Lokrakshak લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી સાંજે 4 વાગે વેબસાઈટ પર મૂકાશે

Jun 20, 2025 - 14:30
Lokrakshak લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી સાંજે 4 વાગે વેબસાઈટ પર મૂકાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા તા.૧૫/૦૬/૨૦૨૫ના રોજ લેવામાં આવી હતી. આ લેખિત પરીક્ષામાં ૨,૩૭,૦૦૦ જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા. હાજર રહેલા તમામ ઉમેદવારોની OMR Sheet સ્કેન કરી, ઉમેદવારો જોઇ શકે તે માટે તા.૧૬/૦૬/૨૦૨૫ના રોજ વહેલી સવારે ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવી હતી.

માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ ભરતી બોર્ડની વેબસાઇટ

લેખિત પરીક્ષાની Provisional Answer Key માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ ભરતી બોર્ડની વેબસાઇટ https://gprb.gujarat.gov.in તથા https://lrdgujarat2021.in ઉપર આજરોજ કલાકઃ ૧૬.૦૦ વાગ્યાથી જાહેર કરવામાં આવશે. ઉમેદવારોને Provisional Answer Keyમાં જે જવાબની સામે વાંધા / રજુઆત હોય તો તા.૨૦/૦૬/૨૦૨૫ના કલાક ૧૬/૦૦ વાગેથી તા.૨૩/૦૬/૨૦૨૫ ના કલાક ૨૩.૫૯ વાગ્યા સુધીમાં ઓનલાઇન વાંધા/રજુઆત મોકલવાની રહેશે. ઓનલાઇન સિવાય અન્ય કોઇપણ રીતે મોકલવામાં આવેલ તથા તારીખ/સમય વિતી ગયા બાદ મળેલ વાંધા/રજુઆત ધ્યાને લેવામાં આવશે નહી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0