LPGની શેખી કરતી સરકારે બપોરાં કેન્દ્રોને અનાજ-કઠોળ માટે ટટળાવ્યાં

Mar 20, 2026 - 08:30
LPGની શેખી કરતી સરકારે બપોરાં કેન્દ્રોને અનાજ-કઠોળ માટે ટટળાવ્યાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


દાળ ચણાના અભાવે મેનુ રફેદફેઃ પોષક આહારનાં સ્થાને રોજ પુલાવ : દૂર-દૂરનાં સેન્ટ્રલાઇઝ્ડ કિચનમાં સવારે રાંધેલું ભોજન પાંચેક હજાર કેન્દ્રો પર બાળકોને બપોરે મળે ત્યારે ટાઢુંબોળ હોય છે

રાજકોટ, : રાજ્યની 29,000 પ્રાથમિક શાળાના 42 લાખ જેટલા વિદ્યાર્થીઓને અપાતા મધ્યાહ્ન ભોજનનું મેનુ રફેદફે થયું છે. મધ્યાહ્ન ભોજન કેન્દ્રોને રાંધણગેસ મળતો નહીં અટકે એવા દાવા કરતી રાજ્ય સરકાર તુવેરદાળ અને ચણા પૂરા પાડવામાં ઉણી ઉતરતાં રોજ પુલાવ પીરસવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. મોટાભાગના જિલ્લાઓમાં આજકાલ આવી પરિસ્થિતિ છે.

મધ્યાહન ભોજન યોજનાના અમલીકરણમાં ખામી હોવાના લીધે આજે વિદ્યાર્થીઓ માટે પૌષ્ટિક નાસ્તા- ભોજન માટેના કેન્દ્રોમાં છેલ્લા 3 મહિનાથી ચણા અને તુવેરદાળનો જથ્થો નથી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0