જર્જરિત શેઢી બ્રિજ પર પ્રતિબંધ છતાં પસાર થતા ભારે વાહનો

- પણસોરા-અલીણા-લાડવેલ રોડ પરના - સુરક્ષા કર્મીઓ નાણાં ઉઘરાવતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ : રોકવા છતાં ગાડીઓ ઉભી નથી રહેતી : ગાર્ડનડિયાદ, ડાકોર : ખેડા જિલ્લાના લાડવેલ ચોકડીથી અલીણા થઈ પણસોરાને જોડતા રોડ પર શેઢી નદી પરના જર્જરિત પુલને ભારે વાહનો માટે પ્રતિબંધીત કરાયો છે. ત્યારે અહીંથી વાહનો પસાર ન થાય તે માટે સુરક્ષા ગાર્ડ મુકવામાં આવ્યા છે. પરંતુ અત્રે સુરક્ષા ગાર્ડ દ્વારા ગેરકાયદે રીતે નાણાં ઉઘરાવી અને ભારે વાહનોને પસાર થવા દેવાતા હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે. જ્યારે રોકવાની કોશિશ કરવા છતાં ગાડી ઉભી નહીં રાખી હોવાનું ગાર્ડ કરી રહ્યા છે.તાજેતરમાં ભારે વરસાદને કારણે શેઢી નદીના ઘોડાપૂરના લીધે કેટલાક દિવસો સુધી શેઢી નદી પરના માઈનોર પુલ પર પાણી રહ્યું હતું. જે બાદ તંત્ર દ્વારા પુલની ચકાસણી બાદ પુલ જર્જરિત હોવાથી સલામતીના કારણોસર બસ, ટ્રક, માલવાહક વાહનો, ક્રેન તેમજ અન્ય ભારદારી વાહનોની પુલ પર અવરજવર પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકાયો હતો. સલામતી માટે મહુધા પોલીસ દ્વારા ગાર્ડ પણ મુકવામાં આવ્યા છે. આ મામલે આસપાસના ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે, જેમાં શનિવારે રાત્રે મહુધાના હેરંજ ગામ પાસે આવેલા શેઢી નદીના પુલ પરથી ત્રણેક કિલોમીટર પસાર થયા બાદ ચુણેલ ગામે પહોંચતા ગ્રામજનોએ ૩૭ ટન વજન સાથેની પરપ્રાંતિય ભારદારી ટ્રક જોતા તેને રોકી પૂછપરછ કરી હતી. જેમાં ડ્રાયવર દ્વારા ભાલેજ તરફથી આવતો હોવાનું જણાવ્યું હતું. તેમજ બેરીકેટ પાસે ગાર્ડ દ્વારા બસો રૂપિયા લઈ પુલ પરથી આવવા દીધો હોવાનું જણાવ્યું હતું. ગ્રામજનોએ આ સમગ્ર મામલે રોષ વ્યક્ત કર્યો હતો. સમગ્ર મામલે સુરક્ષામાં હાજર હોમગાર્ડ સુરેશભાઈ અને કમલેશભાઈએ જણાવ્યું હતું કે, આણંદ બાજુથી પુલ ક્રોસ કરીને ગાડી આવી હતી. અમે રોકવાની કોશિશ કરી પણ ગાડી ઉભી રહી નહોતી.

જર્જરિત શેઢી બ્રિજ પર પ્રતિબંધ છતાં પસાર થતા ભારે વાહનો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- પણસોરા-અલીણા-લાડવેલ રોડ પરના 

- સુરક્ષા કર્મીઓ નાણાં ઉઘરાવતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ : રોકવા છતાં ગાડીઓ ઉભી નથી રહેતી : ગાર્ડ

નડિયાદ, ડાકોર : ખેડા જિલ્લાના લાડવેલ ચોકડીથી અલીણા થઈ પણસોરાને જોડતા રોડ પર શેઢી નદી પરના જર્જરિત પુલને ભારે વાહનો માટે પ્રતિબંધીત કરાયો છે. ત્યારે અહીંથી વાહનો પસાર ન થાય તે માટે સુરક્ષા ગાર્ડ મુકવામાં આવ્યા છે. પરંતુ અત્રે સુરક્ષા ગાર્ડ દ્વારા ગેરકાયદે રીતે નાણાં ઉઘરાવી અને ભારે વાહનોને પસાર થવા દેવાતા હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે. જ્યારે રોકવાની કોશિશ કરવા છતાં ગાડી ઉભી નહીં રાખી હોવાનું ગાર્ડ કરી રહ્યા છે.

તાજેતરમાં ભારે વરસાદને કારણે શેઢી નદીના ઘોડાપૂરના લીધે કેટલાક દિવસો સુધી શેઢી નદી પરના માઈનોર પુલ પર પાણી રહ્યું હતું. જે બાદ તંત્ર દ્વારા પુલની ચકાસણી બાદ પુલ જર્જરિત હોવાથી સલામતીના કારણોસર બસ, ટ્રક, માલવાહક વાહનો, ક્રેન તેમજ અન્ય ભારદારી વાહનોની પુલ પર અવરજવર પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકાયો હતો. સલામતી માટે મહુધા પોલીસ દ્વારા ગાર્ડ પણ મુકવામાં આવ્યા છે. આ મામલે આસપાસના ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે, જેમાં શનિવારે રાત્રે મહુધાના હેરંજ ગામ પાસે આવેલા શેઢી નદીના પુલ પરથી ત્રણેક કિલોમીટર પસાર થયા બાદ ચુણેલ ગામે પહોંચતા ગ્રામજનોએ ૩૭ ટન વજન સાથેની પરપ્રાંતિય ભારદારી ટ્રક જોતા તેને રોકી પૂછપરછ કરી હતી. જેમાં ડ્રાયવર દ્વારા ભાલેજ તરફથી આવતો હોવાનું જણાવ્યું હતું. તેમજ બેરીકેટ પાસે ગાર્ડ દ્વારા બસો રૂપિયા લઈ પુલ પરથી આવવા દીધો હોવાનું જણાવ્યું હતું. ગ્રામજનોએ આ સમગ્ર મામલે રોષ વ્યક્ત કર્યો હતો. 

સમગ્ર મામલે સુરક્ષામાં હાજર હોમગાર્ડ સુરેશભાઈ અને કમલેશભાઈએ જણાવ્યું હતું કે, આણંદ બાજુથી પુલ ક્રોસ કરીને ગાડી આવી હતી. અમે રોકવાની કોશિશ કરી પણ ગાડી ઉભી રહી નહોતી.