Local Body Elections 2026: અંકલેશ્વરમાં અપક્ષ ઉમેદવાર 'પ્રવીણ માસ્તર' સામે છેડતી અને સતામણીની ફરિયાદ, 8 લોકો વિરૂદ્ધ ગુનો દાખલ

Apr 16, 2026 - 16:30
Local Body Elections 2026: અંકલેશ્વરમાં અપક્ષ ઉમેદવાર 'પ્રવીણ માસ્તર' સામે છેડતી અને સતામણીની ફરિયાદ, 8 લોકો વિરૂદ્ધ ગુનો દાખલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીના જંગમાં અપક્ષ ઉમેદવારી નોંધાવનાર પ્રવીણ મોદી ઉર્ફે પ્રવીણ માસ્તર મુશ્કેલીમાં મુકાયા છે. ચૂંટણીના પ્રચાર વચ્ચે જ તેમની સામે એક મહિલા શિક્ષિકાની છેડતી અને જાતીય સતામણી કરવાની ગંભીર પોલીસ ફરિયાદ નોંધાતા રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે.

શિક્ષિકાની સતામણીના ગંભીર આક્ષેપ

નોંધાયેલી ફરિયાદ અનુસાર, વર્ષ 2017 થી 2022 દરમિયાન પ્રવીણ માસ્તરે એક શિક્ષિકા પાસે અઘટિત માંગણીઓ કરી હતી. ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ છે કે, જ્યારે શિક્ષિકા તેમની માંગણીઓ સામે તાબે ન થઈ, ત્યારે પ્રવીણ માસ્તરે શિક્ષણ વિભાગમાં ખોટી અરજીઓ કરી તેમને માનસિક રીતે હેરાન કરવાનું શરૂ કર્યું હતું. આ મામલે પ્રવીણ માસ્તર અને ભદ્રેશ પટેલ સહિત કુલ 8 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

રાજકીય ષડયંત્ર હોવાનો દાવો

બીજી તરફ, આક્ષેપોનો સામનો કરી રહેલા અપક્ષ ઉમેદવાર પ્રવીણ માસ્તરે પોતાનો બચાવ કરતા આ ઘટનાને 'રાજકીય ષડયંત્ર' ગણાવ્યું છે. તેમણે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ચૂંટણીમાં તેમની પેનલ મજબૂત રીતે ઉતરી હોવાથી તેમને ડામવા માટે જાણીજોઈને જૂની બાબતોને ખોટી રીતે રજૂ કરી ફરિયાદ કરાવાઈ છે.

પોલીસ કાર્યવાહી

અંકલેશ્વર એ-ડિવિઝન પોલીસે આ મામલે આઈપીસીની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રવીણ માસ્તરે વોર્ડ નંબર 1 માં પોતાની પેનલ સાથે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, ત્યારે મતદાન પહેલા જ આ પ્રકારની કાયદાકીય ગુંચવણ તેમના માટે ચિંતાનો વિષય બની શકે છે.


આ પણ વાંચો - Local Body Elections 2026: રાજકોટ ભાજપનો 'માસ્ટર પ્લાન', મેટ્રો ટ્રેનથી લઈ મિનિ હોસ્પિટલ સુધી કર્યા આ વચનો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0