Mahisagar અને Kheda જિલ્લાના મહત્વના નિર્માણાધીન લિફ્ટ ઇરિગેશન પ્રોજેકટનુ CMએ કર્યુ નિરીક્ષણ
મહીસાગર અને ખેડા જિલ્લાના પાંચ તાલુકાના 125 ગામો સાથે આ પ્રોજેકટ જોડાયેલો છે 8100 હેક્ટર જમીનને સિંચાઈ સુવિધા પૂરી પાડનારા રૂ. 581 કરોડના ખર્ચે નિર્માણાધીન લિફ્ટ ઇરિગેશન પ્રોજેકટની લીધી મુલાકાત પ્રોજેક્ટ નિર્ધારિત સમયમાં પૂર્ણ થાય તે માટે સમીક્ષા બેઠકમાં માર્ગદર્શન પૂરુ પાડ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સિંચાઈ, રોડ રસ્તા, પાણી પુરવઠા, જેવા અગત્યના પ્રગતિ હેઠળના વિવિધ પ્રોજેક્ટ્સની સાઈટ વિઝિટ કરીને કામોની ગુણવત્તા-ચકાસણી, કામગીરીની પ્રગતિ અને સમગ્ર પ્રોજેક્ટ્સની તલસ્પર્શી વિગતો મેળવવાનો નવતર અભિગમ અપનાવ્યો છે.આ અભિગમને આગળ ધપાવતા મુખ્યમંત્રીએ આજે મહિસાગર અને ખેડા જિલ્લાના 581 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણાધીન ઉદવહન સિંચાઈ-લિફ્ટ ઇરિગેશન પાઈપલાઈન પ્રોજેક્ટની નિરીક્ષણ મુલાકાતે પહોંચ્યા હતા. આ ગામના ખેડૂતોને સિંચાઈનો મળશે લાભ આ લિફ્ટ ઈરિગેશન પાઈપલાઈન પ્રોજેક્ટ મધ્ય ગુજરાતના ખેડા અને મહિસાગર જિલ્લાના 125 ગામોને સિંચાઈ સુવિધા પૂરી પાડશે.ખેડા જિલ્લાના કપડવંજ, કઠલાલ, ગળતેશ્વર અને ઠાસરા તથા મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના કુલ મળીને 125 ગામો લાંબા સમયથી સિંચાઈ સુવિધાથી વંચિત રહેલા હતાં. આ ગામોને વણાક બોરી વિયરની ઉપરવાસના ભાગેથી મહિ નદીનું પાણી ઉદવહન કરીને સિંચાઈ સવલતો આપવા નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગે રૂ. 581 કરોડના અંદાજિત ખર્ચે આ યોજના હાથધરી છે. અધિકારીઓ સાથે યોજી બેઠક આ ઉદવહન સિંચાઈ યોજના દ્વારા 125 ગામોના 133 તળાવો તથા એક નદીમાં મહિ નદીનું પાણી પહોંચાડીને 8100 હેક્ટર કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ સુવિધા પુરી પાડવાનો હેતુ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ લીફ્ટ ઈરીગેશન પાઈપલાઈન પ્રોજેક્ટની પ્રગતિનું નિરીક્ષણ કરવા સાથે બાલાસિનોરના રૈયોલી ખાતે નિર્માણાધીન ૪૦ લાખ લિટરની ક્ષમતાનાં સંપ તેમજ MS પાઈપલાઈનની કામગીરી પણ નિહાળી હતી.મુખ્યમંત્રીએ સંબંધિત અધિકારીઓ અને ઇજનેરો તથા સાંસદ અને ધારાસભ્ય સહિતના પદાધિકારીઓ સાથે આ સંદર્ભમાં બેઠક યોજીને વિસ્તૃત સમીક્ષા હાથધરી હતી.પ્રોજેકટને લઈ માર્ગદર્શન આપ્યુંમુખ્યમંત્રી સાથે આ નિરીક્ષણ મુલાકાત વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ, પંચમહાલના પૂર્વ સાંસદ રતનસિંહ રાઠોડ, બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, જળ સંપત્તિ વિભાગ સેક્રેટરી કે. બી રાબડીયા, મધ્યગુજરાત ચીફ એન્જિનિયર અને અધિક સચિવ એમ. ડી. પટેલ, જિલ્લા કલેકટર નેહા કુમારી, જિલ્લા વિકાસ અધિકારી સી. એલ. પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના વરિષ્ઠ અધિકારીશ્રીઓ જોડાયા હતાં.તેમણે આ બધા જ કામોની ગુણવત્તા જાળવણી સાથોસાથ નિર્ધારીત સમય મર્યાદામાં એટલે કે 2027 સુધીમાં સમગ્ર યોજના પૂર્ણ થાય તે માટે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- મહીસાગર અને ખેડા જિલ્લાના પાંચ તાલુકાના 125 ગામો સાથે આ પ્રોજેકટ જોડાયેલો છે
