Local Body Elections 2026 : ચૂંટણી જંગમાં AI ની એન્ટ્રી, ભાજપ-કોંગ્રેસના સોશિયલ મીડિયા વોર-રૂમ હવે થયા હાઈટેક, જાણો ડિજિટલ માયાજાળ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ચૂંટણીના રણમેદાનમાં અત્યાર સુધી તમે નેતાઓની ડણક અને રેલીઓની ગર્જના સાંભળી હશે, પણ આ વખતે જંગ કંઈક અલગ છે. હવે મેદાનમાં છે 'આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ' (AI). ભાજપ હોય કે કોંગ્રેસ, સોશિયલ મીડિયાના વોર-રૂમમાં હવે માણસોની સાથે મશીન લર્નિંગ પણ કામે લાગ્યું છે. પ્રચારની આ નવી ટેકનોલોજી જેટલી આકર્ષક છે, એટલી જ જોખમી પણ સાબિત થઈ શકે છે.
ભાજપનો પોઝિટિવ પ્રચાર
ભાજપ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે AI નો સકારાત્મક પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. AI ની મદદથી પર્સનલાઈઝ્ડ મેસેજ, ટાર્ગેટેડ કેમ્પેઈન અને આકર્ષક ગ્રાફિક્સ તૈયાર કરવામાં આવે છે. ભાજપનું માનવું છે કે સરકારની કામગીરીને જનતા સુધી ડિજિટલ માધ્યમથી પહોંચાડવી એ આજના સમયની માંગ છે.
કોંગ્રેસનો 'ડિજિટલ એથિક્સ' સાથે પ્રહાર
ટેકનોલોજીની આ રેસમાં કોંગ્રેસ પણ પાછળ નથી. કોંગ્રેસના એક્સપર્ટ્સ AI નો ઉપયોગ સત્તાધારી પક્ષના વાયદાઓ અને જમીની હકીકત વચ્ચેનો તફાવત બતાવવા માટે કરી રહ્યા છે. ખાસ કરીને મોંઘવારી અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓને ડિજિટલ પ્લેટફોર્મ પર આક્રમક રીતે રજૂ કરવા AI જનરેટેડ કન્ટેન્ટનો સહારો લેવામાં આવી રહ્યો છે. જોકે, કોંગ્રેસ 'ડિજિટલ એથિક્સ' અને સાયબર લો પર વધુ ભાર મૂકી રહી છે. જોખમો અને સાયબર કાયદો
AI ના ફાયદાની સાથે ડીપફેક અને ખોટી માહિતી ફેલાવવાનું જોખમ પણ વધ્યું છે. બંને પક્ષો સ્વીકારે છે કે જો કોઈના દ્વારા ખોટી માહિતી શેર કરવામાં આવે તો સાયબર લો મુજબ કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. હવે જોવાનું એ રહેશે કે આ ડિજિટલ જંગમાં કોનું 'નેચરલ ઇન્ટેલિજન્સ' વિજેતા બને છે.
આ પણ વાંચો--- Local Body Elections 2026: ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની આગેવાનો સાથે ગોષ્ઠિ, કાર્યકરોને ભણાવ્યા 'વિકાસ અને ઈકોનોમી'ના પાઠ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

