Banaskantha: પાલનપુર હાઈવે પર અમદાવાદના બે યુવાનોના મોત

થરા–રાધનપુર નેશનલ હાઈવે પાસેની ઘટના અજાણ્યો ટ્રકચાલક બાઈકને ટક્કર મારી ફરાર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી પાલનપુર-અમદાવાદ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટનામાં બે અમદાવાદી યુવાનોના મોત નિપજ્યા છે. છેલ્લા થોડા દિવસોથી હિટ એન્ડ રનની સંખ્યામાં વધારો થતો જાય છે. જેમાં વધુ એક થરા – રાધનપુર નજીક અકસ્માત થયો છે. પાલનપુર-અમદાવાદ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટનામાં 2 અમદાવાદીઓના કરુણ મોત નિપજ્યા છે. રાજ્યમાં અકસ્માતોનો સિલસિલો વધ્યો છે. જેમાં વધુ એક અકસ્માત થરા-રાધનપુર નજીક સર્જાયો છે. બાઈક પર ત્રણ વ્યક્તિઓ સવાર હતા જેમાંથી બે વ્યક્તિઓના કરુણ મોત થયા છે જ્યારે એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટના સ્થળે સ્થાનિકોના ટોળા ઉમટ્યા અજાણ્યા ટ્રક ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જીને અજાણ્યો ટ્રક ચાલક ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. અકસ્માત બાદ ઘટના સ્થળે સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ મૃતદેહોનો કબજો મેળવી હોસ્પિટલ ખાતે પોસ્ટપોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ફરાર ટ્રક ચાલક સામે ગુન્હો નોંધ્યો મૃતકોમાં બંને યુવાનો અમદાવાદના હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. તેમજ અન્ય એક વ્યક્તિ હાલમાં સારવાર હેઠળ છે. બીજી તરફ પોલીસે અકસ્માત સર્જ્યા બાદ ફરાર થયેલા ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે. તેમજ આ સમગ્ર અકસ્માત મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Banaskantha: પાલનપુર હાઈવે પર અમદાવાદના બે યુવાનોના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • થરા–રાધનપુર નેશનલ હાઈવે પાસેની ઘટના
  • અજાણ્યો ટ્રકચાલક બાઈકને ટક્કર મારી ફરાર
  • પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

પાલનપુર-અમદાવાદ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટનામાં બે અમદાવાદી યુવાનોના મોત નિપજ્યા છે. છેલ્લા થોડા દિવસોથી હિટ એન્ડ રનની સંખ્યામાં વધારો થતો જાય છે. જેમાં વધુ એક થરા – રાધનપુર નજીક અકસ્માત થયો છે.

પાલનપુર-અમદાવાદ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટનામાં 2 અમદાવાદીઓના કરુણ મોત નિપજ્યા છે. રાજ્યમાં અકસ્માતોનો સિલસિલો વધ્યો છે. જેમાં વધુ એક અકસ્માત થરા-રાધનપુર નજીક સર્જાયો છે. બાઈક પર ત્રણ વ્યક્તિઓ સવાર હતા જેમાંથી બે વ્યક્તિઓના કરુણ મોત થયા છે જ્યારે એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ઘટના સ્થળે સ્થાનિકોના ટોળા ઉમટ્યા

અજાણ્યા ટ્રક ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જીને અજાણ્યો ટ્રક ચાલક ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. અકસ્માત બાદ ઘટના સ્થળે સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ મૃતદેહોનો કબજો મેળવી હોસ્પિટલ ખાતે પોસ્ટપોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા.

પોલીસે ફરાર ટ્રક ચાલક સામે ગુન્હો નોંધ્યો

મૃતકોમાં બંને યુવાનો અમદાવાદના હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. તેમજ અન્ય એક વ્યક્તિ હાલમાં સારવાર હેઠળ છે. બીજી તરફ પોલીસે અકસ્માત સર્જ્યા બાદ ફરાર થયેલા ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે. તેમજ આ સમગ્ર અકસ્માત મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.