Ahemdabad: બોપલ મર્સિડીઝ કાંડ : સગીરને જામીન, પિતા ફરાર થઈ ગયા
બોપલમાં સોબો સેન્ટર પાસે બિલ્ડરના સગીર નબીરાએ પોતાની મજા માટે પૂરઝડપે મર્સિડીઝ હંકારીને નિર્દોષ સિક્યુરિટી ગાર્ડને અડફેટે લેતા મોત નિપજ્યુ છે.જ્યારે પોલીસે સગીરના પિતાને સહ આરોપી બનાવવા માટે કોર્ટમાં રીપોર્ટ કર્યો છે તેની મંજૂરી મળ્યા બાદ આરોપી બિલ્ડરની ધરપકડ કરાશે તેવુ બોપલ પીઆઇએ કહ્યુ હતુ. મહત્વનું છે કે, સગીર હોવા છતાં મર્સિડિઝ કાર ચલાવવા માટે પિતાએ દિકરાને આપી હોવાનો સામે આવ્યુ છતાં પોલીસે બિલ્ડર અને તેના સગીર નબીરાને બચાવવા માટે કોર્ટના રીપોર્ટની રાહ જોઇ રહી હોવાનું રટણ કરી રહી છે. દરમિયાન સગીરને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પરીક્ષા આપવા માટે તા.24મી સુધી વચગાળાના જામીન પર મુકત કર્યો છે. બીજી તરફ્ આ મામલે સગીર સામે તથ્ય પ્રજ્ઞેશ પટેલ અને વિસ્મય શાહ સામે લાગેલ બીનજામીનપાત્ર કલમ (બીએનએસની કલમ 105)નો ઉમેરો કરવા પોલીસે કરેલી અરજી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કે.એન.નિમાવતે ગ્રાહ્ય રાખી છે. બોપલમાં રહેતા અને બિલ્ડર મિલાપ શાહનો સગીર પુત્ર તા. 14 સપ્ટેમ્બરે રાત્રે બર્થ ડે પાર્ટીમાં જવાનું હોવાનું કહીને મર્સિડીઝ ગાડી લઇને ઘરેથી નિકળ્યો હતો. રાતના 11.30 વાગ્યાની આસપાસ સગીર પૂરઝડપે કાર હંકારીને સોબો સેન્ટર પાસેથી પસાર થતો હતો ત્યારે રોડ ક્રોસ કરી રહેલા સિક્યુરિટી ગાર્ડ ગોવિંદસિંહને સગીરે અડફેટે લેતા તેઓ પાંચ ફૂટ ઉંચે ઉછળીને રસ્તા પર પટકાયા હતા. જેમાં ગોવિંદસિંહને માથા, શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો ભેગા થઇ જતા ગોવિંદસિંહને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જો કે, ત્યાં તેઓનું મોત નિપજ્યુ હતુ. બોપલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને સગીરની અટકાયત કરી હતી. જ્યારે બિલ્ડર મિલાપ પટેલે તેમનો દિકરો સગીર હોવાનું જાણતા હોવા છતાં મર્સિડીઝ કાર તેણે ડ્રાઇવ કરવા આપી તે સીધી રીતે અકસ્માત કરનાર દિકરા જેટલા જ ગુનેગાર હોવા છતાં પોલીસે મિલાપ વિરૂદ્ધ હજુ ગુનો નોંધ્યો નથી. બોપલ પીઆઇ બી.ટી.ગોહીલે જણાવ્યુ કે, નવી કલમ ઉમેરો કરવા માટે કોર્ટમાં રિપોર્ટ કર્યો છે તે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સગીરના પિતા મિલાપ પટેલની શોધખોળ કરીને ધરપકડ કરવામાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બોપલમાં સોબો સેન્ટર પાસે બિલ્ડરના સગીર નબીરાએ પોતાની મજા માટે પૂરઝડપે મર્સિડીઝ હંકારીને નિર્દોષ સિક્યુરિટી ગાર્ડને અડફેટે લેતા મોત નિપજ્યુ છે.
જ્યારે પોલીસે સગીરના પિતાને સહ આરોપી બનાવવા માટે કોર્ટમાં રીપોર્ટ કર્યો છે તેની મંજૂરી મળ્યા બાદ આરોપી બિલ્ડરની ધરપકડ કરાશે તેવુ બોપલ પીઆઇએ કહ્યુ હતુ. મહત્વનું છે કે, સગીર હોવા છતાં મર્સિડિઝ કાર ચલાવવા માટે પિતાએ દિકરાને આપી હોવાનો સામે આવ્યુ છતાં પોલીસે બિલ્ડર અને તેના સગીર નબીરાને બચાવવા માટે કોર્ટના રીપોર્ટની રાહ જોઇ રહી હોવાનું રટણ કરી રહી છે.
દરમિયાન સગીરને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પરીક્ષા આપવા માટે તા.24મી સુધી વચગાળાના જામીન પર મુકત કર્યો છે. બીજી તરફ્ આ મામલે સગીર સામે તથ્ય પ્રજ્ઞેશ પટેલ અને વિસ્મય શાહ સામે લાગેલ બીનજામીનપાત્ર કલમ (બીએનએસની કલમ 105)નો ઉમેરો કરવા પોલીસે કરેલી અરજી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કે.એન.નિમાવતે ગ્રાહ્ય રાખી છે.
બોપલમાં રહેતા અને બિલ્ડર મિલાપ શાહનો સગીર પુત્ર તા. 14 સપ્ટેમ્બરે રાત્રે બર્થ ડે પાર્ટીમાં જવાનું હોવાનું કહીને મર્સિડીઝ ગાડી લઇને ઘરેથી નિકળ્યો હતો. રાતના 11.30 વાગ્યાની આસપાસ સગીર પૂરઝડપે કાર હંકારીને સોબો સેન્ટર પાસેથી પસાર થતો હતો ત્યારે રોડ ક્રોસ કરી રહેલા સિક્યુરિટી ગાર્ડ ગોવિંદસિંહને સગીરે અડફેટે લેતા તેઓ પાંચ ફૂટ ઉંચે ઉછળીને રસ્તા પર પટકાયા હતા. જેમાં ગોવિંદસિંહને માથા, શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો ભેગા થઇ જતા ગોવિંદસિંહને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જો કે, ત્યાં તેઓનું મોત નિપજ્યુ હતુ. બોપલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને સગીરની અટકાયત કરી હતી. જ્યારે બિલ્ડર મિલાપ પટેલે તેમનો દિકરો સગીર હોવાનું જાણતા હોવા છતાં મર્સિડીઝ કાર તેણે ડ્રાઇવ કરવા આપી તે સીધી રીતે અકસ્માત કરનાર દિકરા જેટલા જ ગુનેગાર હોવા છતાં પોલીસે મિલાપ વિરૂદ્ધ હજુ ગુનો નોંધ્યો નથી. બોપલ પીઆઇ બી.ટી.ગોહીલે જણાવ્યુ કે, નવી કલમ ઉમેરો કરવા માટે કોર્ટમાં રિપોર્ટ કર્યો છે તે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સગીરના પિતા મિલાપ પટેલની શોધખોળ કરીને ધરપકડ કરવામાં આવશે.