Makar Sankranti 2025: આ 5 રાજ્યોમાં ખાસ રીતે પતંગોત્સવની ઉજવણી, જાણો ખાસિયતો
નવા વર્ષના આગમનની સાથે જ લોકોમાં પતંગોત્સવને લઈને ઉત્સાહ વધતો રહે છે. દેશમાં અલગ અલગ જગ્યાઓએ મોટા પતંગોત્સવનું આયોજન કરાય છે. તેમાં અનેક અનુભવી પતંગબાજ પોતાનું કૌશલ દેખાડે છે. જોનારાની ભીડ મોટી સંખ્યામાં હોય છે. જો કે જરાતમાં પણ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરાયું છે અને તેમાં દેશ અને વિદેશના લોકોએ પણ ભાગ લીધો છે. તો જાણો કયા શહેરોમાં કેવી રીતે ઉત્તરાયણની ઉજવણી કરાય છે. ગુજરાત ગુજરાતનો પતંગોત્સવ વિશ્વમાં પ્રખ્યાત છે. ઉત્તરાયણનું પર્વ અહીં ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. અહીં લોકો પોતાના ઘાબા પર વિવિધ આકારની પતંગો ચઢાવે છે. 7-15 જાન્યુઆરીની વચ્ચે અહીં દર વર્ષે આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલનું આયોજન કરાય છે. તેને જોવા માટે જાપાન, મલેશિયા, સિંગાપુર, રશિયાથી પણ પર્યટકો આવે છે. જયપુર દર વર્ષે જયપુરમાં પણ મોટો પતંગોત્સવ ઉજવાય છે. આ ઉત્સવ ઉત્તરાયણથી શરૂ થાય છે અને 3 દિવસ સુધી ચાલે છે. આ દિવસે જયપુરના પોલોગ્રાઉન્ડમાં અનેક લોકો ભેગા થાય છે અને પછી અહીં દુનિયાના સૌથી મોટા પતંગબાજ મોટી પતંગોને ઉંચી ઉડાવીને પોતાનું કૌશલ દેખાડે છે. આકાશમાં ઉડતી પતંગોનું આ દ્શ્ય શાનદાર હોય છે. પંજાબ પંજાબમાં પણ દર વર્ષે કાઈટ ફેસ્ટિવલનું આયોજન થાય છે પણ પંજાબના કાઈટ ફેસ્ટિવલને વસંત પંચમીના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે તમામ લોકો ખેતરમાં એકથી વધીને એક પતંગ ચઢાવે છે. આ સમયે પેચ પણ લડાવાય છે અને લાસ્ટમાં ઈનામ વિતરણ પણ કરાય છે કેમકે કાઈટ ફેસ્ટિવલ કોઈ રોચક રમતથી ઉતરતો નથી. અનેક લોકો તેને દૂર દૂરથી જોવા માટે આવે છે. તેલંગાણા અહીં સારી રીતે આંતરરાષ્ટ્રીય પતંગ દિવસની ઉજવણી કરાય છે. 13-15 જાન્યુઆરી સુધી ચાલતા આ પતંગોત્સવમાં 40થી વધુ લોકો ભાગ લે છે. સાથે અહીં અલગ સ્ટોલ અને પ્રદર્શન પણ જોવા મળી શકે છે. એકથી વધીને એક અલગ અલગ શેપના પતંગથી આકાશ પણ રંગબેરંગી અને સુંદર બની જાય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નવા વર્ષના આગમનની સાથે જ લોકોમાં પતંગોત્સવને લઈને ઉત્સાહ વધતો રહે છે. દેશમાં અલગ અલગ જગ્યાઓએ મોટા પતંગોત્સવનું આયોજન કરાય છે. તેમાં અનેક અનુભવી પતંગબાજ પોતાનું કૌશલ દેખાડે છે. જોનારાની ભીડ મોટી સંખ્યામાં હોય છે. જો કે જરાતમાં પણ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરાયું છે અને તેમાં દેશ અને વિદેશના લોકોએ પણ ભાગ લીધો છે. તો જાણો કયા શહેરોમાં કેવી રીતે ઉત્તરાયણની ઉજવણી કરાય છે.
ગુજરાત
ગુજરાતનો પતંગોત્સવ વિશ્વમાં પ્રખ્યાત છે. ઉત્તરાયણનું પર્વ અહીં ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. અહીં લોકો પોતાના ઘાબા પર વિવિધ આકારની પતંગો ચઢાવે છે. 7-15 જાન્યુઆરીની વચ્ચે અહીં દર વર્ષે આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલનું આયોજન કરાય છે. તેને જોવા માટે જાપાન, મલેશિયા, સિંગાપુર, રશિયાથી પણ પર્યટકો આવે છે.
જયપુર
દર વર્ષે જયપુરમાં પણ મોટો પતંગોત્સવ ઉજવાય છે. આ ઉત્સવ ઉત્તરાયણથી શરૂ થાય છે અને 3 દિવસ સુધી ચાલે છે. આ દિવસે જયપુરના પોલોગ્રાઉન્ડમાં અનેક લોકો ભેગા થાય છે અને પછી અહીં દુનિયાના સૌથી મોટા પતંગબાજ મોટી પતંગોને ઉંચી ઉડાવીને પોતાનું કૌશલ દેખાડે છે. આકાશમાં ઉડતી પતંગોનું આ દ્શ્ય શાનદાર હોય છે.
પંજાબ
પંજાબમાં પણ દર વર્ષે કાઈટ ફેસ્ટિવલનું આયોજન થાય છે પણ પંજાબના કાઈટ ફેસ્ટિવલને વસંત પંચમીના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે તમામ લોકો ખેતરમાં એકથી વધીને એક પતંગ ચઢાવે છે. આ સમયે પેચ પણ લડાવાય છે અને લાસ્ટમાં ઈનામ વિતરણ પણ કરાય છે કેમકે કાઈટ ફેસ્ટિવલ કોઈ રોચક રમતથી ઉતરતો નથી. અનેક લોકો તેને દૂર દૂરથી જોવા માટે આવે છે.
તેલંગાણા
અહીં સારી રીતે આંતરરાષ્ટ્રીય પતંગ દિવસની ઉજવણી કરાય છે. 13-15 જાન્યુઆરી સુધી ચાલતા આ પતંગોત્સવમાં 40થી વધુ લોકો ભાગ લે છે. સાથે અહીં અલગ સ્ટોલ અને પ્રદર્શન પણ જોવા મળી શકે છે. એકથી વધીને એક અલગ અલગ શેપના પતંગથી આકાશ પણ રંગબેરંગી અને સુંદર બની જાય છે.