Local Body Elections 2026: CM ભૂપેન્દ્ર પટેલનો વાવ-થરાદ પ્રવાસ, ભાજપના કાર્યકરો જનતાના સુખ-દુઃખના સાથી

Apr 18, 2026 - 12:00
Local Body Elections 2026: CM ભૂપેન્દ્ર પટેલનો વાવ-થરાદ પ્રવાસ, ભાજપના કાર્યકરો જનતાના સુખ-દુઃખના સાથી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ચરમસીમાએ છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ પંથકની મુલાકાત લીધી હતી. આ પ્રવાસ દરમિયાન તેમણે મહિલાઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજયી બનાવવા આહવાન કર્યું હતું.

મહિલા અનામત અને વિપક્ષ પર પ્રહાર

મુખ્યમંત્રીએ 33 ટકા મહિલા અનામતનો ઉલ્લેખ કરતા વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે મક્કમતાથી જણાવ્યું હતું કે, "બહેનો સામે જે કોઈ પડે છે તેનો ખાતમો થઈ જાય છે." વિપક્ષી નેતાઓ પર કટાક્ષ કરતા તેમણે ઉમેર્યું કે, વિપક્ષના ઉમેદવારો માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે, જ્યારે ભાજપનો કાર્યકર ચૂંટણી હોય કે ન હોય, કાયમ જનતાની વચ્ચે રહીને સેવા કરે છે.

'રામોજી અંદાજ' માં કટાક્ષ

પોતાના આગવા અંદાજમાં મુખ્યમંત્રીએ ભ્રષ્ટાચારના મુદ્દે વિપક્ષને ઘેરતા કહ્યું કે, અગાઉના સમયમાં ભેટ-પૂજા વગર કોઈ કામ થતા નહોતા, જે સ્થિતિ ભાજપ શાસનમાં બદલાઈ છે.ખેડૂતો અને સ્થાનિક પ્રશ્નોનો ઉકેલ

નહેરના પાણીથી જમીનમાં થતા ક્ષાર અંગેની ફરિયાદ મળતા CMએ ખાતરી આપી હતી કે સરકાર આ બાબતે ગંભીરતાથી વિચારી રહી છે. તેમણે જિલ્લાના તમામ તળાવો ભરવાની યોજનાઓ પર કામ ચાલી રહ્યું હોવાનું પણ જણાવ્યું હતું. પૂરના સમયે પાણીના કાયમી નિકાલ માટેની વ્યવસ્થા અંગે પણ તેમણે ચર્ચા કરી હતી.

આ પણ વાંચો: Dhoraji: ઝાંઝમેર ગામે SOGના દરોડા, શંકાસ્પદ દૂધનો 400 લિટર જથ્થો ઝડપાયો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0