- 8100 હેક્ટર જમીનને સિંચાઈ સુવિધા પૂરી પાડનારા રૂ. 581 કરોડના ખર્ચે નિર્માણાધીન લિફ્ટ ઇરિગેશન પ્રોજેકટની લીધી મુલાકાત
- પ્રોજેક્ટ નિર્ધારિત સમયમાં પૂર્ણ થાય તે માટે સમીક્ષા બેઠકમાં માર્ગદર્શન પૂરુ પાડ્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સિંચાઈ, રોડ રસ્તા, પાણી પુરવઠા, જેવા અગત્યના પ્રગતિ હેઠળના વિવિધ પ્રોજેક્ટ્સની સાઈટ વિઝિટ કરીને કામોની ગુણવત્તા-ચકાસણી, કામગીરીની પ્રગતિ અને સમગ્ર પ્રોજેક્ટ્સની તલસ્પર્શી વિગતો મેળવવાનો નવતર અભિગમ અપનાવ્યો છે.આ અભિગમને આગળ ધપાવતા મુખ્યમંત્રીએ આજે મહિસાગર અને ખેડા જિલ્લાના 581 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણાધીન ઉદવહન સિંચાઈ-લિફ્ટ ઇરિગેશન પાઈપલાઈન પ્રોજેક્ટની નિરીક્ષણ મુલાકાતે પહોંચ્યા હતા.
આ ગામના ખેડૂતોને સિંચાઈનો મળશે લાભ
આ લિફ્ટ ઈરિગેશન પાઈપલાઈન પ્રોજેક્ટ મધ્ય ગુજરાતના ખેડા અને મહિસાગર જિલ્લાના 125 ગામોને સિંચાઈ સુવિધા પૂરી પાડશે.ખેડા જિલ્લાના કપડવંજ, કઠલાલ, ગળતેશ્વર અને ઠાસરા તથા મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના કુલ મળીને 125 ગામો લાંબા સમયથી સિંચાઈ સુવિધાથી વંચિત રહેલા હતાં. આ ગામોને વણાક બોરી વિયરની ઉપરવાસના ભાગેથી મહિ નદીનું પાણી ઉદવહન કરીને સિંચાઈ સવલતો આપવા નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગે રૂ. 581 કરોડના અંદાજિત ખર્ચે આ યોજના હાથધરી છે.
અધિકારીઓ સાથે યોજી બેઠક
આ ઉદવહન સિંચાઈ યોજના દ્વારા 125 ગામોના 133 તળાવો તથા એક નદીમાં મહિ નદીનું પાણી પહોંચાડીને 8100 હેક્ટર કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ સુવિધા પુરી પાડવાનો હેતુ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ લીફ્ટ ઈરીગેશન પાઈપલાઈન પ્રોજેક્ટની પ્રગતિનું નિરીક્ષણ કરવા સાથે બાલાસિનોરના રૈયોલી ખાતે નિર્માણાધીન ૪૦ લાખ લિટરની ક્ષમતાનાં સંપ તેમજ MS પાઈપલાઈનની કામગીરી પણ નિહાળી હતી.મુખ્યમંત્રીએ સંબંધિત અધિકારીઓ અને ઇજનેરો તથા સાંસદ અને ધારાસભ્ય સહિતના પદાધિકારીઓ સાથે આ સંદર્ભમાં બેઠક યોજીને વિસ્તૃત સમીક્ષા હાથધરી હતી.
પ્રોજેકટને લઈ માર્ગદર્શન આપ્યું
મુખ્યમંત્રી સાથે આ નિરીક્ષણ મુલાકાત વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ, પંચમહાલના પૂર્વ સાંસદ રતનસિંહ રાઠોડ, બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, જળ સંપત્તિ વિભાગ સેક્રેટરી કે. બી રાબડીયા, મધ્યગુજરાત ચીફ એન્જિનિયર અને અધિક સચિવ એમ. ડી. પટેલ, જિલ્લા કલેકટર નેહા કુમારી, જિલ્લા વિકાસ અધિકારી સી. એલ. પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના વરિષ્ઠ અધિકારીશ્રીઓ જોડાયા હતાં.તેમણે આ બધા જ કામોની ગુણવત્તા જાળવણી સાથોસાથ નિર્ધારીત સમય મર્યાદામાં એટલે કે 2027 સુધીમાં સમગ્ર યોજના પૂર્ણ થાય તે માટે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.