆઈડીસીમાં પાણીની સુવિધા આજદિન સુધી ઉપલબ્ધ થઈ નથી. નાના ઉધોગકારોને પ્રોત્સાહન મળે તે માટે જીઆઇડીસી દ્વારા સ્થાનિક એસોશિયેશનને સાથે લઈ પ્લોટ વેચાણ કામગીરી કરવી જોઈએ હાલ ઓનલાઇન હરાજી થતી હોય નાના ઉધોગકારો લાભ લઇ શકતા નથી.
દરેક પ્લોટની માપણી કરી ખૂંટા મારવા જોઈએ
ધંધૂકા જીઆઈડીસીમાં ફેકટરી ધરાવતા વિજયભાઈ બેગડાના જણાવ્યા મુજબ કોઈપણ ઉધોગ માટે પાણી અતિ આવશ્યક છે ત્યારે આ જીઆઈડીસીમાં લાખો ખર્ચાયા બાદ પણ યુનિટોને પાણી મળ્યું નથી. જીઆઇડીસી દ્વારા દરેક પ્લોટની માપણી કરી ખૂંટા મારવા જોઈએ. જીઆઇડીસીના અનેક પ્રાણ પ્રશ્નો પરત્વે તંત્ર જાગે અને ઉધોગો માટે કંઈક કરે તેવી અમારી માંગ છે.